‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ના ચાહકો માટે સારા સમાચાર
મુંબઈ કપિલ શર્મા અત્યારે કોમેડીની દુનિયામાં સૌથી આગળ છે. તેણે ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ શર્મા’ દ્વારા ઘણા વર્ષો સુધી દર્શકોનું મનોરંજન કર્યું. તે પછી તે નેટફ્લિક્સ પર ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ લઈને આવ્યો. Netflix ના કારણે તે હવે વિશ્વભરમાં પહોંચી ગયું છે. ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની પ્રથમ સીઝન 13 એપિસોડ પછી સમાપ્ત થઈ. પ્રથમ સિઝન સમાપ્ત થયા બાદ ચાહકો નિરાશ થયા હતા. આ કોમેડી શોની બીજી સીઝન ક્યારે આવશે તે અંગે દર્શકોમાં ઉત્સુકતા હતી. હવે આખરે દર્શકોની રાહનો અંત આવ્યો છે.

‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ના ફેન્સ માટે સારા સમાચાર છે. કપિલ શર્મા અને તેની ટીમ ફરી એકવાર દર્શકોને હસાવવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર, આ શોનું શૂટિંગ મંગળવાર એટલે કે 13 ઓગસ્ટથી શરૂ થશે. સાથે જ બોલિવૂડની પત્નીઓ પણ પહેલા એપિસોડમાં જોવા મળશે.
‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ની પ્રથમ સિઝનમાં બોલિવૂડ અને ક્રિકેટના કેટલાક મોટા નામો દર્શાવવામાં આવ્યા હતા. હવે સિઝન 2માં સેલિબ્રિટી ગેસ્ટ એપિરિયન્સ જોવાનું રસપ્રદ રહેશે. ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો 192 દેશોમાં ટેલિકાસ્ટ થઈ રહ્યો છે.

