Mamaearth Success Story: અમે આપને એક એવા કપલની કહાની જણાવવા જઈ રહ્યા છીએ, જેમની વચ્ચે પહેલા પ્રેમ થયો, બાદમાં બંનેએ લગ્ન કરી કર્યા અને પછી સાથે મળીને એક મોટી કંપની પણ ઊભી કરી દીધી. આ કહાની મામાઅર્થના ફાઉન્ડર્સ (mamaearth founder) લઝલ અને વરુણની છે. જેમને પહેલાં એકબીજાથી પ્રેમ થયો, બાદમાં બંનેએ લગ્ન કર્યા અને લગ્ન બાદ મામાઅર્થ જેવી મોટી કંપની પણ ઊભી કરી દીધી.
મિત્રતા-પ્રેમ-લગ્ન
ગઝલ અને વરુણનો પ્રેમ ઘરની બાલકનીમાંથી શરૂ થયો હતો. લઝલ ત્યારે તેના કોઈ સંબંધીના ઘરે રહેતી હતી. પહેલા બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. જોકે, તેમણે ઉતાવળમાં લગ્નનો નિર્ણય ન લીધો. બંનેએ પહેલા એક-બીજાને સારી રીતે સમજ્યાં અને પછી 2011માં લગ્ન કર્યા. 2014માં તેમના ઘરે દીકરા અગસ્ત્યનો જન્મ થયો, જે જીવનમાં એક મોટું પરિવર્તન લઈને આવ્યો. અગસ્ત્યને ખરજવું (એક્ઝિમા) હતું, જેના કારણે તેને સતત ખંજવાળ આવતી હતી અને તેની ચામડી પણ શુષ્ક થઈ ગઈ હતી.
દીકરા માટે બનાવી પ્રોડક્ટ
ગઝલ અને વરુણે તેના માટે બજારમાં મળતી બેબી કેર પ્રોડક્ટ્સ શોધી. પરંતુ મોટાભાગની પ્રોડક્ટ્સમાં કેમિકલ્સ હતા. ત્યારબાદ તેમણે અમેરિકાથી પ્રોડક્ટ્સ મંગાવવાની શરૂ કરી, પરંતુ અમેરિકાથી આવતી પ્રોડક્ટ્સ ઘણી મોંઘી હતી. તેથી બંનેના મગજમાં નેચરલ અને સેફ બેબી કેર પ્રોડક્ટ્સ બનાવવાનો આઈડિયા આવ્યો. આ વિચારને ધ્યાનમાં રાખીને તેમણે 2016માં મામાઅર્થ (Mamaearth)નો પાયો નાખ્યો. ગઝલે પોતે આ પ્રોડક્ટ્સની રિસર્ચમાં ઊંડો રસ લીધે, જ્યારે વરુણે બિઝનેસની રણનીતિને સંભાળી. તેમણે એક એવી બ્રાન્ડ બનાવી જે નેચરલ, પ્લાન્ટ બેસ્ડ અને ટોક્સિન-ફ્રી પ્રોડક્ટ્સ આપવાનો દાવો કરે છે.
આજના સમયમાં મામાઅર્થ (Mamaearth) ભારતની સૌથી વિશ્વાસપાત્ર બેબી કેર બ્રાન્ડ્સમાંથી એક બની ચૂકી છે. તે માત્ર બેબી પ્રોડક્ટ્સ જ નહીં, પરંતુ સ્કિન કેર, હેર કેર અને વેલનેસ પ્રોડક્ટ્સ પણ બનાવે છે. કંપનીની પેરેન્ટ ફર્મ હોનાસા કન્ઝ્યુમર પ્રાઈવેટ લિમિટેડ હેઠળ ડર્મા કો. જેવી બ્રાન્ડ પણ આવે છે.
કંપનીની નાણાકીય સ્થિતિ
સપ્ટેમ્બર 2023ના ક્વાર્ટરમાં કંપનીને લગભગ 30 કરોડ રૂપિયાનો નફો થયો હતો, જે અગાઉના વર્ષની સરખામણીમાં 90%થી વધારે હતો. આ જ સમયગાળા દરમિયાન કંપનીની કમાણી 21% વધીને 496 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. માત્ર એક મહિનામાં કંપનીના શેરમાં 26%નો વધારો થયો છે. કંપનીની માર્કેટ વેલ્યૂ અત્યારે 660 કરોડ રૂપિયા છે.

