Sunita Ahuja Divorce Rumours: ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા છેલ્લા ઘણાં સમયથી છૂટાછેડાને લઈને ચર્ચામાં છે. ગોવિંદાના મેનેજરે પણ કન્ફર્મ કર્યું હતું કે, ‘સુનિતાએ ગોવિંદાને છૂટાછેડા માટે નોટિસ મોકલી હતી, પરંતુ બાદમાં વાત આગળ ન વધી અને બંને વચ્ચે સમાધાન થઈ ગયું.’
કૂતરાં ભસ્યા રાખે
ગોવિંદા અને સુનિતાના છૂટાછેડાના સમાચાર સામે આવતા જ દરેક લોકો હેરાન રહી ગયા હતા. સુનિતાએ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. હવે સુનિતાએ ફાઈનલી ગોવિંદા સાથે પોતાના છૂટાછેડાની અફવા પર મૌન તોડ્યું છે. આ સાથે જ તેમણે ટ્રોલર્સને પણ જડબાતોડ જવાબ આપ્યો. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સુનિતાએ કહ્યું કે, ‘પોઝિટિવ હોય કે નેગેટિવ, પરંતુ હું વિચારું છું કે, કૂતરાં તો ભસ્યા કરે…’
મારા કે ગોવિંદાના મોઢેથી કશું ના સાંભળો ત્યાં સુધી કોઈના પર વિશ્વાસ ન કરવો
સુનિતાએ આગળ કહ્યું કે, ‘જ્યાં સુધી તમે મારા કે ગોવિંદાના મોઢેથી કશું ના સાંભળો ત્યાં સુધી કોઈના પર વિશ્વાસ ન કરવો. ગોવિંદા જેવો પતિ મળવો અને બે સુંદર બાળકોની માતા બનવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. જ્યાં સુધી મારા કે ગોવિંદાના મોઢેથી કશું ના સાંભળો ત્યાં સુધી તમે એ ન વિચારો કે શું છે અને શું નથી.’

