Shraddha Kapoor Zootopia 2: સપનું સાકાર! શ્રદ્ધા કપૂર હોલીવૂડની મોટી ફિલ્મ ‘Zootopia 2’માં સામેલ, ‘જૂડી હોપ્સ’ના પાત્રને આપશે અવાજ; રિલીઝ ડેટ પણ જાહેર કરી

Arati Parmar
1 Min Read

Shraddha Kapoor Zootopia 2: શ્રદ્ધા કપૂરને હોલીવૂડના એક મોટા પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળી છે. તેણે  સોશયલ મીડિયાના હેન્ડલ પર પોતાની આ ખુશી જાહેર કરી છે.

શ્રદ્ધાએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ જૂટોપિયા ટુનુંએક પોસ્ટર શેર કર્યું હતું. તેણે સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, ઝૂટોપિયા ટુ પરિવારમાં સામેલ થવા માટે ઉત્સાહિત છું. તેણે વધુમાં લખ્યું હતું કે, જૂડી હોપ્સ જેવી એનર્જેટિક, બહાદુર અને ક્યૂટ કેરેકટરને મારો અવાજ આપવો એ મારા માટે એક શમણાં સમાન છે.

શ્રદ્ધા કપૂરે સાથેસાથે ફિલ્મની રિલીઝ ૨૮ નવેમ્બરના રોજ રિલીઝ થશે એ પણ સ્પષ્ટ કર્યું હતું.

- Advertisement -

શ્રદ્ધા ઝૂટોપિયા ટુ ઉપરાંત છોટી સ્ત્રી,  સ્ત્રી ૩,ચાલબાઝ ઇન લંડન જેવી ફિલ્મોમાં જોવા મળશે.

- Advertisement -
Share This Article