LinkedIn Top Jobs India 2026: કેરિયર બનાવવાની સુવર્ણ તક! ૨૦૨૬માં આ ૨૫ નોકરીઓની હશે સૌથી વધુ ડિમાન્ડ, લિંક્ડઈન રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Arati Parmar
6 Min Read

LinkedIn Top Jobs India 2026: જોબ માર્કેટ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઓટોમેશન અને ટેકનિકલ અપડેશનના કારણે જૂની નોકરીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે, ત્યારે નવી નોકરીઓની તકો વધી છે. સતત થઈ રહેલા ફેરફારો વચ્ચે, લિંક્ડઈને એવી ટોપ 25 નોકરીઓની યાદી જાહેર કરી છે, જેની માંગ 2026માં ઝડપથી વધી રહી છે.

લિંક્ડઈને 2026 માટે ‘જોબ્સ ઓન ધ રાઈઝ’ લિસ્ટ બહાર પાડ્યું છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસેલા 25 રોલ્સનું ડેટા-આધારિત રેન્કિંગ છે. આ અભ્યાસમાં લિંક્ડઈન મેમ્બરશિપ અને જોબ-પોસ્ટિંગ ડેટાનો ઉપયોગ કરીને એવા રોલ્સની ઓળખ કરવામાં આવી છે, જેમાં સતત પોઝિટિવ ગ્રોથ અને સારી હાયરિંગ જોવા મળી છે.

- Advertisement -

ભારતમાં ઝડપથી વધતી ટોપ 25 નોકરીઓની યાદી (લિંક્ડઈન રિપોર્ટના આધારે)

  1. પ્રોમ્પ્ટ એન્જિનિયર: AI ના આગમન પછી સચોટ અને સાચો જવાબ મેળવવા માટે ઇનપુટ અથવા પ્રોમ્પ્ટ નાખવો જરૂરી બની ગયો છે. આ જ કારણ છે કે પ્રોમ્પ્ટ એન્જિનિયર જોબની માંગ ઝડપથી વધી રહી છે.

  2. AI એન્જિનિયર, જનરેટિવ AI એન્જિનિયર અથવા મશીન લર્નિંગ એન્જિનિયર: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્જિનિયર મશીન લર્નિંગ મોડલને ટ્રેન કરવા, મુશ્કેલ કામોને ઓટોમેટ કરવા અને AI ને પ્રોડક્ટ્સ અને સર્વિસીસમાં ઇન્ટિગ્રેટ કરવા માટે AI સિસ્ટમને ડિઝાઇન કરે છે, બનાવે છે અને ડિપ્લોય કરે છે.

  3. સોફ્ટવેર એન્જિનિયર: સોફ્ટવેર એન્જિનિયરનું કામ કોડ લખીને અને ડીબગ કરીને ટેકનિકલ સમસ્યાઓ ઉકેલવાનું છે. તેઓ પરફોર્મન્સને બહેતર બનાવીને એપ્લિકેશન અને સિસ્ટમને ડિઝાઇન, ડેવલપ અને મેન્ટેન કરે છે.

  4. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મેનેજર: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મેનેજરનું કામ કંપનીઓના લક્ષ્યાંકો મુજબ AI પ્રોજેક્ટના પ્લાનિંગ, ડેવલપમેન્ટ અને ડિપ્લોયમેન્ટની દેખરેખ રાખવાનું હોય છે.

  5. સ્ટ્રેટેજિક એડવાઈઝર: સ્ટ્રેટેજિક એડવાઈઝર વિશ્લેષણ અને આંતરદ્રષ્ટિ (ઇનસાઇટ્સ) ના આધારે કંપનીઓ અથવા લોકોને લાંબા ગાળાના પ્લાનિંગ અને નિર્ણયો લેવામાં મદદ કરે છે.

  6. મીડિયા બાયર: મીડિયા બાયર કંપનીઓને આપેલા બજેટની અંદર તેમના ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચવામાં મદદ કરવા માટે પ્લેટફોર્મ પર જાહેરાતની જગ્યા કે ટાઈમ મેનેજમેન્ટ કરે છે, વાટાઘાટો કરે છે અને ખરીદી કરે છે.

