India-Pakistan Conflict: સરહદી સંઘર્ષ વચ્ચે રક્ષણ મંત્રાલયની તાત્કાલિક બેઠક, ત્રણેય સેના પ્રમુખો હાજર

Arati Parmar
By Arati Parmar 1 Min Read

India-Pakistan Conflict: ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. એવામાં હવે આજે ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મોટી બેઠક યોજી છે.

સંરક્ષણ મંત્રીની ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સાથે બેઠક

- Advertisement -

આ સમગ્ર ઘટના પર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે સાઉથ બ્લોકમાં સીડીએસ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. બેઠકમાં ભાગ લેવા માટે ત્રણેય સેનાના વડાઓ સંરક્ષણ મંત્રાલય પહોંચી ગયા છે. આજની બેઠકમાં પાકિસ્તાન સાથેના તણાવને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી રહી છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે વધ્યું ઘર્ષણ

- Advertisement -

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે, ત્યારે પાકિસ્તાને ગુરુવારે (8 મે, 2025) જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ હુમલામાં કોઈ પણ પ્રકારે ભારતને નુકસાન ન થયું હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવું જણાવવામાં આવ્યું હતું.

Share This Article