Babil Khan Viral Video: બોલિવૂડના પ્રસિદ્ધ દિવંગત અભિનેતા ઈરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી સ્ટાર કીડ્સની ટીકા કરી હતી. આ વીડિયોમાં તે ભાવુક થઈ રડવા લાગતાં તેના ચાહકો તેની માનસિક સ્થિતિ મુદ્દે ચિંતિત બન્યા હતાં. જો કે, બાદમાં તેણે આ વીડિયો ડિલિટ કરી દીધો હતો.
વીડિયો ક્લિપમાં બાબિલ ખાને અનન્યા પાંડે, અર્જૂન કપૂર, શનાયા કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, આદર્શ ગૌરવ, અરિજિત સિંહના નામ લઈ તેમની ટીકા કરી હતી. આ સિવાય અન્ય ઘણા લોકો બનાવટી હોવાનો આરોપ મૂક્યો હતો. તેણે બોલિવૂડને પણ નકલી-બનાવટી ઈન્ડસ્ટ્રી કરી વખોડી હતી.
બોલિવૂડ ખૂબ જ ખરાબ છે
બોલિવૂડમાં તેની સાથે ભેદભાવ અને ટ્રોલ થઈ રહ્યો હોવાનો આરોપ મૂકતાં બાબિલે કહ્યું કે, ‘મારો કહેવાનો અર્થ એટલો જ છે કે, હું ફક્ત તમને એટલુ જણાવવા માગુ છું કે, શનાયા કપૂર, અનન્યા પાંડે, અર્જુન કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, રાઘવ જુયાલ, આદર્શ ગૌરવ અને અરિજિત સિંહ જેવા લોકો છે. બીજા ઘણા નામો છે. બોલીવુડ ખૂબ જ ખરાબ છે.’ આટલું બોલતાં જ તે ખૂબ રડવા લાગે છે.