Meta AI Engineer Salary: મેટામાં AI એન્જિનિયરનો પગાર કેટલો છે? બોનસ વગર પણ કરોડોની કમાણી

Arati Parmar
3 Min Read

Meta AI Engineer Salary: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં ટેક કંપનીઓ વચ્ચે ટેલેન્ટ વોર ચાલી રહી છે અને મેટા આ જંગમાં સૌથી મોટા ખેલાડી તરીકે ઉભરી છે. માર્ક ઝકરબર્ગની આગેવાની હેઠળની આ કંપની તેના AI અને મશીન લર્નિંગ એન્જિનિયરોને રેકોર્ડબ્રેક પગાર આપી રહી છે. વર્ષ 2025 માં ફાઇલ કરાયેલા 5,800 થી વધુ વિઝા ડેટા દર્શાવે છે કે મેટામાં AI સ્પેશિયાલિસ્ટનો બેઝ સેલરી જ ₹3.7 કરોડ (4.4 લાખ ડોલર) ને પાર કરી રહ્યો છે, જેમાં બોનસ અને સ્ટોક્સનો સમાવેશ થતો નથી.

મેટાની આ વ્યૂહરચના તેને AI ક્ષેત્રે ગ્લોબલ લીડર બનાવવા માટે છે. કંપની માટે હવે કોડિંગ કરતા ‘ઇન્ટેલિજન્સ’ ની કિંમત વધુ છે. પછી તે જનરેટિવ AI હોય કે મશીન લર્નિંગ મોડલ, તેને બનાવનારા એન્જિનિયરોને મેટા રોકસ્ટારની જેમ ટ્રીટ કરી રહી છે.

- Advertisement -

મેટામાં AI એન્જિનિયરનો પગાર

મેટામાં AI અને મશીન લર્નિંગ (ML) એન્જિનિયરનો પગાર સામાન્ય સોફ્ટવેર એન્જિનિયરો કરતા ઘણો વધારે છે:

  • મશીન લર્નિંગ એન્જિનિયર: 1.65 લાખ ડોલર થી 4.4 લાખ ડોલર (આશરે ₹1.38 કરોડ થી ₹3.7 કરોડ) વચ્ચે બેઝ સેલરી.

  • રિસર્ચ એન્જિનિયર: મહત્તમ બેઝ પેકેજ 4 લાખ ડોલર (આશરે ₹3.35 કરોડ) સુધી પહોંચી રહ્યું છે.

મેનેજમેન્ટ અને ડેટા સાયન્સનો દબદબો

ફક્ત એન્જિનિયરો જ નહીં, પરંતુ ડેટા મેનેજ કરનારા લીડર્સની પણ મેટામાં ચાંદી છે:

- Advertisement -
  • ડેટા સાયન્સ મેનેજર: વાર્ષિક 2.48 લાખ થી 3.01 લાખ ડોલર (આશરે ₹2.08 કરોડ થી ₹2.52 કરોડ).

  • ડેટા સાયન્સ ડાયરેક્ટર: આ પગાર 3.2 લાખ ડોલર (આશરે ₹2.68 કરોડ) ને પાર કરી જાય છે.

સોફ્ટવેર એન્જિનિયરિંગનો મજબૂત પાયો

પરંપરાગત સોફ્ટવેર એન્જિનિયરિંગ રોલ્સમાં પણ મેટા સ્પર્ધાત્મક પગાર આપી રહી છે. અહીં સોફ્ટવેર એન્જિનિયરનો વાર્ષિક પગાર 1.2 લાખ ડોલર થી 4.8 લાખ ડોલર (આશરે ₹1 કરોડ થી ₹4 કરોડ) ની વચ્ચે હોઈ શકે છે. સિનિયર અને મેનેજમેન્ટ રોલ્સમાં પહોંચતા જ આ ગ્રાફ ઝડપથી ઉપર જાય છે.

ભારતમાં મેટાનો પગાર કેટલો છે?

ભારતમાં પણ મેટા (બેંગલુરુ, ગુરુગ્રામ) તેના એન્જિનિયરોને જબરદસ્ત પેકેજ આપે છે:

- Advertisement -
  • સિનિયર AI/ML એન્જિનિયર: ટોટલ પેકેજ (સેલરી + સ્ટોક્સ) વાર્ષિક ₹1 કરોડ થી ₹1.8 કરોડ વચ્ચે સરળતાથી પહોંચી જાય છે.

  • ફ્રેશર્સ: પેકેજ ₹30-45 લાખથી શરૂ થાય છે, જે અન્ય ભારતીય ટેક કંપનીઓ કરતા ઘણું વધારે છે.

ટોટલ કમ્પેન્સેશન (TC): સ્ટોક્સ અને બોનસનો જાદુ

એ સમજવું જરૂરી છે કે ઉપર જણાવેલા આંકડા માત્ર ‘બેઝ સેલરી’ છે. મેટા તેના એન્જિનિયરોને RSUs (Restricted Stock Units) તરીકે કંપનીના શેર અને મોટું બોનસ પણ આપે છે. એક અનુભવી AI એન્જિનિયરનું ‘ટોટલ કમ્પેન્સેશન’ (TC) વાર્ષિક ₹5 કરોડ થી ₹8 કરોડ સુધી પહોંચી શકે છે.

Share This Article