Asit Modi Dilip Joshi fight: તારક મહેતા શોમાં અસિત મોદી-દિલીપ જોશીનો હૉંગકૉંગ ઝઘડો

Arati Parmar
2 Min Read

Asit Modi Dilip Joshi fight: દેશભરમાં લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણાં વર્ષોથી દર્શકોને મનોરંજન પૂરું પાડી રહી છે. આ સીરિયલના ડિરેક્ટર અસિત મોદી અને સીરિયલમાં કામ કરી ચૂકેલા પૂર્વ કલાકાર વચ્ચે ઘણાં વિવાદો પણ સર્જાઈ ચૂક્યા છે. અમુક કલાકારોએ આ સીરિયલ છોડી દીધી છે, પરંતુ જેઠાલાલનું પાત્ર ભજવનારા દિલીપ જોશી શરૂઆતથી આ સીરિયલમાં કામ કરે છે. ઘણાં ઓછા લોકો જાણતા હશે કે શૉના નિર્માતા અસિત મોદી અને દિલીપ જોશી વચ્ચે ફણ ઝઘડો થઈ ચૂક્યો છે. એ ઝગડો એવો હતો કે બંને એકબીજાને મારવા ઉતરી આવ્યા હતા. આમ છતાં તેઓ હજુ સાથે કામ કરી રહ્યા છે.

રોશન સિંહનું પાત્ર ભજવનારી જેનિફર મિસ્ત્રીનો ઘટસ્ફોટ 

- Advertisement -

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહની ભૂમિકા ભજવી ચૂકેલી શોની પૂર્વ અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ એક ઈન્ટરવ્યૂમાં આ વાત કરી છે. તેણે કહ્યું કે, ‘અસિત મોદી અને દિલીપ જોશી વચ્ચે હૉંગકૉંગમાં શૂટિંગ દરમિયાન જોરદાર ઝગડો થયો હતો. હૉંગકૉંગમાં લોકોની વચ્ચે બરાડા પાડીને બંને એકબીજા સાથે લડ્યા હતા. તે બંનેનો ઝગડો ચરમસીમાએ પહોંચી ગયો હતો. દિલીપ જોશીએ તો અસિત મોદીનો કોલર પકડી લીધો હતો.’

અસિત મોદીની કેમિયો કરવાની લાલચ બની ઝઘડાનું કારણ 

જેનિફરે આગળ જણાવ્યું કે, ‘અસિત મોદીને દર થોડા એપિસોડ પછી કેમિયો કરવાની લાલચ થતી હતી. હૉંગકૉંગના શૂટિંગમાં પણ તે દયા ભાભીને મળવા જશે તેવો સીન કરવા માંગતો હતો. હવે અસિત મોદી કોઈ પણ એપિસોડમાં અચાનક આવી જતા હોવાથી ઘણાં કલાકારોને એ પસંદ નહોતું પડતું. ત્યારે દિલીપ જોશીએ અસિત મોદીને ગુસ્સામાં કહ્યું હતું કે ‘તમે વારંવાર કેમ એપિસોડની વચ્ચે આવી રહ્યા છો?’ આ વાત સાંભળતા જ અસિત મોદીએ કહ્યું હતું કે, ‘મેં ગોકુલધામના લોકોને બનાવ્યા છે.’ બસ, આ મુદ્દે અસિત મોદી અને દિલીપ જોશી વચ્ચે ઝગડો થયો હતો’.

Share This Article