સોશિયલ મીડિયા પર રણબીર કપૂર અને રાજામૌલીના કોલાબ્રેશનના સમાચાર આગની જેમ વાઇરલ થઈ રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે, રણબીર પણ 100 કરોડની ફિલ્મનો ભાગ હશે. જણાવી દઈએકે ફિલ્મ ‘એનિમલ’ રિલીઝ થયા પછીથી જ રણબીર તેની આવનારી ફિલ્મનો શૂટિંગમાં વ્યસ્ત છે. હવે રણબીરને નવો પ્રોજેક્ટ પણ મળ્યો છે.
રાજામૌલીની ફિલ્મમાં રણબીર કપૂર?
એક રિપોર્ટ પ્રમાણે, રાજામૌલીએ ફિલ્મના બીજા ભાગમાં એક યૂનિક એપિસોડ ડિઝાઇન કર્યો હતો. જેથી દર્શકોને વધુ સારી રીતે સિનેમેટિક અનુભવ આપી શકાય. આ સીન માટે રણબીર કપૂરની પસંદગી કરાઇ છે. એવુ જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં રણબીરનો રોલ નાનો છે. તે પણ અસરદાર છે, જે અમુક સેકેન્ડમાં જ દર્શકોનું ધ્યાન આકર્ષિત કરશે.
ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે?
રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં રણબીર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. આમ તો મેકર્સે કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પણ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકામાં હોવું એક મોટી વાત છે. પરંતુ એક બાજુએ એવા સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મમાં મહેશ બાબુનું પાત્ર ભગવાન રામથી પ્રેરિત છે. એટલે હવે જ્યાં સુધી મેકર્સ દ્વારા સત્તાવાર માહિતી નહીં આવે ત્યાં સુધી અફવાઓની બજારમાં રણબીરની અટકળો વહેતી રહેશે.