  7. સેલ્સ સ્પેશિયાલિસ્ટ: આમને ગ્લોબલ સેલ્સના VP અથવા ફાઇનાન્શિયલ સેલ્સ મેનેજર પણ કહેવામાં આવે છે. તેઓ ગ્રાહકોની જરૂરિયાતો સમજીને સંબંધિત પ્રોડક્ટ્સ અથવા સર્વિસીસ રજૂ કરે છે અને ક્લાયન્ટ સાથે સંબંધ બનાવીને વેચાણ વધારે છે.

  8. બિહેવિયરલ થેરાપિસ્ટ: તેમનું કામ ટેકનિકનો ઉપયોગ કરીને ઇમોશનલ, મેન્ટલ અથવા બિહેવિયર (વર્તણૂક) થી જોડાયેલા પડકારોનો ઉકેલ લાવવાનું હોય છે.

  9. પશુ ચિકિત્સક (Veterinarian): પશુ ચિકિત્સક પ્રાણીઓમાં બીમારીઓ, ઇજાઓ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે, સારવાર અને અટકાયત કરે છે.

  10. સોલર કન્સલ્ટન્ટ: સોલર કન્સલ્ટન્ટ જરૂરિયાતોનું વિશ્લેષણ કરીને સોલર સોલ્યુશનની ભલામણ કરે છે અને કસ્ટમાઇઝ્ડ સિસ્ટમ ડિઝાઇન કરવાનું કામ કરે છે. સાથે જ લોકોને કે સંસ્થાઓને સોલર એનર્જી અપનાવવામાં મદદ કરે છે.

  11. બ્રાન્ડ સ્ટ્રેટેજિસ્ટ અથવા બ્રાન્ડ એસોસિએટ: તેમનું કામ માર્કેટ અથવા ઉદ્યોગ મુજબ કંપની માટે પ્લાન અને સ્ટ્રેટેજી બનાવવાનું હોય છે જેથી ટાર્ગેટ ઓડિયન્સ સાથે જોડાઈ શકાય.

  12. કાનૂની નિષ્ણાત: કાનૂની નિષ્ણાત કાયદા, રેગ્યુલેશન્સ અને કોન્ટ્રાક્ટ્સ સમજીને તેમને લાગુ કરવામાં સહાય કરે છે જેથી અનુપાલન સુનિશ્ચિત કરી શકાય અને કાનૂની જોખમોનું સંચાલન કરી શકાય.

  13. સાયબર સિક્યોરિટી એક્સપર્ટ: AI અને ટેકનિકલ ફેરફારો વચ્ચે તેમની જવાબદારીની સાથે માંગ પણ વધી છે. કારણ કે તેમનું કામ કોમ્પ્યુટર સિસ્ટમ, નેટવર્ક અને ડેટાને સિક્યોરિટી બ્રીચ તથા અનઓથોરાઇઝ્ડ જોખમોથી બચાવવાનું હોય છે.

  14. ફાઉન્ડર: નવા બિઝનેસ માટે આઈડિયા આપવો, નવા વેન્ચરની સ્થાપના અને તેને ઓર્ગેનાઈઝ કરવાની જવાબદારી ફાઉન્ડરની હોય છે. તેઓ બિઝનેસ ગ્રોથ મુજબ વિઝન અને સ્ટ્રક્ચર બનાવવાનું કામ પણ કરે છે.

  15. બિઝનેસ ડેવલપમેન્ટ ડાયરેક્ટર: બિઝનેસ ડેવલપમેન્ટ ડાયરેક્ટર પાર્ટનરશિપ બનાવીને, તકો ઓળખીને અને રેવન્યુ વધારીને ગ્રોથની પહેલ કરે છે.

  16. વેડિંગ પ્લાનર: વેડિંગ પ્લાનર વેન્ડર મેનેજમેન્ટથી લઈને લોજિસ્ટિક્સ, ટાઈમલાઈન, બજેટ અને ઈવેન્ટ ડિઝાઇન સુધી, લગ્નના તમામ પાસાઓને ઓર્ગેનાઈઝ અને કોઓર્ડિનેટ કરે છે.

