રાજકોટઃ આગમાં પુત્રના મોત બાદ પિતાનું પણ મોત, પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો.

Reena Brahmbhatt
1 Min Read

TRP ગેમઝોન પર વિશ્વરાજસિંહ જાડેજાનો પ્રથમ દિવસ નોકરી પર

રાજકોટ TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દરમિયાન વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ આગમાં પુત્રને ગુમાવનાર પિતાનું મોત થયું છે. પુત્ર ગુમ થતા જસુભા જાડેજાનું અવસાન થયું છે. તેમના પુત્ર વિશ્વરાજસિંહ જાડેજાનું આગમાં મૃત્યુ થયું હતું. પુત્રના મોતથી વ્યથિત પિતાએ પુત્રના નામનું રટણ કરતા આપઘાત કર્યો હતો. આગમાં પુત્રના મોત બાદ પિતાના મોતથી પરિવાર પર દુ:ખનો પહાડ આવ્યો હતો.

- Advertisement -

taj express fire

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગમાં વિશ્વરાજસિંહ જાડેજાનું મોત થયું હતું. વિશ્વરાજસિંહ જાડેજાનો TRP ગેમઝોનમાં નોકરી પરનો પ્રથમ દિવસ હતો જ્યારે એક વિશાળ આગ ફાટી નીકળી હતી, પરિણામે તેમનું મૃત્યુ થયું હતું. આશાસ્પદ વિશ્વરાજસિંહ જાડેજાના નિધનથી તેમનો પરિવાર ઘેરા શોકમાં છે. પુત્રના મૃત્યુથી પિતા જસુભા હેમુભા જાડેજાને ઘેરો શોક લાગ્યો હતો અને તબિયત પણ લથડી હતી. દરમિયાન જસુભા જાડેજા છેલ્લા બે દિવસથી પુત્રનું નામ યાદ કરી રહ્યા હતા. પુત્રથી અલગ થવાને કારણે પિતાએ પણ જીવ ગુમાવ્યો છે. પુત્ર અને પિતાના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ છે.

- Advertisement -
Share This Article