SBI SCO Recruitment 2026: SBI માં નોકરી મેળવવાની છેલ્લી તક! ૯૯૬ જગ્યાઓ પર SCO ની સીધી ભરતી, ફોર્મ ભરવાની તારીખ લંબાઈ, જલ્દી કરો અરજી

Arati Parmar
2 Min Read

SBI SCO Recruitment 2026: ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથે કામ કરવાની સુવર્ણ તક તમારી પાસે છે. ભારતીય સ્ટેટ બેંક (SBI) એ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) ભરતી 2025-26 માટે અરજી પ્રક્રિયાની તારીખ લંબાવી દીધી છે. જો તમે હજુ સુધી અરજી નથી કરી તો તરત જ કરી દો. હકીકતમાં પહેલા અરજી કરવાની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર 2025 સુધી હતી. પરંતુ હવે તેને વધારીને 10 જાન્યુઆરી, 2026 કરી દેવામાં આવી છે. જે ઉમેદવારો એસબીઆઈમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે, તેઓ સત્તાવાર વેબસાઇટ sbi.bank.in પર જઈને ઓનલાઇન ફોર્મ છેલ્લી તારીખ પહેલા જમા કરાવી દે. સરકારી નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ તક છે.

આ કારણે લંબાવવામાં આવી તારીખ

વેબસાઇટ પર વધુ ટ્રાફિક હોવાને કારણે ઉમેદવારોને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી હતી. એવામાં હવે અરજી કરવાની તારીખ વધારવામાં આવી છે, જેથી જે ઉમેદવારો ટેકનિકલ સમસ્યાઓના કારણે અરજી કરી શક્યા નથી તેઓ પોતાનું ફોર્મ ભરી શકે. જો તમે પણ અત્યાર સુધી ફોર્મ નથી ભરી શક્યા, તો તરત જ ભરી દો, છેલ્લી તારીખની રાહ ન જુઓ.

- Advertisement -

કેટલા પદો પર ભરતી કરવામાં આવશે?

ભારતીય સ્ટેટ બેંક (SBI) દ્વારા કુલ 996 પદો પર ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા હેઠળ વીપી વેલ્થ (SRM) ના 506, એવીપી વેલ્થ (RM) ના 206 અને કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટિવના 284 પદો ભરવામાં આવશે.

અરજી કરવાની પ્રક્રિયા શું છે?

  • અરજી કરવા માટે એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ sbi.bank.in પર જાઓ.

  • અહીં તમને અરજી કરવાની લિંક મળશે, તેના પર ક્લિક કરી દો. જો રજીસ્ટ્રેશન નથી કર્યું તો પહેલા રજીસ્ટ્રેશન કરાવી લો.

  • ત્યારબાદ ફોર્મની લિંક પર ક્લિક કરી ફોર્મ ભરો.

  • માંગવામાં આવેલી જાણકારી બરાબર ભરો.

  • લેટેસ્ટ ફોટોગ્રાફ, હસ્તાક્ષર સહિત જે જે દસ્તાવેજો માંગવામાં આવ્યા છે તેને અપલોડ કરો.

  • ત્યારબાદ અરજી ફીની ચુકવણી કરો.

Share This Article