Sitaare Zameen Par controversy: ‘સિતારે ઝમીન પર’ને સેન્સર સર્ટિફિકેટમાં વિઘ્ન, ફિલ્મના રિલીઝ પર સંકટ

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Sitaare Zameen Par controversy: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ સેન્સર બોર્ડમાં અટવાઈ હોવાનું કહેવાય છે. જાણકાર સૂત્રોના હવાલાથી વહેતી કરાયેલી વાત મુજબ સેન્સર બોર્ડે ફિલ્મમાં કેટલાક કટ્સ સૂચવ્યા હતા. પરંતુ એક પ્રોડયૂસર તરીકે આમિરે આ ક્ટસ અમાન્ય રાખ્યા છે. હવે સોમવારે ફિલ્મનાં સેન્સર સર્ટિફિકેટ વિશે ફેંસલો થાય તેવી સંભાવના છે.

બીજી તરફ બોલીવૂડ વર્તુળોમાં દાવા મુજબ સેન્સર બોર્ડ સાથે મતભેદની વાત પણ ફિલ્મના પ્રચાર માટે ઉપજાવી કાઢવામાં આવી હોય તેવું બની શકે છે. મૂળ સ્પેનિશ ફિલ્મ ‘ચેમ્પિયન’ની ફ્રેમ ટૂ ફ્રેમ ઉઠાંતરી કરીને બનાવાયેલી આ ફિલ્મમાં બાળકો અને તેના કોચની વાર્તા છે અને તેમાં સેન્સરને વાંધાજનક લાગે તેવું કશું હોય તે ખાસ બનવાજોગ નથી.

- Advertisement -

આ ફિલ્મના પ્રચાર માટે આમિરે પોતે નિવૃત્તિ લઈ રહ્યો છે, ભૂતપૂર્વ પત્ની રીના સાથેના લગ્ન જવાનીના જોશમાં લેવાયેલું પગલું હતું, પોતે ‘ડર’ ફિલ્મ ફગાવી દીધી હતી વગેરે અનેક વિવાદાસ્પદ નિવેદનો કર્યાં છે. ફિલ્મના પ્રચાર માટે આમિર રોડ પર વડા પાઉં બનાવવા પણ બેઠો હતો.

Share This Article