NABARD Specialist Recruitment 2026: નાબાર્ડમાં સ્પેશિયાલિસ્ટની 16 જગ્યાઓ માટે ભરતી, વાર્ષિક પગાર ₹40 લાખ સુધી

Arati Parmar
8 Min Read

NABARD Specialist Recruitment 2026: જાણો લાયકાત, અનુભવ, વયમર્યાદા અને અરજી કરવાની છેલ્લી તારીખ

NABARD Specialist Recruitment 2026: નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) ને વિવિધ ક્ષેત્રોમાં સ્પેશિયાલિસ્ટની જરૂર છે. આ માટે નવી ભરતીમાં લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે. નેટવર્ક સિક્યોરિટી એનાલિસ્ટ, લીડ ઑડિટર, IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ બેન્કિંગ સ્પેશિયાલિસ્ટ, સાયબર સિક્યોરિટી એનાલિસ્ટ જેવા પદો માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. આ અંગેની સત્તાવાર ખાલી જગ્યાઓની સૂચના નાબાર્ડ બેંકે પોતાની વેબસાઇટ http://www.nabard.org પર જાહેર કરી છે. ઑનલાઇન અરજી કરવાની પ્રક્રિયા પણ અહીં શરૂ થઈ ગઈ છે.

નાબાર્ડ સીધી રીતે દેશના ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોના વિકાસમાં મદદ કરે છે. આ બેંક ખેતી, નાના વ્યવસાયો અને રોજગારને પ્રોત્સાહન આપવાના હેતુથી લોકોને આર્થિક સહાય પણ પૂરી પાડે છે. આ જ બેંકે પોતાના બે વિભાગો માટે નવી ભરતી બહાર પાડી છે. ચીફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઑફિસ (CISO) અને ડિપાર્ટમેન્ટ ઑફ સુપરવિઝન (DoS)-CSITE માં વિવિધ સ્પેશિયાલિસ્ટની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. બેંક પોતાના મુંબઈ સ્થિત મુખ્ય કાર્યાલય માટે આ ભરતી કરી રહી છે.

નાબાર્ડની ખાલી જગ્યાઓ અને પગારનું પેકેજ

પદખાલી જગ્યાઓવાર્ષિક પગારનું પેકેજ
સિક્યોરિટી ઑપરેશન સેન્ટર (SOC) એનાલિસ્ટ03₹12-₹18 લાખ
ઇન્ફોર્મેશન સિક્યોરિટી એનાલિસ્ટ03₹12-₹18 લાખ
નેટવર્ક સિક્યોરિટી એનાલિસ્ટ01₹18-₹25 લાખ
એથિકલ હેકર અને પેનિટ્રેશન ટેસ્ટર01₹15-₹24 લાખ
લીડ ઑડિટર02₹35-₹40 લાખ
સાયબર એન્ડ નેટવર્ક સિક્યોરિટી સ્પેશિયાલિસ્ટ02₹30-₹35 લાખ
IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ બેન્કિંગ સ્પેશિયાલિસ્ટ02₹30-₹35 લાખ
સાયબર સિક્યોરિટી એનાલિસ્ટ02₹18-₹20 લાખ
કુલ16

નાબાર્ડ સ્પેશિયાલિસ્ટ ભરતી માટેની લાયકાત

  • સિક્યોરિટી ઑપરેશન સેન્ટર (SOC) એનાલિસ્ટ: કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન સાયન્સ, ઇલેક્ટ્રિકલ અથવા સાયબર સિક્યોરિટીમાં B.E./B.Tech. અથવા MCA અથવા કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, સાયબર સિક્યોરિટી, ઇન્ફોર્મેશન સિક્યોરિટી, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન સિસ્ટમ, સોફ્ટવેર એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે અનુસ્નાતક ડિગ્રી હોવી જોઈએ. CompTIA Security+, Certified Ethical Hacker અથવા સાયબર સિક્યોરિટી પ્રમાણપત્રોમાંથી કોઈ એક પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ. IT/સાયબર સિક્યોરિટીની ભૂમિકાઓમાં 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વયમર્યાદા 24થી 35 વર્ષ છે.
  • ઇન્ફોર્મેશન સિક્યોરિટી એનાલિસ્ટ: કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન સાયન્સ, ઇલેક્ટ્રિકલ અથવા સાયબર સિક્યોરિટીમાં B.E./B.Tech. કરેલું હોવું જોઈએ. MCA અથવા કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, સાયબર સિક્યોરિટી, ઇન્ફોર્મેશન સિક્યોરિટી, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન સિસ્ટમ, સોફ્ટવેર એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. CISA, CISM, CISSP અથવા ઇન્ફોર્મેશન સિક્યોરિટી, IT રિસ્ક, કમ્પ્લાયન્સ સંબંધિત ક્ષેત્રોમાંથી ઓછામાં ઓછું એક પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ. સંબંધિત ક્ષેત્રમાં 2થી 4 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વયમર્યાદા 24થી 25 વર્ષ છે.
  • નેટવર્ક સિક્યોરિટી એનાલિસ્ટ: કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન સાયન્સ, ઇલેક્ટ્રિકલ અથવા સાયબર સિક્યોરિટીમાં B.E./B.Tech. અથવા MCA અથવા કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, સાયબર સિક્યોરિટી, ઇન્ફોર્મેશન સિક્યોરિટી, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન સિસ્ટમ, સોફ્ટવેર એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે અનુસ્નાતક ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત CCMP Security અથવા નેટવર્ક/ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યોરિટીમાં પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ. IT ક્ષેત્રમાં 5 વર્ષનો અને લાયકાત મેળવ્યા પછી 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વયમર્યાદા 26થી 38 વર્ષ છે.
  • એથિકલ હેકર એન્ડ પેનિટ્રેશન ટેસ્ટર: માન્ય યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન સાયન્સ, ઇલેક્ટ્રિકલ અથવા સાયબર સિક્યોરિટીમાં B.E./B.Tech. ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. અથવા MCA અથવા કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, સાયબર સિક્યોરિટી, ઇન્ફોર્મેશન સિક્યોરિટી, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન સિસ્ટમ, સોફ્ટવેર એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં 60 ટકા ગુણ અથવા સમકક્ષ ગ્રેડ સાથે અનુસ્નાતક ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.

