SSC JE Recruitment 2026: SSCની ભરતી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. કર્મચારી પસંદગી આયોગ (SSC)એ જુનિયર એન્જિનિયર પરીક્ષા 2026ની સૂચના જાહેર કરી દીધી છે. 1700થી વધુ જગ્યાઓ પર નવી ભરતી આવી છે. જેના માટે 2 સપ્ટેમ્બરથી સત્તાવાર વેબસાઇટ ssc.gov.in પર ઑનલાઇન અરજી પણ શરૂ થઈ ગઈ છે. કમ્પ્યુટર આધારિત પરીક્ષા Paper-I ઑક્ટોબર/નવેમ્બર 2026માં યોજાવાની સંભાવના છે. તેની તૈયારી તમે અત્યારથી વ્યવસ્થિત રીતે શરૂ કરી શકો છો.
JEની જગ્યાઓ બોર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન (BRO), બ્રહ્મપુત્ર બોર્ડ જળ શક્તિ મંત્રાલય, સેન્ટ્રલ વોટર કમિશન, સેન્ટર પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ, સેન્ટર વોટર એન્ડ પાવર રિસર્ચ સ્ટેશન, સંરક્ષણ મંત્રાલય, મિલિટરી એન્જિનિયર સર્વિસ, નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન, ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ સહિત 14 વિવિધ સરકારી સંગઠનો, વિભાગો અને મંત્રાલયોમાં ભરવામાં આવશે. ગ્રુપ B લેવલની આ એક ઉત્તમ સરકારી નોકરી છે. નિમણૂક બાદ તમને Level-06 પર ₹35400-₹112400/- મુજબ પ્રતિ માસ પગાર મળશે.
SSC JE ભરતી માટે લાયકાત શું જોઈએ?
- શૈક્ષણિક લાયકાત: SSCએ વિભાગ અને પોસ્ટ મુજબ એલિજિબિલિટી ક્રાઇટેરિયા નક્કી કર્યા છે. BRO જુનિયર એન્જિનિયર (સિવિલ) માટે સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી હોવી જોઈએ. અથવા ત્રણ વર્ષનો ડિપ્લોમા અને 2 વર્ષનો કામનો અનુભવ માગવામાં આવ્યો છે. આ જ રીતે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ માટે પણ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અથવા ત્રણ વર્ષનો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ/ઑટોમોબાઇલ/મિકેનિકલ એન્જિનિયરિંગમાં કર્યા સાથે 2 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ પણ મેળવેલો હોવો જોઈએ. બ્રહ્મપુત્ર બોર્ડ જળ શક્તિ મંત્રાલય JE માટે માત્ર ત્રણ વર્ષનો સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા જરૂરી છે. આ જ રીતે અન્ય વિભાગો માટે પણ લાયકાત અલગ-અલગ નક્કી કરવામાં આવી છે.
- એજ લિમિટ: અરજદારોની ન્યૂનતમ ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 30 વર્ષ સુધી હોવી જોઈએ. જ્યારે (CPWD) પોસ્ટ માટે માત્ર 32 વર્ષ સુધીની એજ લિમિટ રાખવામાં આવી છે. ઉપરની ઉંમરમાં નિયમ અનુસાર છૂટ પણ મળશે
SSC JE ભરતીની જરૂરી માહિતી
| ભરતી | આયોગ કર્મચારી પસંદગી આયોગ (SSC) |
|---|---|
| પદ | જુનિયર એન્જિનિયર |
| કુલ જગ્યાઓની સંખ્યા | 1748 |
| સત્તાવાર વેબસાઇટ | ssc.gov.in |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 22 સપ્ટેમ્બર 2026 રાત્રે 11 વાગ્યા સુધી |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 23 સપ્ટેમ્બર 2026 |
| પસંદગી પ્રક્રિયા | લેખિત પરીક્ષા (Paper-I, Paper-II), ડોક્યુમેન્ટ વેરિફિકેશન |
| પગાર | ₹35400-₹112400/- |
| ભરતીની સત્તાવાર સૂચના | SSC JE Notification 2026 |
SSC જુનિયર એન્જિનિયર સિલેક્શન પ્રોસેસ
લેખિત પરીક્ષા બે તબક્કામાં યોજાશે. Paper-Iમાં ક્વોલિફાય થનારા ઉમેદવારો આગામી તબક્કામાં Paper-II આપી શકશે.
- Paper-I: તેમાં પ્રથમ સેક્શનમાં જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ, બીજા સેક્શનમાં જનરલ અવેરનેસ અને ત્રીજો સેક્શન એન્જિનિયરિંગ ડિસિપ્લિન સાથે સંબંધિત હશે. પરીક્ષાનો સમયગાળો 2 કલાકનો હશે.
- Paper-II: આ બીજો પેપર સંપૂર્ણપણે એન્જિનિયરિંગ પર આધારિત હશે. જેમાં સિવિલ/ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ વગેરેમાંથી 300 માર્ક્સના 100 પ્રશ્નો પૂછવામાં આવશે. આ પેપર પણ 2 કલાકનો હશે.
- ત્યારબાદ આગામી તબક્કામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. જેમાં ઉમેદવારોના ઓરિજિનલ દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે.
એપ્લિકેશન ફી કેટલી રહેશે?
જનરલ/OBC/EWS ઉમેદવારોએ અરજી દરમિયાન ₹100 એપ્લિકેશન ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC/ST/PH/મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી. ફોર્મ સંપૂર્ણ રીતે ભર્યા બાદ જો તમે તેમાં પ્રથમ વખત ફેરફાર કરો છો, તો ₹200 અને બીજી વખત ₹500 કરેકશન ફી ચૂકવવાની રહેશે. અન્ય કોઈપણ માહિતી માટે ઉમેદવારો SSCની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

