NABARD Recruitment 2025: નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) એ 4 નવેમ્બર, 2025ના રોજ ગ્રેડ ‘A’ ભરતી 2025 માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ ભરતી પ્રક્રિયામાં વિવિધ શાખાઓમાં કુલ 91 આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 30 નવેમ્બર, 2025 સુધી NABARDની સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત
આસિસ્ટન્ટ મેનેજર (RDBS): ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. SC/ST/PwBD ઉમેદવારો માટે ઓછામાં ઓછા 55% માર્ક્સ નક્કી કરવામાં આવ્યા છે. માસ્ટર ડિગ્રી, CA/CS/ICAI ડિગ્રી, અથવા મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પણ માન્યું રહેશે.
આસિસ્ટન્ટ મેનેજર(કાનૂની સેવાઓ): ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી (LLB) હોવી આવશ્યક છે. SC/ST/PwBD ઉમેદવારો માટે ઓછામાં ઓછા 55% માર્ક્સ નક્કી કરવામાં આવ્યા છે.