    CEH, OSCP, ECSA અથવા પેનિટ્રેશન ટેસ્ટિંગ/ઑફેન્સિવ સિક્યોરિટીમાંનું કોઈ એક પ્રમાણપત્ર હોવું જોઈએ. સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછા 2થી 4 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અરજદારની ઉંમર 25થી 35 વર્ષ હોવી જોઈએ.

  • લીડ ઑડિટર: કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSE), ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ (ECE), ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અથવા કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી પછી કમ્પ્યુટર સાયન્સ, IT અથવા ECE માં માસ્ટર્સ કરેલું હોવું જોઈએ. CISSP, ISO 27001 Lead Auditor, Lead Implementer અથવા CISA માંથી કોઈ એક પ્રમાણપત્ર હોવું જોઈએ. ઓછામાં ઓછા 8 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વયમર્યાદા 32થી 45 વર્ષ છે.
  • સાયબર એન્ડ નેટવર્ક સિક્યોરિટી સ્પેશિયાલિસ્ટ: કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSE), ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ (ECE) અથવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) માં B.E./B.Tech. અથવા કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી પછી કમ્પ્યુટર સાયન્સ, IT અથવા ECE માં માસ્ટર્સ કરેલું હોવું જોઈએ. CCMA, CCNP, CEH અથવા CISM માંથી કોઈ એક પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ. નેટવર્ક ઉપકરણો, સાયબર સિક્યોરિટી કન્સલ્ટિંગ, ISMS મેનેજમેન્ટ અથવા SOC/VAPT માં ઓછામાં ઓછા 6 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વયમર્યાદા 30થી 45 વર્ષ છે.
  • IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ બેન્કિંગ સ્પેશિયાલિસ્ટ: માન્ય યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSE), ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ (ECE) અથવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. અથવા કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી સાથે કમ્પ્યુટર સાયન્સ, IT અથવા ECE માં માસ્ટર્સ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. CISM, ISO અથવા PCI DSS માં પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ. આ સાથે ઓછામાં ઓછા 6 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વયમર્યાદા 30થી 45 વર્ષ છે.
  • સાયબર સિક્યોરિટી એનાલિસ્ટ: કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSE), ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ (ECE) અથવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) માં B.E./B.Tech. ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. અથવા કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી પછી કમ્પ્યુટર સાયન્સ, IT અથવા ECE માં માસ્ટર્સ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. CEH, ISO, ડેટાબેઝ પ્રમાણપત્ર અથવા ક્લાઉડ પ્રમાણપત્રોમાંથી કોઈ એક પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ. IT/સાયબર સિક્યોરિટીમાં ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

નાબાર્ડ ભરતીમાં પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગી માટે ઇન્ટરવ્યૂને પ્રાથમિકતા આપવામાં આવી છે. ખાલી જગ્યાઓની સંખ્યા પ્રમાણે 1:3ના પ્રમાણમાં ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે ટૂંકી યાદીમાં સામેલ કરવામાં આવશે. સરકારી, અર્ધસરકારી, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, રાષ્ટ્રીય બેંકો અથવા નાણાકીય સંસ્થાઓમાં કામ કરતા ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે ટૂંકી યાદીમાં પસંદ થાય તો તેમણે ઇન્ટરવ્યૂ સમયે NOC (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) આપવું પડશે. ઇન્ટરવ્યૂ સિવાય કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. પસંદ થયેલા ઉમેદવારોની નિમણૂક નાબાર્ડના મુંબઈ સ્થિત મુખ્ય કાર્યાલયમાં કરવામાં આવશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

નાબાર્ડની આ ભરતી માટે 9 ઑક્ટોબરથી ઑનલાઇન અરજીઓ શરૂ થઈ છે. ઉમેદવારો ફી ભરવાથી લઈને સંપૂર્ણ અરજીપત્રક ભરી શકે છે. અરજી કરવાની પ્રક્રિયા 26 ઑક્ટોબર સુધી ચાલુ રહેશે. માત્ર આ સમયગાળા દરમિયાન જ આ ભરતી માટે અરજી કરી શકાશે. SC/ST/PwBD ઉમેદવારોએ ₹150 અરજી ફી ભરવાની રહેશે. તેમના સિવાયના તમામ ઉમેદવારો માટે અરજી ફી ₹850 રાખવામાં આવી છે.

આ ભરતી કરાર આધારિત હશે. ઉમેદવારોની 2 વર્ષ માટે નિમણૂક કરવામાં આવશે, જેને ત્રીજા વર્ષ માટે પણ લંબાવી શકાશે.

Share This Article