Medical Education in US: અમેરિકામાં દુનિયાભરના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ કે મેનેજમેન્ટનો અભ્યાસ કરવા જાય છે એટલું જ નહીં, અહીં મેડિકલ એજ્યુકેશન પણ વિદ્યાર્થીઓને આકર્ષે છે. અમેરિકામાં તબીબી શિક્ષણ ખૂબ જ પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. જોકે અમેરિકાની મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. આનું કારણ એ છે કે અહીંની મેડિકલ યુનિવર્સિટીઓનો સ્વીકૃતિ દર ખૂબ ઓછો છે.
કોઈપણ મેડિકલ કોલેજ પ્રવેશ આપતા પહેલા વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડની તપાસ કરે છે. તે જ સમયે, તેઓ તેમના એમસીએટી સ્કોર્સ, ભલામણ પત્રો, ક્લિનિકલ અને સંશોધન અનુભવ અને નેતૃત્વની ગુણવત્તા પર પણ ધ્યાન આપે છે. અમેરિકામાં ડોક્ટરનો અભ્યાસ કરવા માટે સૌથી પહેલા ગ્રેજ્યુએશન કરવું પડે છે, ત્યારબાદ જ વિદ્યાર્થીઓને ‘ડોક્ટર ઓફ મેડિસિન’ (એમડી)માં એડમિશન આપવામાં આવે છે. એમડીની ડિગ્રી ભારતના એમબીબીએસની સમકક્ષ ગણવામાં આવે છે.
એસોસિએશન ઓફ અમેરિકન મેડિકલ કોલેજ (એએએમસી) અનુસાર, જો કોઈ અમેરિકામાં ડોક્ટર બનવા માંગે છે, તો તેના માટે ગ્રેજ્યુએશનમાં બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ જેવા વિષયોનો અભ્યાસ કરવો વધુ સારું છે. જો કે આ તમામ શરતો પૂરી કર્યા બાદ પણ એડમિશન ખૂબ જ મુશ્કેલીથી કરવામાં આવે છે. 2022 માં, 113 ક્રમાંકિત મેડિકલ શાળાઓમાં સરેરાશ સ્વીકૃતિ દર માત્ર 6.2% હતો. આ બતાવે છે કે અમેરિકાની મેડિકલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે કેટલી સ્પર્ધા છે.
યુ.એસ. માં સૌથી નીચો સ્વીકૃતિ દર ધરાવતી યુનિવર્સિટીઓ
- ન્યુ યોર્ક યુનિવર્સિટી-લોંગ આઇલેન્ડ (સ્વીકૃતિ દર: 1.2%)
- વર્જિનિયા ટેક કેરિલિયન સ્કૂલ ઓફ મેડિસિન (સ્વીકૃતિ દરઃ 2.0 ટકા)
- યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-રિવરસાઇડ (સ્વીકૃતિ દર: 2.3%)
- વેક ફોરેસ્ટ યુનિવર્સિટી (સ્વીકૃતિ દરઃ 2.4%)
- જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી (સ્વીકૃતિ દર: 2.5%)
- યુનિવર્સિટી ઓફ એરિઝોના-ટક્સન (સ્વીકૃતિ દર: 2.6%)
- બ્રાઉન યુનિવર્સિટી (સ્વીકૃતિ દરઃ 2.8%)
- યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-સાન ફ્રાન્સિસ્કો (સ્વીકૃતિ દર: 2.8%)
- ડાર્ટમાઉથ કોલેજ (સ્વીકૃતિ દરઃ 2.9%)
જો તમે પણ આ મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માગો છો તો તમારે સારી રીતે તૈયારી કરવી પડશે. તમારે એમસીએટીમાં સારો સ્કોર કરવો પડશે અને તમારી શૈક્ષણિક પ્રોફાઇલને પણ મજબૂત બનાવવી પડશે.

