5 Countries for MBBS Aborad: તબીબી અભ્યાસ માટે વિદેશ જવાનું ધીમે ધીમે ખૂબ લોકપ્રિય બની રહ્યું છે. યુક્રેનથી લઇને ફિલિપાઈન્સમાં ભારતીય વિદ્યાર્થીઓ એમબીબીએસ કરવા જઈ રહ્યા છે. MBBS શિક્ષણ આ દેશોમાં ભારત કરતાં સસ્તા દરે આપવામાં આવે છે, જેના કારણે આ દેશ ભારતીયોમાં લોકપ્રિય બન્યા છે.
ભારતમાં મેડિકલ એજ્યુકેશનમાં ઓછી સીટ્સ અને મોંઘી એજ્યુકેશન ફીના કારણે દર વર્ષે દેશના અસંખ્ય વિદ્યાર્થીઓ MBBS જેવી ડિગ્રીઓ માટે વિદેશ જાય છે. દેશમાં MBBSમાં એડમિશન માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેસ્ટ ટેસ્ટ (NEET) આપવો પડે છે અને આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે છે. દેશમાં 700 મેડિકલ કોલેજ છે, જ્યાં MBBSની 1.08 લાખ સીટ છે, જેમાં લગભગ 55 હજાર સીટ્સ સરકારી કોલેજમાં છે. આ સીટ્સ માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ સ્પર્ધા રહે છે.
આ વર્ષે 24 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી. સરકારી કોલેજોની ક્વોલિટી- સસ્તું એજ્યુકેશન અને ઓછી સીટ્સના કારણે ઘણા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકતું નથી. આ કારણે અમુક વિદ્યાર્થીઓ ગેપ યર લઇને બીજી કે ત્રીજા વખત NETT-UG આપે છે અથવા BAMS-BHMS જેવા કોર્સ લેવા પર મજબૂર થઇ જાય છે અથવા તો વિદેશમાં સસ્તા એજ્યુકેશન માટે રવાના થઇ જાય છે. 2023માં MBBSની 56,193 સરકારી સીટ્સ હતી, જ્યારે 11 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી.
જેમાં જોવા જઇએ તો 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ પાસે પ્રાઇવેટ મેડિકલ કોલેજનો ઓપ્શન રહે છે, જેમાં ફી 1થી 1.5 કરોડ રૂપિયા સુધી હોય છે. તો દુનિયામાં ઘણા એવા દેશ છે, જેમ કે રશિયા, જોર્જિયા, જર્મની, કઝાકિસ્તાન, યુક્રેન, ફિલીપાઇન્સમાં WHO, NMC, MCI જેવી ઇન્ટરનેશનલ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત ઇન્સ્ટીટ્યૂટ્સ છે. જેમાં ભારતથી ઓછા પૈસામાં MBBS કરી શકાય છે. આ કારણે અહીં ભારતના વિદ્યાર્થઈઓને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ તરીકે સારા અને સસ્તા ઓપ્શન મળી શકે છે. તો ચાલો જાણીએ MBBSના અભ્યાસ માટે બેસ્ટ દેશો વિશે.
રશિયા
ભારતમાંથી દર વર્ષે 20થી 25 હજાર વિદ્યાર્થીઓ રશિયામાં 6 વર્ષના MBBSના અભ્યાસ માટે જાય છે. વ્યાજબી અને ક્વોલિટી મેડિકલ એજ્યુકેશન માટે સ્ટુડન્ટ્સ અહીં જવાનું પસંદ કરે છે. યૂરોપના મેડિકલ કોલેજોની સરખામણીમાં અહીં ફી (2થી 5 લાખ રૂપિયા વાર્ષિક) ખૂબ ઓછી છે.
ફિલીપાઇન્સ
સાઉથ-ઇસ્ટ એશિયાનો આ દેશ ભારતીય સ્ટુડન્ટ્સ માટે 6 વર્ષના MBBSના અભ્યાસ માટે સસ્તો, સારો અને સરળ ઓપ્શન છે. જોકે, ક્વોલિટી ઇન્સ્ટીટ્યૂટ શોધવા માટે રીસર્ચ ખૂબ જરૂરી છે. અહીં સંપૂર્ણ કોર્સ માટે ફી માત્ર 15થી 25 લાખ રૂપિયા છે. મોટા પ્રમાણમાં ભારતીય વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે જાય છે.
યુક્રેન
આ દેશ ભારતીય વિદ્યાર્થીઓ માટે સરળ અને સારી ચોઇસ છે. જોકે, યુક્રેન-રશિયા યુદ્ધ બાદ સ્થિતિઓ ખાસ સારી નથી. 15થી 20 લાખ રૂપિયાની વાર્ષિક ફી સાથે અહીંના સરકારી ઇન્સ્ટીટ્યૂટ ખાસ કરીને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે ખૂબ સારો ઓપ્શન છે.
જોર્જિયા
મેડિકલ સ્ટડીઝ માટે આ દેશ તે વિદ્યાર્થીઓમાં ખબૂ પોપ્યુલર છે, જેઓ વધારે ફી આપીને યૂરોપમાંથી MBBS કરવા ઇચ્છે છે. અહીં NEET જેવી અઘરી પરીક્ષાઓનું પ્રેશર નથી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ અને સુવિધાઓની ક્વોલિટી ખૂબ સારી છે. અભ્યાસનો ખર્ચ પણ 2થી 5 લાખ રૂપિયા વાર્ષિક આવે છે.
ચીન
જે વિદ્યાર્થીઓને ભારતમાં સરકારી સીટ્સ નથી મળી શકતી, તેમના માટે ચીન એક સારો ઓપ્શન છે. MBBS માટે દર વર્ષે ચીનમાં 12થી 15 હજાર વિદ્યાર્થીઓ જાય છે. અહીં પણ અભ્યાસનો ખર્ચ 15થી 25 લાખ રૂપિયાની વચ્ચે છે.

