Vicky Kaushal: બોલિવૂડ સ્ટાર વિક્કી કૌશલ આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે, અભિનેતાને તેમના ફેન્સ અને પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. વિક્કીના ફેન્સને વિક્કી કૌશલને એક બેસ્ટ પતિ છે, એવામાં એક્ટરે પણ પોતે બેસ્ટ પતિ હોવા પાછળનું કારણ જણાવ્યું હતું.
હું હંમેશાથી જ એક ભરોસાલાયક વ્યક્તિ રહ્યો છુ: વિક્કી કૌશલ
વિક્કીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘હું હંમેશાથી જ એક ભરોસાલાયક વ્યક્તિ રહ્યો છુ. તેમજ ઘરના બધાજ કામ કરી શકુ છુ. હું વાસણ ધોઈ શકુ છુ, પંખા સાફ કર શકુ છુ અને સફાઈ પણ કરી શકુ છુ. પરંતુ મને બેડશિટ બદલતા નથી આવડતું. આ સિવાય હું સારી ચા પણ બનાવી લઉં છુ.’
આ ઉપરાંત વિક્કીએ ઈન્ટરવ્યૂમાં કેટરિના વિષે પણ વાત કરી. તેના વિષે વાત કરતા એક્ટરે કહ્યું કે,’હું જયારે પણ મારા મમ્મીને કોલ કરું છું ત્યારે મારા મમ્મી વહુ કેમ છે એવું નહિ પણ કેટરિના કેમ છે? એવું પૂછે છે. કારણ કે પંજાબી પરિવારમાં વહુ જેવો કોઈ કોન્સેપ્ટ જ નથી. તે હંમેશા દીકરી જ હોય છે.’
આદર્શ પતિ કે દીકરો હોવાના કોઈ માપદંડ નથી
જયારે વિક્કી કૌશલને આદર્શ પતિ કે આદર્શ દીકરો કોને કહી શકાય તે અંગે તેના વિચાર પૂછવામાં આવ્યું ત્યારે એક્ટરે કહ્યું કે, ‘આદર્શ પતિ કે દીકરો હોવાના કોઈ માપદંડ નથી. જેમ કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે આદર્શ નથી હોતો. તેવી જ રીતે કોઈ વ્યક્તિ આદર્શ પતિ કે આદર્શ દીકરો પણ નથી હોતો. આપણે રોજ કંઇક નવું શીખીએ છીએ. તેમજ સંબંધોને મજબૂત બનાવીએ છીએ અને સમય સાથે તેને બેસ્ટ પણ બનાવીએ છીએ.’
વિક્કી મને સ્પેસ આપે છે: કેટરિના
એક ઈન્ટરવ્યૂમાં કેટરિનાએ પણ વિક્કી વિષે વાત કરતા કહ્યું હતું કે,’ વિક્કી મને સ્પેસ આપે છે. આમ તો મને મારા સિવાય કોઈ ખુશ કરી શકતું નથી પણ વિક્કી ક્યારેક કોઈ એવું કામ કરી દે છે જેના કારણે મારા ચહેરા પર સ્માઈલ આવી જાય છે.’