NAINI Aerospace Recruitment: HAL ની પેટાકંપની NAEL માં નોકરીની સુવર્ણ તક, ૨૮ જગ્યાઓ માટે જાહેરાત

Arati Parmar
4 Min Read

NAINI Aerospace Recruitment: નવી નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે મોટું અપડેટ છે. પ્રયાગરાજની નૈની એરોસ્પેસ લિમિટેડ (NAEL) ને ઓપરેટર અને જુનિયર આસિસ્ટન્ટની જરૂર છે. આ માટે કંપની તરફથી અધિકૃત નોટિફિકેશન જાહેર કરીને યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઓફિશિયલ વેબસાઈટ www.nael.co.in પર એપ્લિકેશન પ્રોસેસ પણ શરૂ થઈ ચૂકી છે.

નૈની એરોસ્પેસ લિમિટેડ (NAEL) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ની પૂર્ણ સ્વામિત્વ ધરાવતી સહાયક કંપની છે. જે લોકોએ રક્ષા, એરોસ્પેસ અને હાઈ ટેક મેન્યુફેક્ચરિંગમાં કરિયર બનાવવું છે, તે અભ્યાર્થીઓ માટે આ સારી તક હોઈ શકે છે.

- Advertisement -

NAEL ભરતી ૨૦૨૬: વેકેન્સી કેટલી છે?

આ નવી ભરતી દ્વારા ફિટર, ઈલેક્ટ્રીશિયન, ઈલેક્ટ્રોનિક્સ મેકેનિક વગેરે ફિલ્ડમાં ઓપરેટર અને વિવિધ ક્ષેત્રમાં જુનિયર આસિસ્ટન્ટના પદ ભરવામાં આવશે. પોસ્ટ વાઈઝ પદોની સંખ્યા જોઈ લો:

- Advertisement -
પદનું નામકુલ પદ
ઓપરેટર એસએસ (ઈલેક્ટ્રોનિક્સ મેકેનિક FTE બેસિસ)૦૮
ઓપરેટર એસએસ (ફિટર FTE બેસિસ)૦૫
ઓપરેટર એસએસ (ઈલેક્ટ્રીશિયન FTE બેસિસ)૦૬
જુનિયર આસિસ્ટન્ટ (IMM)૦૩
જુનિયર આસિસ્ટન્ટ (HR)૦૨
જુનિયર આસિસ્ટન્ટ (Fin.)૦૨
જુનિયર આસિસ્ટન્ટ (IT)૦૨

નૈની પ્રયાગરાજમાં જોબ માટે યોગ્યતા

પદ અનુસાર તમામ પદો માટે અલગ-અલગ એલિજિબિલિટી માંગવામાં આવી છે.

- Advertisement -

ઓપરેટર એસએસ (ઈલેક્ટ્રોનિક્સ મેકેનિક FTE બેસિસ): માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ૧૦મી પાસની સાથે ૨ વર્ષનો ફુલ ટાઈમ રેગ્યુલર ITI (NTC) ઈલેક્ટ્રોનિક્સ મેકેનિકમાં કર્યો હોય.

ઓપરેટર એસએસ (ફિટર FTE બેસિસ): ૧૦મી પાસની સાથે ફુલ ટાઈમ ITI ફિટર ટ્રેડમાં કર્યો હોય.

ઓપરેટર એસએસ (ઈલેક્ટ્રીશિયન FTE બેસિસ): ૧૦મી કક્ષા ઉત્તીર્ણ કરવાની સાથે ઈલેક્ટ્રીશિયન ટ્રેડમાં ITI નું સર્ટિફિકેટ મેળવ્યું હોય.

જુનિયર આસિસ્ટન્ટ (IMM): માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાંથી ફુલ ટાઈમ બીકોમ/બીએસસીની ડિગ્રી મેળવી હોય. સાથે ૬ મહિનાનું કમ્પ્યુટર પ્રોફિશિયન્સી સર્ટિફિકેટ અથવા ફુલ ટાઈમ BCA કર્યું હોય.

જુનિયર આસિસ્ટન્ટ (HR): ફુલ ટાઈમ BA/BSC/BBA/BSW ની ડિગ્રી અને ટાઈપિંગ/કમ્પ્યુટરમાં ઓછામાં ઓછું ૬ મહિનાનું સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું હોય.

જુનિયર આસિસ્ટન્ટ (Fin.): B.Com/BBA ની ડિગ્રી સાથે ૬ મહિનાનું કમ્પ્યુટર પ્રોફિશિયન્સી સર્ટિફિકેટ મેળવ્યું હોય.

જુનિયર આસિસ્ટન્ટ (IT): ફુલ ટાઈમ BCA/BSC (કમ્પ્યુટર/IT) ની ડિગ્રી પૂરી કરી હોય. જે કેન્ડિડેટ્સે પાર્ટ ટાઈમ/કોરસ્પોન્ડન્સ/ડિસ્ટન્સ એજ્યુકેશન/ઈ-લર્નિંગ શૈક્ષણિક યોગ્યતા પૂરી કરી છે, તે અરજી કરવાને લાયક નહીં હોય.

NAEL જોબ્સ ૨૦૨૬: છેલ્લી તારીખ અને અન્ય વિગતો

કંપની: નૈની એરોસ્પેસ લિમિટેડ (NAEL)

પદ: ઓપરેટર અને જુનિયર આસિસ્ટન્ટ

પદોની સંખ્યા: ૨૮

ઓફિશિયલ વેબસાઈટ: www.nael.co.in

અપ્લાય કરવાની લાસ્ટ ડેટ: ૧૭ જુલાઈ ૨૦૨૬

ઉંમર: ૩૧ મે ૨૦૨૬ સુધી જનરલ/EWS કેટેગરીના અભ્યાર્થીઓની ઉપરની ઉંમર ૨૮ વર્ષ સુધી હોવી જોઈએ.

સિલેક્શન પ્રોસેસ: લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ એક્ઝામિનેશન

પોસ્ટિંગ: પસંદગી પામેલા ઉમેદવારોની પોસ્ટિંગ નૈની એરોસ્પેસ લિમિટેડ (NAEL) પ્રયાગરાજ, યુપીમાં થશે.

કાર્ય અવધિ: ૪ વર્ષ

સૅલરી કેટલી મળશે?

ઓપરેટર એસએસ ને બેઝિક પે, DA, HRA, મેડિકલ એલાઉન્સને ભેગા કરીને વાર્ષિક ૪.૫૬ લાખ CTC આપવામાં આવશે. જ્યારે જુનિયર આસિસ્ટન્ટને આશરે ₹૪.૯૬ લાખ વાર્ષિક CTC મુજબ વેતન મળશે. પ્રતિ માસ વેતન સિવાય અભ્યાર્થીને કેઝ્યુઅલ લીવ, કંપની યુનિફોર્મ, ખાવા, પગરખાં વગેરેનું એલાઉન્સ, ગ્રેચ્યુઈટી અને કંપનીની પોલિસી મુજબ અન્ય સુવિધાઓ પણ મળશે.

એપ્લિકેશન ફીની ડિટેલ્સ

નૈની એરોસ્પેસ લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ/OBC/EWS કેન્ડિડેટ્સે ૨૦૦/- રૂપિયા અરજી શુલ્ક જમા કરવાનો રહેશે. જ્યારે SC/ST/PH ઉમેદવાર નિઃશુલ્ક ફોર્મ અપ્લાય કરી શકે છે. ફીની પેમેન્ટ ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેન્કિંગ/UPI ના માધ્યમથી કરી શકાય છે.

Share This Article