Success story of Vivek Chaand Sehgal: કહેવાય છે ને કે દરેક સફળ વ્યક્તિ ક્યારેક અસફળ પણ થયો હોય છે. એટલે કે સફળતાની યાત્રામાં અસફળતાની સીડી આવે જ છે. અહીં જ ભાગ્ય તમારી પરીક્ષા પણ લે છે. જો તમે પણ રસ્તા પર ટકેલા રહો તો સફળતા જરૂર મળે છે. જો ડરીને કે નિરાશ થઈને રસ્તો બદલી દો, તો તમે સફળતાની ઉંચાઈને સ્પર્શવાથી ચૂકી જશો. મોટાભાગના લોકો જયારે બિઝનેસ શરુ કરે છે, તો તેઓ શરૂઆતથી એ જ વિચારીને ચાલે છે કે તેમને બિઝનેસમાં લાભ થશે. પરંતુ હંમેશા આવું નથી થતું. જે લોકો હાર નથી માનતા અને અડગ રહે છે, તેઓ દુનિયામાં પોતાનું નામ બનાવે છે.
ઓસ્ટ્રેલિયામાં રહેતા સૌથી અમીર ભારતીય વિવેક ચંદ સહગલની વાર્તા (vivek chaand sehgal success story) પણ આવી જ છે. વિવેક મધરસન ગ્રુપના કો-ફાઉન્ડર છે. વર્ષ 1970ના દશકમાં તેમણે માત્ર 2500 રૂપિયા માસિક આવકથી શરૂઆત કરી હતી. હવે તેઓ 1,05,600 કરોડની એન્યુઅલ સેલિંગવાળી કંપનીની લીડરશીપ કરે છે. અહીં વિવેક ચંદ સહગલ (vivek chaand sehgal)ની આ યાત્રા વિશે જાણીશું.
નામી સ્કુલ અને કોલેજોમાંથી મેળવી શિક્ષા
વિવેક ચંદનો પરિવાર દિલ્હીનો હતો. તેમનો જન્મ પણ 28 સપ્ટેમ્બર, 1956ના રોજ દિલ્હીમાં થયો હતો. તેઓ ઝવેરી પરિવારમાંથી આવે છે, જેથી તેમને પૈસાની કોઈ કમી નહોતી. શિક્ષા પણ સારી જગ્યાએથી લીધી. તેમણે પિલાનીના બિરલા પબ્લિક સ્કુલથી શિક્ષણ મેળવ્યું અને દિલ્હી યુનિવર્સીટીમાંથી સ્નાતક થયા. તેમણે ચાંદીના બિઝનેસથી બિઝનેસની દુનિયામાં પગ મૂક્યો. જેમાં તેમણે એક વખતે 1 રૂપિયામાં 1 કિલો ચાંદી વેચી હતી.
વર્ષ 1975માં વિવેક ચંદે પોતાની માતા સ્વર્ણ લતા સહગલ સાથે મળીને મધરસન કંપનીની સ્થાપના કરી, જે શરૂઆતમાં ચાંદીનો બિઝનેસ કરતી હતી. જોકે, ચાંદીના બિઝનેસમાં ઘટાડો આવ્યો અને બિઝનેસમાં દેવું થવાની કગાર પર પહોંચી ગયો. પરંતુ વિવેક આ સમસ્યાથી પરેશાન ન થયા. તેમણે એક નવા સેક્ટરમાં પગલું ભરવાનો નિર્ણય લીધો, અને તે હતો કારના પાર્ટ્સ બનાવવાનો બિઝનેસ.
આજે વિવેક મધરસન ગ્રુપના સૌથી જરૂરી ભાગ સંવર્ધન મધરસન ગ્રુપના પ્રમુખ છે. આ કંપની ઓટોમોટિવ સેક્ટરમાં ગ્લોબલ પાવરહાઉસ તરીકે ઉભરી છે, જે દુનિયાના કેટલાક મોટા ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ માટે જરૂરી કાર પાર્ટ્સ બનાવે છે.
વિવેક ચંદ સહગલની કુલ સંપત્તિ
ફોર્બ્સે જાન્યુઆરી 2025 સુધી વિવેક ચંદ સહગલની કુલ સંપત્તિ 550 કરોડ ડોલર આંકી છે. વર્ષ 2021માં ફોર્બ્સની ભારતના સૌથી વ્યક્તિઓની યાદીમાં તેઓ 49માં સ્થાને હતા. બિઝનેસમાં તેમના યોગદાન માટે તેમને વર્ષ 2016માં પ્રતિષ્ઠિત EY આંત્રપ્રેન્યોર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

