Hema Malini Controversy: ઈસ્લામ અપનાવ્યા પછી હેમા માલિનીના જગન્નાથ મંદિરમાં પ્રવેશ પર વિવાદ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Hema Malini Controversy: બોલિવૂડની ડ્રીમ ગર્લ અને ભાજપ સાંસદ હેમા માલિની પુરીના જગન્નાથ મંદિરમાં તેમની એન્ટ્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફરિયાદમાં આરોપ લગાવાયો છે કે મંદિરમાં તેમનો પ્રવેશ ગેરકાયદે હતો.

પુરીના સ્થાનિક સંગઠન શ્રી જગન્નાથ સેનાએ સિંહદ્વાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં હેમા માલિની પર ધાર્મિક નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવાયો છે. સંગઠનનો દાવો છે કે એક્ટર ધર્મેન્દ્રથી મુસ્લિમ રીતિ-રિવાજો હેઠળ લગ્ન કર્યા બાદ મંદિરમાં તેમની હાજરીથી હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચી છે.

- Advertisement -

ચાર બાળકોના પિતા ધર્મેન્દ્ર સાથે કર્યા હતા લગ્ન

ફરિયાદ અનુસાર હેમા માલિની અને ધર્મેન્દ્રએ 21 ઓગસ્ટ 1979 એ મુંબઈમાં મૌલાના કાજી અબ્દુલ્લા ફૈઝાબાદી દ્વારા નિકાહ સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં આરોપ લગાવાયો છે કે ધર્મેન્દ્ર જે પહેલેથી જ પ્રકાશ કૌર સાથે પરિણીત હતો અને ચાર બાળકોનો પિતા હતો, તેણે હિન્દુ લગ્ન અધિનિયમ 1955ને અવગણીને ઈસ્લામ ધર્મ અપનાવી લીધો.

- Advertisement -

નવું નામ રાખ્યું હતું, બે દીકરી જન્મી

કથિત રીતે આ દંપતીએ નવા નામ રાખ્યા- ધર્મેન્દ્રએ દિલાવર ખાન કેવલ કૃષ્ણ અને હેમા માલિનીએ આયશા બીવી આર ચક્રવર્તી નામ રાખ્યું અને બાદમાં તેમની બે પુત્રીઓ થઈ, ઈશા અને અહાના.

- Advertisement -

મહાકુંભમાં લગાવી હતી ડુબકી

વર્ષ 1968માં ‘સપનો કા સોદાગર’ ફિલ્મથી હીરોઈન તરીકે ડેબ્યૂ કરનારી હેમાએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેને છેલ્લી વખતે વર્ષ 2020 માં શિમલા મિર્ચીમાં જોવામાં આવ્યું હતું. તેમને વર્ષ 2000માં પદ્મશ્રી થી નવાઝવામાં આવ્યું હતું. 77 વર્ષની હેમા ગત દિવસોમાં યુપીના પ્રયાગરાજમાં થયેલા મહાકુંભમાં ગઈ હતી અને સંગમમાં ડુબકી લગાવી હતી.

Share This Article