Mumbai Metro Jobs for Engineers: મેટ્રો જોબ્સ 2026: મુંબઈ મેટ્રોમાં આસિસ્ટન્ટ અને જનરલ મેનેજર બનવાની તક, ₹2.80 લાખ સુધી પગાર, વય મર્યાદા 50 વર્ષથી વધુ

Arati Parmar
2 Min Read

Mumbai Metro Jobs for Engineers: મુંબઈ: સારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મુંબઈ મેટ્રોમાં વેકેન્સી બહાર પડી છે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL) એ જનરલ મેનેજર, જુનિયર એન્જિનિયર સહિત વિવિધ પદો માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. જે ઉમેદવારો મેટ્રોમાં નોકરી મેળવવા ઈચ્છે છે તેઓ સત્તાવાર વેબસાઈટ recruitment.mmrcl.com પર અરજી કરી શકે છે. ખાસ વાત એ છે કે જે ઉમેદવારોની ઉંમર 50 વર્ષથી વધુ છે, તેમને પણ અરજી કરવાની તક આપવામાં આવી રહી છે.

મુંબઈ મેટ્રો ભરતી 2026: પદ અને પગાર ધોરણ

- Advertisement -

પદનું નામપગાર (રૂપિયામાં)જગ્યાઓજનરલ મેનેજર (રોલિંગ સ્ટોક)1,20,000 – 2,80,00001આસિસ્ટન્ટ જનરલ મેનેજર (PST)70,000 – 2,00,00001ડેપ્યુટી એન્જિનિયર (સિવિલ/S&T)50,000 – 1,60,00002જુનિયર એન્જિનિયર-II (S&T)35,280 – 67,92001આસિસ્ટન્ટ (IT)-I34,020 – 64,31001

લાયકાત અને વય મર્યાદા

- Advertisement -

જનરલ મેનેજર: મહત્તમ વય 55 વર્ષ. ઈલેક્ટ્રિકલ/મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી અને 18 વર્ષનો અનુભવ જરૂરી.

આસિસ્ટન્ટ જનરલ મેનેજર: મહત્તમ વય 40 વર્ષ. ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી સાથે 7-10 વર્ષનો અનુભવ.

- Advertisement -

ડેપ્યુટી એન્જિનિયર: સિવિલ અથવા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશનમાં ડિગ્રી/ડિપ્લોમા અને સંબંધિત અનુભવ. મહત્તમ વય 35 વર્ષ.

આસિસ્ટન્ટ (IT): IT/કોમ્પ્યુટર સાયન્સમાં BE/B.Sc/BCA ની ડિગ્રી અને હાર્ડવેર/સોફ્ટવેરનું જ્ઞાન જરૂરી.

કેવી રીતે અરજી કરવી?

સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ recruitment.mmrcl.com પર જાઓ.

‘Careers’ સેક્શનમાં જઈને ‘MMRCL Recruitment Advertisement 2026-01’ પર ક્લિક કરો.

તમારા ઈમેલ અને મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરો.

ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને ફોટો, સહી, રિઝ્યુમ તથા પગાર સ્લિપ અપલોડ કરો.

સરકારી ક્ષેત્રના ઉમેદવારોએ નિર્ધારિત ફોર્મેટમાં અરજી સીનિયર ડેપ્યુટી જનરલ મેનેજર (HR), મુંબઈ મેટ્રો ઓફિસ, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, મુંબઈ ખાતે મોકલવાની રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ: 27 ફેબ્રુઆરી, 2026

Share This Article