Dhanashree Verma Chahal Divorce: ધનશ્રી વર્માનો ‘રાઇઝ એન્ડ ફૉલ’માં ખુલાસો: યુઝવેન્દ્ર ચહલને લગ્નના માત્ર બે મહિના પછી પકડી કાઢ્યો, એલિમેની ન માંગવાનો પણ કર્યો ખુલાસો

Arati Parmar
3 Min Read

Dhanashree Verma Chahal Divorce: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની એક્સ-વાઇફ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા હાલમાં ‘રાઇઝ એન્ડ ફૉલ’ નામના શોમાં જોવા મળી છે. આ શોમાં તેણે પોતાના લગ્નથી લઈને છૂટાછેડા સુધીના અનેક રહસ્યો ખોલ્યા છે. હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે ફરી એકવાર યુઝવેન્દ્ર ચહલ વિશે વાત કરતી જોવા મળી છે અને આ દરમિયાન તેણે એ પણ જણાવ્યું કે લગ્નના માત્ર બે મહિના પછી જ તેણે ક્રિકેટરને ચીટિંગ કરતો રંગે હાથ પકડી પાડ્યો હતો.

ધનશ્રીએ કર્યો ખુલાસો

- Advertisement -

‘રાઇઝ એન્ડ ફૉલ’ના એક એપિસોડમાં ધનશ્રી વર્મા શોની અન્ય સ્પર્ધક કુબ્રા સાથે ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરતાં વાતચીત કરી રહી છે. આ દરમિયાન કુબ્રાએ તેને સવાલ કર્યો કે, ‘તમને ક્યારે ખબર પડી કે આ સંબંધ ચાલી નહીં શકે, કે હવે આ મુશ્કેલ બની ગયું છે?’

તેના જવાબમાં ધનશ્રીએ કહ્યું, ‘પહેલા વર્ષે… બીજા મહિનામાં મેં તેને પકડી પાડ્યો હતો.’ આ સાંભળીને કુબ્રાએ કહ્યું કે, ‘ક્રેઝી બ્રો,’ તો ધનશ્રીએ પણ સહમતિ આપી અને ‘ક્રેઝી બ્રો’ કહ્યું.

એલિમેની વિશે પણ કરી હતી સ્પષ્ટતા

આ પહેલાં એક અન્ય એપિસોડમાં ધનશ્રી વર્માએ એ વાત પણ સ્પષ્ટ કરી હતી કે તેણે કોઈ પણ પ્રકારની એલિમેની (ભરણપોષણની રકમ) માંગી નહોતી. આ વિશે જે પણ દાવા કરવામાં આવ્યા હતા, તે સંપૂર્ણપણે ખોટા હતા. અમારા છૂટાછેડાને એક વર્ષ થવા આવ્યું છે. બધું જ ઝડપથી થયું, કારણ કે બંનેની પરસ્પર સહમતિ હતી. તેથી, જ્યારે લોકો એલિમેનીની વાત કરે છે, તો તે તદ્દન ખોટું છે.

ફરીથી પ્રેમ નથી કરવા માંગતી ધનશ્રી

આ જ શોમાં વધુ વાત કરતા ધનશ્રીએ કહ્યું હતું કે, ‘હું હવે મારી લાઇફમાં કોઈ અન્ય વ્યક્તિને નથી ઈચ્છતી. મેં મારા સંબંધમાં ઘણું બધું સહન કર્યું છે. હું દુનિયાભરની મહિલાઓ માટે એક ઉદાહરણ બનવા માંગું છું કે તમે છૂટાછેડા પછી પણ ખુશ રહી શકો છો અને સારું કામ કરી શકો છો.’

અંગત જીવન અને કરિયર

ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલે ડિસેમ્બર 2020માં લગ્ન કર્યાં હતાં. જોકે, લગ્નના થોડા જ સમય બાદ તેમના સંબંધોમાં મતભેદોના સમાચાર સામે આવવા લાગ્યા. આખરે, 2025માં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો અને 20 માર્ચે ઔપચારિક રીતે તેમના છૂટાછેડા થઈ ગયા.

કરિયરની વાત કરીએ તો, ધનશ્રી વર્મા એક ડેન્ટિસ્ટ, કોરિયોગ્રાફર, ડાન્સર અને યુટ્યુબર છે. તેણે પોતાની આવડતથી ‘ઝલક દિખલા જા 11’ શોના ફાઇનલિસ્ટ સુધીની સફર ખેડી હતી અને યુટ્યુબ પર તેમના ડાન્સ વીડિયો દ્વારા લાખો ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું છે.

Share This Article