Taskeen Khan UPSC Success Story: જો તમને કહેવામાં આવે કે, એક સારું કરિયર છોડીને UPSC જેવા અઘરા માર્ગની પસંદગી કરો તો 1 મિનિટ માટે તમે જરૂર વિચાર કરશો. પરંતુ આજે અમે આપને એક એવી સક્સેસ સ્ટોરી કહીશું જેમાં એક છોકરીએ પોતાની ગ્લેમરની દુનિયા છોડી, UPSC પરીક્ષા પાસ કરી અને આજે અધિકારી છે.
અમે વાત કરી રહ્યાં છીએ ગ્લેમરની ચકમદમકમાં પોતાનું નામ બનાવનાર તસકીન ખાનની, જેણે મિસ ઇન્ડિયા બનવાનું સપનું છોડીને સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી દીધી. દેહરાદૂનની રહેવાસી તસકીન ખાન અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર હતી.
પોતાની મહેનતના દમ પર તેણે અભ્યાસ બાદ મોડલિંગમાં પોતાનું કરિયર શરૂ કર્યું. તેણે ઘણી સૌંદર્ય સ્પર્ધાઓ જીતી, જેમાં મિસ દહેરાદૂન અને મિસ ઉત્તરાખંડના ખિતાબ પણ સામેલ છે. તેનું સપનું મિસ ઇન્ડિયા બનવાનું હતુ. પરંતુ ઘરની પરિસ્થિતિઓના કારણે તેના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું. તેને બ્યૂટી વિથ બ્રેનનું સચોટ ઉદાહરણ માનવામાં આવે છે.
જણાવી દઈએ કે, તેના પિતા નિવૃત થયા તો ઘરની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. એવા સમયે તસકીને મોટો નિર્ણય લીધો અને મોડલિંગની દુનિયા છોડીને પોતાનું સંપૂર્ણ ધ્યાન UPSCની તૈયારીમાં કેન્દ્રિત કર્યું અને કઠોર મહેનત કરવા લાગી.
તેણે UPSCની પરીક્ષા આપી, પરંતુ તે ત્રણ પ્રયત્નમાં નિષ્ફળ રહી. તેણે પોતાના ચોથા પ્રયત્ને UPSCની પરીક્ષા પાસ કરી. તસકીને ઓલ ઇન્ડિયામાં 736મો રેન્ક મેળવ્યો, પરિણામે તે સવિલ સર્વન્ટ છે. જાણકારી અનુસાર આજે તે ઇન્ડિયન રેલવે અકાઉન્ટ્સ સર્વિસ (IRAS)માં અધિકારી તરીકે કાર્યરત છે.

