Job Cuts Report: 5 વર્ષમાં 2.4 કરોડ નોકરીઓ ખતમ થવાની આશંકા, દર વર્ષે 3.12 લાખ કર્મચારીઓની છટણી? નવી રિપોર્ટથી ચિંતા વધી

Arati Parmar
4 Min Read
Job Cuts Report

AIના કારણે આગામી 5 વર્ષમાં 2.4 કરોડ નોકરીઓ જોખમમાં, અમેરિકામાં સૌથી વધુ અસર થવાની JP Morganની આગાહી

Job Cuts Report: દુનિયાભરમાં પરિવર્તનનો દોર ચાલી રહ્યો છે. ટેક્નોલોજી, બેન્કિંગ, ફાઇનાન્સ, મીડિયા અને કોર્પોરેટ સહિતના અનેક ક્ષેત્રોમાં કામ કરવાની રીત ઝડપથી બદલાઈ રહી છે. આ દરમિયાન સામે આવેલા એક રિપોર્ટથી લાખો કર્મચારીઓની ચિંતા વધી છે. JP Morganના તાજેતરના રિપોર્ટમાં આગામી 5 વર્ષમાં 2.4 કરોડ નોકરીઓ ખતમ થવાની આગાહી કરવામાં આવી છે.

દર વર્ષે AIના કારણે 3.12 લાખ નોકરીઓ પર અસર થશે

JP Morganના રિપોર્ટમાં આગામી 5 વર્ષમાં 2.4 કરોડ નોકરીઓ ખતમ થવા પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને કારણ ગણાવવામાં આવ્યું છે. રિપોર્ટના અંદાજ મુજબ, આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે દુનિયાભરના નૉલેજ વર્કફોર્સના આશરે 1.3 ટકા લોકો પર અસર થઈ શકે છે. એટલે કે દર વર્ષે આશરે 3.12 લાખ કર્મચારીઓની છટણી થઈ શકે છે.

- Advertisement -

આશરે 3.12 લાખ કર્મચારીઓની છટણીનો અંદાજ એ ધારણાના આધારે લગાવવામાં આવ્યો છે કે કંપનીઓ AI પાછળ થનારા કુલ સંભવિત ખર્ચનો અડધો હિસ્સો એવા કામો માટે વાપરશે, જે અગાઉ કર્મચારીઓ કરતા હતા.

JP Morgan Wealth Managementના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીઓ કર્મચારીઓને નોકરીએ રાખવાને બદલે AI પર વધુ વિશ્વાસ કરી રહી છે. તેની કિંમત ત્યાં કામ કરતા કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવીને ચૂકવવી પડી શકે છે. કર્મચારીઓની સંખ્યા આશરે અડધી થઈ જવાની આશંકા છે.

- Advertisement -

નવી ભરતી પર પણ ખરાબ અસર પડશે

એક તરફ રિપોર્ટમાં દર વર્ષે 3 લાખથી વધુ અને પાંચ વર્ષમાં 2.4 કરોડ કર્મચારીઓની નોકરી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, નવી ભરતી પર પણ નકારાત્મક અસર થવાનો સંકેત આપવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, AIના કારણે થનારા મોટા ભાગના ફેરફારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાને બદલે ખાલી જગ્યાઓ પર નવી ભરતી ન કરવાના સ્વરૂપમાં જોવા મળી શકે છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ ચોક્કસ કામ અથવા વિસ્તારમાં તેની અસર વધારે થઈ, તો આર્થિક અને રાજકીય દબાણ વધી શકે છે.

- Advertisement -

સૌથી વધુ અમેરિકાના કર્મચારીઓની નોકરી જશે: રિપોર્ટ

JP Morganના આ રિપોર્ટમાં આગામી પાંચ વર્ષમાં સૌથી વધુ અસરગ્રસ્ત થનારા દેશ તરીકે અમેરિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમેરિકામાં તેની સૌથી વધુ અસર જોવા મળી શકે છે. પાંચ વર્ષમાં ખતમ થનારી આશરે 2.4 કરોડ નોકરીઓમાંથી લગભગ બે તૃતીયાંશ એટલે કે આશરે 1.6 કરોડ નોકરીઓ અમેરિકાના કર્મચારીઓની હશે. દર વર્ષે આશરે 30 લાખ નોકરીઓ પર અસર પડશે.

રિપોર્ટમાં જણાવાયું છે કે આ દર વર્ષે કુલ વર્કફોર્સના આશરે 2 ટકા જેટલું હશે, જે 2000ના દાયકામાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નોકરીઓ ગુમાવવાની ગતિ કરતાં ચાર ગણું વધારે છે. આ અસર ગ્રેટ રિસેશન દરમિયાન નોકરીઓ ગુમાવવાના દરની નજીક પહોંચી શકે છે, પરંતુ તે બે વર્ષને બદલે પાંચ વર્ષ સુધી ચાલુ રહી શકે છે.

આ કર્મચારીઓ પર AIનું જોખમ વધારે

AIની સૌથી વધુ અસર ડિજિટલ અને ડેટા આધારિત કામ કરતા કર્મચારીઓ પર થવાની શક્યતા છે. તેમાં ડેટા એન્ટ્રી અને ડેટા પ્રોસેસિંગ, સામાન્ય રિપોર્ટ અને દસ્તાવેજો તૈયાર કરવા, પ્રાથમિક કસ્ટમર સપોર્ટ, પ્રારંભિક સ્તરનું રિસર્ચ, નિયમિત એકાઉન્ટિંગ અને વહીવટી કામ, સામાન્ય કન્ટેન્ટ અને લખાણ તૈયાર કરવા જેવા કામોનો સમાવેશ થાય છે.

જોકે, રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓની છટણીની સાથે કૌશલ્ય વિકસાવવા પર ધ્યાન આપનારા લોકોને વધુ તકો મળી શકે છે.

મોટા પાયે છટણીની વાત પહેલીવાર સામે આવી નથી. તાજેતરમાં બિઝનેસ અને ટેક્નોલોજી ઇનસાઇટ્સ કંપની ‘ગાર્ટનર’ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે AIના કારણે દુનિયાભરમાં 89 લાખ નોકરીઓ ખતમ થઈ શકે છે. રિપોર્ટમાં એ પણ જણાવાયું હતું કે AI સાથે જોડાયેલા વ્યાવસાયિક નિર્ણયોએ ભરતીની પદ્ધતિઓને પહેલેથી જ અસર કરવાનું શરૂ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી છટણીનો દોર અટકવાનું નામ લઈ રહ્યો નથી. Layoffs.fyiના આંકડા અનુસાર, 4 વર્ષ અને 11 મહિનામાં માત્ર ટેક કંપનીઓમાં કુલ 8,50,628 લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. આ વર્ષોમાં સૌથી વધુ 2,65,660 નોકરીઓ વર્ષ 2024માં ગઈ હતી.

Share This Article