Operation Sindur : જો પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો તો ભારતને કઈ ફર્ક નહીં પડે, પણ પાકિસ્તાનને ચોક્કસ ફર્ક પડશે,ભારતના તમામ ડિફેન્સ યુનિટ્સ રેડી છે

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Operation Sindur : ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, ભારતીય સેનાએ એક પછી એક 9 હવાઈ હુમલા કરીને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. આવી સ્થિતિમાં, આ હુમલા પછી પાકિસ્તાન તરફથી પણ બદલાની કાર્યવાહી થઈ શકે છે. જોકે, ભારત આ માટે પહેલાથી જ તૈયાર છે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ હવાઈ સંરક્ષણ એકમો સક્રિય થઈ ગયા છે.

પાકિસ્તાની એજન્સીએ મોટા પાયે વિનાશની કબૂલાત કરી છે અને બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં હવાઈ હુમલાઓ પણ સ્વીકાર્યા છે. પાકિસ્તાની મીડિયા સંગઠનો અનુસાર, ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર દરમિયાન બહાવલપુરમાં જામી મસ્જિદ સુભાનઅલ્લાહ પર પણ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ મસ્જિદ જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક છે. પાકિસ્તાનના કોટલીમાં હિઝબુલ મુજાહિદ્દીનનું એક તાલીમ કેન્દ્ર છે. મુઝફ્ફરાબાદમાં લશ્કરનું તાલીમ કેન્દ્ર અને હિઝબુલ મુજાહિદ્દીનનું મુખ્ય મથક છે. ઉલ્લેખનીય છે કે આ આતંકવાદી ઠેકાણા હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના અડ્ડાઓ છે.

- Advertisement -

જોકે, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ કહે છે કે ભારતે પાંચ સ્થળોએ હુમલો કર્યો છે. તેઓ કહે છે કે, “ભારત દ્વારા લાદવામાં આવેલા આ યુદ્ધનો પાકિસ્તાનને કડક જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે.”

NSA અજિત ડોભાલે યુએસ NSA સાથે વાત કરી

- Advertisement -

પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલા હવાઈ હુમલા અંગે NSA અજિત ડોભાલે યુએસ NSA અને વિદેશ પ્રધાન માર્કો રુબિયો સાથે વાત કરી. અજિત ડોભાલે તેમને લીધેલી કાર્યવાહી વિશે માહિતી આપી. અમેરિકામાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે અજિત ડોભાલે કહ્યું હતું કે ભારતની કાર્યવાહી કેન્દ્રિત અને સચોટ રહી છે. તે , બેજવાબદાર અને આક્રમક નહોતા. પાકિસ્તાનના કોઈ નાગરિક, આર્થિક કે લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા ન હતા. ફક્ત જાણીતા આતંકવાદી કેમ્પોને જ નિશાન બનાવવામાં આવ્યા હતા.જે કરવાનો ભારતને સંપૂર્ણ અધિકાર છે.પાકિસ્તાનને અન્ય કોઈ દેશ તેનો બચાવ ન કરી શકે.

Share This Article