Rashmika Vijay Wedding: વિજય સાથે સગાઈ? રશ્મિકા બોલી, ‘હું તેના માટે ગોળી પણ ખાવા તૈયાર’

Arati Parmar
3 Min Read

Rashmika Vijay Wedding: એક્ટ્રેસ રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘ધ ગર્લફ્રેન્ડ’ થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. રિલીઝ પહેલા એક્ટ્રેસે ચાહકો સાથે વાતચીત કરી અને ‘પુષ્પા 3’, AI ડીપફેક્સ, રિલેશનશિપ્સની સાથે-સાથે અન્ય ઘણા મુદ્દા પર વાત કરી. તેની આ કમેન્ટ્સ એવા સમયે આવી છે જ્યારે એવા અહેવાલો વહેતા થયા છે કે, તે મંગેતર વિજય દેવેરાકોંડા સાથે ફેબ્રુઆરી 2026માં લગ્ન કરવા જઈ રહી છે. વિજય અને રશ્મિકાએ કથિત રીતે આ મહિનાની શરૂઆતમાં એક પ્રાઈવેટ સેરેમનીમાં સગાઈ કરી લીધી હતી. જોકે, બંનેમાંથી કોઈએ આ સમાચારની પુષ્ટિ નથી કરી, પરંતુ તેઓ બંને સગાઈની વીંટી પહેરેલા જોવા મળ્યા છે.

એમના માટે ગોળી ખાવા તૈયાર

- Advertisement -

જ્યારે રશ્મિકા પોતાની ફિલ્મ ‘ધ ગર્લફ્રેન્ડ’ માટે ઓનેસ્ટ ટાઉનહોલમાં હતી, ત્યારે તેને પ્રેમની વ્યાખ્યા અને તે લાઈફ પાર્ટનરમાં શું જોવે છે જેવા સવાલો પૂછવામાં આવ્યા હતા. એક્ટ્રેસે જવાબમાં કહ્યું કે, ‘મારા ટાઈપ, પ્રામાણિકપણે કહું તો એવું કોઈક જે ડિપ લેવલે સમજવામાં સક્ષમ હોય. હું સામાન્ય અર્થમાં નથી કહી રહી. આ જીવનને તેના પોતાના દ્રષ્ટિકોણથી સમજવાનું છે. તે ચોક્કસ પરિસ્થિતિઓને કેવી રીતે જુએ છે? હું એવી વ્યક્તિ ઈચ્છું છું જે સમજવા માટે ખુલ્લી હોય. એવો વ્યક્તિ જે ખરેખર સારો હોય અને મારી સાથે અથવા મારા માટે યુદ્ધ લડી શકે. જો કાલે મારી સામે યુદ્ધ થાય તો હું જાણું છું કે તે માણસ મારી સાથે લડશે. હું પણ એવું જ કરીશ. હું તેના માટે ગમે ત્યારે ગોળી ખાવા તૈયાર છું. આ જ મારા ટાઈપ છે.’

Share This Article