Mahira Sharma REACTS : માહિરા શર્માએ ક્રિકેટર સિરાજ સાથેના અફેરની અફવા પર તોડ્યું મૌન

Arati Parmar
1 Min Read

Mahira Sharma REACTS : એક્ટ્રેસ માહિરા શર્માએ તેનું અફેર ક્રિકેટર મોહમ્મદ સિરાજ સાથે ચાલતું હોવાની અફવાઓ ફગાવી છે. તેણે કહ્યું હતું કે લોકો ગમે તેની સાથે તેનું નામ જોડી દ ેછે અને ચર્ચાઓ કર્યા કરે છે. તેના પર પોતાનો કોઈ કન્ટ્રોલ નથી અને આવી વાતોથી તેને કોઈ ફરક પણ પડતો નથી.

માહિરાએ હાલમાં એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તે ક્રિકેટર મોહમ્મદ સિરાજને ડેટ નથી કરી રહી. તેમજ તેને અટકળો પર રિએકશન આપવું પણ પસંદ નથી.

- Advertisement -

જોકે, એક વાત એવી પણ છે કે, બન્ન જણા પોતાના સંબંધને હાલ ખાનગી રાખવા માંગવા માંગે છે. તેઓ હાલ એકબીજાને વધુ સમજી રહ્યાં છે. માહિરા અને ક્રિકેટર મોહમ્મદ સિરાજ ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા ૨૦૨૩થી થઇ રહી છે. પરંતુ આ વાતને વેગ નવેમ્બર ૨૦૨૪માં સિરાજે માહિરાની એક પોસ્ટને લાઈક કરી તે પછી બંને વચ્ચે થયેલાં ઈન્ટરક્શન બાદ મળ્યો છે.

- Advertisement -
Share This Article