  17. મેન્યુફેક્ચરિંગ ક્વોલિટી મેનેજર: મેન્યુફેક્ચરિંગ ક્વોલિટી મેનેજર ટેસ્ટિંગ, ઇન્સ્પેક્શન અને રેગ્યુલેટરી કમ્પ્લાયન્સની દેખરેખ રાખીને એ સુનિશ્ચિત કરે છે કે પ્રોડક્ટ આખા પ્રોડક્શન સાયકલમાં ક્વોલિટી સ્ટાન્ડર્ડને પૂર્ણ કરે.

  18. એપ્લિકેશન સ્પેસિફિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ એન્જિનિયર: આ એન્જિનિયર્સ ડિવાઈસ કે સિસ્ટમની ફંક્શનલ અને પાવર જરૂરિયાતો પૂરી કરવા માટે કસ્ટમ માઇક્રોચિપ ડિઝાઇન અને ડેવલપ કરે છે.

  19. હ્યુમન રિસોર્સ મેનેજર અથવા ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર: હ્યુમન રિસોર્સ મેનેજર કોઈ સંસ્થાના વર્કફોર્સને સપોર્ટ કરવા માટે રિક્રુટમેન્ટ, કર્મચારી સંબંધો, લાભો અને કમ્પ્લાયન્સની દેખરેખ રાખે છે.

  20. સસ્ટેનેબિલિટી મેનેજર: સસ્ટેનેબિલિટી મેનેજર કોઈ સંસ્થાની પર્યાવરણીય અસરોને ઘટાડવા અને જવાબદાર પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે પ્લાન બનાવે છે અને લાગુ કરે છે.

  21. એકાઉન્ટ મેનેજર: એકાઉન્ટ મેનેજર ક્લાયન્ટ સાથે સંબંધ જાળવી રાખે છે, તેમના એકાઉન્ટ મેનેજ કરે છે, તેમની જરૂરિયાતો પૂરી કરે છે અને બિઝનેસ તથા રેવન્યુ વધારવાની તકો ઓળખે છે.

  22. માર્કેટિંગ કન્સલ્ટન્ટ: માર્કેટિંગ કન્સલ્ટન્ટ બ્રાન્ડની ઓળખ અને કસ્ટમર જોડાણને વધારવા માટે સંસ્થાઓને પ્લાનિંગ, કેમ્પેઈન અને અન્ય બાબતોમાં સલાહ આપે છે.

  23. અર્બન ડિઝાઇનર: આ શહેરની એવી જગ્યાઓનું આયોજન કરે છે અને ડિઝાઇન કરે છે જે કાર્યક્ષમતા, સસ્ટેનેબિલિટી અને સમુદાયની જરૂરિયાતો વચ્ચે તાલમેલ જાળવી રાખે.

  24. કોમર્શિયલ એડવાઈઝર: કોમર્શિયલ એડવાઈઝર બિઝનેસ ડીલ, રોકાણ, કોન્ટ્રાક્ટ અને બજારની તકો પર માર્ગદર્શન આપે છે, વાટાઘાટોમાં સહાય કરે છે જેથી સંસ્થાઓ વિચારીને મૂલ્ય-આધારિત નિર્ણયો લઈ શકે.

  25. રિસ્ક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ: રિસ્ક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ સંસ્થાઓને સંભવિત નાણાકીય, ઓપરેશનલ અને કાનૂની જોખમો ઓળખવામાં, તેમનું મૂલ્યાંકન કરવામાં અને તેમને ઘટાડવામાં મદદ કરે છે.

લિન્ડડઈન ઇકોનોમિક ગ્રાફના સંશોધકોએ આ અહેવાલ તૈયાર કરવા માટે 1 જાન્યુઆરી, 2023 થી 31 જુલાઈ 2025 સુધીનો ડેટા એકત્ર કર્યો છે. લિંક્ડઈનના તાજેતરના સંશોધન મુજબ, 72 ટકા પ્રોફેશનલ્સ જોબ બદલવા માંગે છે. જોકે 84% પોતાની હાલની નોકરીથી ખુશ છે અને અત્યારે નોકરી બદલવા માંગતા નથી.

Share This Article