Actress assault allegation ex-boyfriend: અભિનેત્રીના ગંભીર આક્ષેપ: એક્સ બોયફ્રેન્ડે ચહેરા પર મુક્કો અને પેટમાં લાતો મારી

Arati Parmar
2 Min Read

Actress assault allegation ex-boyfriend: મલયાલમ ટેલિવિઝન એક્ટ્રેસ જસીલા પરવીન ફરી એક વાર ચર્ચામાં છે. તેણે તેના એકસ બોયફ્રેન્ડ પર મારામારીનો આરોપ લગાવ્યો છે. તેણે આ ટ્રોમાનો ખુલાસો તેના ઇન્સ્ટા પર પોસ્ટ કરી જણાવ્યું હતું. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે તેના એકસ બોયફ્રેન્ડે તેના ચહેરા પર પંચ માર્યો હતો જેના કારણે તેણે પ્લાસ્ટિક સર્જરી કરવાની ફરજ પડી હતી.

જસીલાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક્સ બોયફ્રેન્ડને એક્સપોઝ કરીને જણાવ્યું કે કેવી રીતે તેના પર એક્સ બોયફ્રેડે હુમલો કર્યો હતો. તેણે તેની પોસ્ટમાં તેના ચહેરા પર થયેલી ઇજાનો ફોટો પણ શેર કર્યો હતો. એક ચાહકે જસીલાને જણાવ્યું કે આ ક્યારે થયું. તેણે કહ્યું આ ઘટના ન્યૂ યરની પાર્ટી પછી થઈ હતી.

- Advertisement -

પેટ પર બે વાર લાત મારી

જસીલાએ લખ્યું કે,’ 31 ડિસેમ્બરે ન્યૂયરની પાર્ટી પછી મેરી ડોન થોમસ સાથે વિવાદ થયો હતો. જ્યારે બાદ તેણે બે વાર મારા પેટ પર લાત મારી હતી, મારા ચહેરા પર ઘણી વાર પંચ માર્યો જેના કારણે મારા ચહેરાને નુકસાન પહોંચ્યું હતું. જેના કારણે મને પ્લાસ્ટિક સર્જરીની જરૂર પડી હતી. શરૂઆતમાં તે મને હોસ્પિટલથી લઈ જવા માટે ના પાડી રહ્યો હતો. ત્યાર બાદ મે મારી પરિસ્થિતિને લઈને ખોટી વાત કરી ત્યારે તે મને લઈ જવા તૈયાર થયો. હોસ્પિટલ જઇને તેણે પણ તે જ ખોટું કહ્યું. અમુક દિવસો પછી મે ફરિયાદ દાખલ કરી. જેનો કેસ હજી સુધી ચાલી રહ્યો છે.

- Advertisement -

બ્રેકઅપ પછી ફરી રિલેશનશિપ ઈચ્છતો હતો

જસીલાએ તેના પોસ્ટમાં તેના મેન્ટલ હેલ્થ વિશે જણાવ્યું. તેણે જણાવ્યું કે, ‘ મારૂ 10 કિલો વજન ઘટી ગયું હતું. હું ખાઈ નથી શકતી અને ઊંઘી પણ નથી શકતી અને અરીસામાં હું પોતાને ઓળખી પણ નથી શકતી.’

- Advertisement -

સર્જરીને લઇને તેણે જણાવ્યું કે, ‘સર્જરીના કારણે મારા ચહેરા પર ટાંકા દેખાય છે, પણ તે મારા જીવનમાં પાછો આવા ઇચ્છતો હતો. જાણે કે કંઈ બન્યું જ ન હોય. મેં તેણે છેલ્લી તક પણ આપી. અને મેં તેને માફીનામું આપવા કહ્યું પણ પ્રામાણિકતાને બદલે, તેણે જામીન અને કોર્ટનો માર્ગ પસંદ કર્યો.’

Share This Article