હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ ગોવિંદાએ મીડિયા સાથે વાત કરી હતી.
મુંબઈ બોલિવૂડ એક્ટર ગોવિંદા, જેને પોતાના જ ઘરમાં અચાનક લાયસન્સવાળા હથિયારથી ગોળી મારી દેવામાં આવી હતી, તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી બહાર આવતા જ ગોવિંદાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ગોવિંદા વ્હીલચેર પર બેઠેલો જોવા મળી રહ્યો છે. પાપારાઝીએ હોસ્પિટલની બહાર ગોવિંદાનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ ગોવિંદાએ મીડિયા સાથે વાત કરી હતી. ગોવિંદાએ ચાહકોનો આભાર માન્યો અને કહ્યું, “જેઓએ અમારા માટે પ્રાર્થના કરી તેમનો આભાર.”

અહેવાલ છે કે ગોવિંદાના પગમાં 8-10 ટાંકા આવ્યા છે. તેથી, તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવા છતાં, તેણે ઓછામાં ઓછા આગામી 3-4 મહિના સુધી આરામ કરવો પડશે. ડૉક્ટર અગ્રવાલે કહ્યું છે કે તેઓ થોડા મહિનાઓ સુધી પોતાના પગ પર વધારે વજન નથી મૂકી શકશે. પોલીસે આ કેસમાં ગોવિંદાની પણ પૂછપરછ કરી છે. પોલીસ તેમના જવાબથી સંતુષ્ટ ન હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસને શંકા છે કે ગોવિંદાએ જ રિવોલ્વરનું ટ્રિગર દબાવ્યું છે. અન્ય અનેક સવાલોના જવાબ પોલીસને મળ્યા નથી. જે રીતે ઘટના બની તે પોલીસ માની શકતી નથી તેથી હવે રજા મળ્યા બાદ પોલીસ ફરી ગોવિંદાની પૂછપરછ કરવા જઈ રહી છે.
નોંધનીય છે કે 1 ઓક્ટોબર મંગળવારના રોજ ગોવિંદા તેના લાયસન્સવાળા હથિયારથી અચાનક ફાયરિંગને કારણે ઘાયલ થયો હતો. ગોળી તેના પગમાં વાગી હતી. ઈજાગ્રસ્ત ગોવિંદાને મુંબઈના અંધેરીની ક્રિટીકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરે સર્જરી કરીને અભિનેતાના પગમાંથી ગોળી કાઢી નાખી છે. આ પછી ગોવિંદાને થોડા દિવસો સુધી સારવાર માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. આખરે ચાર દિવસ બાદ આજે ગોવિંદાને રજા આપવામાં આવી છે.

