ભરતી, મેડિકલ ઓફિસર વર્ગ-2ની 1500થી વધુ નોકરીઓ

Reena Brahmbhatt
3 Min Read

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મેડિકલ ઓફિસર વર્ગ-2ની 1500થી વધુ નોકરીઓ, ₹ 53,000થી વધુ પગાર
GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત જીપીએસસીએ 1506 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, આરોગ્ય વિભાગ ભરતી : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ માટે ગુજરાત જાહેર સેવા આયોગે 2800 જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત જીપીએસસીએ 1506 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.

- Advertisement -

ગુજરાત જાહેર સેવા ભરતી અંતર્ગત આરોગ્ય વિભાગ ભરતી માટે મેડિકલ ઓફિસર વર્ગ 2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, નોકરીનો વિભાગ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, આરોગ્ય વિભાગ ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ
વિભાગ ગુજરાત સરકાર, આરોગ્ય વિભાગ
પોસ્ટ મેડિકલ ઓફિસર
વર્ગ વર્ગ-2 અધિકારી
એપ્લિકેશન મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 10-12-2024
ક્યાં અરજી કરવી? https://ojas.gujarat.gov.in/

- Advertisement -

આરોગ્ય વિભાગ ભરતી, પોસ્ટની વિગતો
કેટેગરી જગ્યા
બિન અનામ 394
આર્થિક રીતે નબળા વર્ગો 150
સા.શૈ.પ.વ. 641
અનુ.જાતિ. 117
અનુ.જન.જાતિ 204
કુલ 1506
શૈક્ષણિક લાયકાત
સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી (M.B.B.S.)ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ
ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું પુરતું જ્ઞાન હોવું જોઈએ
વય મર્યાદા
અરજી કરનાર ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઉમેર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

પગાર ધોરણ
આરોગ્ય વિભાગ ભરતી માટે મેડિકલ ઓફિસર વર્ગ 2 પર પસંદ પામેલા ઉમેદવારોને ₹ 53,100થી ₹ 1,67,800 પે મેસ્ટ્રીક્સ લેવલ – 9 મુજબ પગાર મળવા પાત્ર થશે.

- Advertisement -

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
નોટિફિકેશન
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, આરોગ્ય વિભાગ ભરતી માટે મેડિકલ ઓફિસર વર્ગ 2 પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

Share This Article