NTA Recruitment 2024 : 40 વર્ષ સુધીના લોકો માટે સરકારી એજન્સીમાં નોકરી, 60000 રુપિયા પગાર મળશે

Arati Parmar
3 Min Read

Young Professional Vacancy 2024: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ યંગ પ્રોફેશનલ્સની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 60,000 રૂપિયાનો પગાર આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો તેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ યંગ પ્રોફેશનલ્સ માટે ભરતી (NTA Recruitment) બહાર પાડી છે. આ ઇચ્છુક ઉમેદવારો NTAની ઓફિશિયલ વેબસાઈટ nta.ac.in પર જઈને અરજી કરી શકે છે. તમે ઓફિશિયલ વેબસાઈટ પર જઈને આ ભરતી અંગેની વિગતો પણ જાણી શકો છો. આ ભરતી દ્વારા કુલ 20 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને 60 હજાર રૂપિયાનું વેતન ચુકવવામાં આવશે. જણાવી દઈએ કે, આ ભરતીમાં 40 વર્ષ સુધીની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

- Advertisement -

શું કામ કરવાનું રહેશે?

જો તમે NTA ની યંગ પ્રોફેશનલની ભરતીમાં પસંદગી પામો છો, તો તમને તમારી યોગ્યતાના આધારે 3 મુખ્ય કાર્ય ક્ષેત્રોમાં કામ કરવાની તક મળશે. જેમાં NTA એક્ઝામ્સ સંબંધિત કામ, ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ અને HR સાથે સંબંધિત કામનો સમાવેશ થાય છે.

- Advertisement -

જાણો તેની શૈક્ષણિક યોગ્યતા

NTA યંગ પ્રોફેશનલ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો પાસે BE, B.Tech, M. Tech, Msc, કમ્પ્યુટર સાયન્સ, MCA, MBA, LLB અથવા LLMમાંથી કોઈ એક ડિગ્રી હોવી જરૂરી છે. તેની સાથે જ સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે પાસ થયેલા હોવા જોઈએ. આ ઉપરાંત અભ્યાસ પૂર્ણ થયા બાદ ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

- Advertisement -

આ રીતે કરો અરજી

આ ભરતી માટે તમારે ઓનલાઇન એપ્લિકેશન ફીલ કરવાની રહેશે. NTA રિક્રુટમેન્ટ વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મની લિંક એક્ટિવ કરી દેવાઈ છે. અરજી કરવા માટે ઉમેદવારો NTAની વેબસાઈટ પર જઈ શકે છે.

કોન્ટ્રાકટ બેસીસ પર હશે નોકરી

આ નોકરી કોન્ટ્રાકટ બેસીસ પર છે, એટલે કે તમારું સિલેક્શન પરમેનેન્ટ નહીં હોય. પ્રથમ એક વર્ષમાં એજન્સીને તમારું કામ સંતોષકારક લાગશે તો તમને 3 વર્ષ સુધી એક્સ્ટેંશન મળવા પાત્ર રહેશે. તેમજ NTAની વેબસાઈટ પર વર્કિંગ અવર, ઓફિસ પોલિસી, લિવ પોલિસી અંગે માહિતી આપવામાં આવી છે. ભરતીમાં ભાગ લેવા માંગતા ઉમેદવારો તેને ડાઉનલોડ કરીને ચેક કરી શકે છે.

Share This Article