Success Story of Jay Chaudhry: HSBC હુરુન ગ્લોબલ ઇન્ડિયન્સ રિચ લિસ્ટ 2024માં ચોથા સ્થાને રહેલા જય ચૌધરી આજે ભરતીયો સહીત દુનિયાભરના લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. Zscalerના સંસ્થાપક અને CEO જય ચૌધરીની આ કહાની સાબિત કરે છે કે સંઘર્ષ અને મહેનતથી કોઈપણ ઊંચાઈને સ્પર્શી શકાય છે. હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના પનોહ ગામથી નીકળીને તેમણે 2,45,431 લાખ કરોડ રૂપિયાની કંપની ઉભી કરી છે. હુરુન લિસ્ટ અનુસાર, જય ચૌધરીની નેટવર્થ 1,02,700 કરોડ રૂપિયા છે.
1959માં હિમાચલ પ્રદેશના પનોહ ગામમાં જન્મેલા જય ચૌધરીનું બાળપણ મુશ્કેલીઓમાં વીત્યું હતું. ગામમાં વીજળી નહોતી અને અભ્યાસ માટે તેમને દીવાના અજવાળામાં અભ્યાસ કરવો પડતો હતો. સ્કુલ 4 કિમિ દૂર હતી અને તેઓ પોતાના ભાઈઓ સાથે ચાલીને સ્કુલે જતા-આવતા હતા.
અભ્યાસને લઈને જય ચૌધરી ખૂબ જ ઝનૂની હતા. તેઓ રાત્રે દીવાના અજવાળામાં ભણતા હતા. તેઓ દરેક સવાલનો જવાબ શોધીને જ માનતા હતા. સ્કૂલમાં જ્યારે અડધી રજા પડતી હતી ત્યારે બાકીના બાળકો રમતા હતા, પરંતુ જય પોતાના ટીચર પાસેથી કઈંક શીખતાં રહેતા હતા. તેમને સ્કુલ પૂર્ણ કર્યા બાદ બનારસ હિન્દૂ યુનિવર્સીટી (IIT BHU) ઇલેક્ટ્રોનિક્સ એન્જીનીયરીંગમાં સ્નાતક કર્યું.
સ્કોલરશિપથી અમેરિકામાં કર્યો અભ્યાસ
જય ચૌધરી ભણવામાં હોંશિયાર હતા. જેને લઈને તેમને અમેરિકાની યુનિવર્સીટી ઓફ સિનસિનાટીમાં MBA કરવા માટે સ્કોલરશીપ પણ મળી હતી, જેની મદદથી તેઓ વિદેશ જઈને અભ્યાસ કરી શક્યા. કહેવાય છે કે તેમને ટાટા કંપની તરફથી અભ્યાસનું ફંડિંગ મળ્યું હતું.
IBMમાં કરી નોકરી
જય ચૌધરીએ અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ IBM અને યુનિસિસ જેવી મોટી કંપનીઓમાં કામ કર્યું. 1996માં તેમણે પોતાની પત્ની જ્યોતિ સાથે મળીને સિકયોરઆઈટીની સ્થાપના કરી. જે બાદ 1997માં સીફરટ્રસ્ટની સ્થાના કરી, જેને બાદમાં વેરીસાઈને ખરીદી. જયે એરડિફેન્સ અને કોરહાર્બર જેવી કંપનીઓની પણ સ્થાપના કરી, જેને મોટોરોલા અને L&Tએ ખરીદી.
જય ચૌધરીએ 2008માં Zscalerની સ્થાપના કરી. આ કંપની સાયબર સિક્યોરિટીના સેક્ટરમાં કામ કરે છે અને આજે દુનિયાની 400થી વધુ પ્રમુખ કંપનીઓ તેની સર્વિસનો લાભ લે છે. 2018માં Zscalerનો IPO લોન્ચ થયો અને કંપની નાસ્ડેકમાં લિસ્ટ થઇ. કોવિડ-19 બાદ વર્ક ફ્રોમ હોમની વધતી જરૂરિયાતે કંપનીના ગ્રોથને નવી ઊંચાઈએ પહોંચાડી દીધો. ફોર્બ્સની યાદીમાં જયની કંપની Zscaler દુનિયાની 2000 ટોપ કંપનીઓમાં સામેલ છે.

