Sunny Deol Jaat Film: સની દેઓલ અને રણદીપ હુડાની ફિલ્મ જાટ ૧૦ એપ્રિલના રોજ રિલીઝ થતાં જ દર્શકો પર કબજો જમાવી દીધો છે. સોશિયલ મીડિયા પર અને આલોચકો દ્વારા પણ આ ફિલ્મને વખાણવામાં આવી રહી છે.૧૦૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ છપ્પરફાડ કમાણી કરશે તેવો અંદાજ પણ થઇ રહ્યો છે. સની દેઓલ અને વિલનના રોલમાં રણદીપ હુડાના અભિનયના વખાણ થઇ રહ્યા છે. તેમજ ફિલ્મની સ્ટોર્ી, સંવાદો અને એકશનથી પણ થિયેટરો ગુંજી રહ્યા છે. સની દેઓલે ગદ્દર ટુ પછી ફરી રૂપેરી પડદે છવાઇ ગયો છે.
સની દેઓલના પ્રશંસકો અને ચાહકો તો સનીની આ જાટ ફિલ્મ પુષ્પા ટુ અને એનિમલનો પણ રેકોર્ડ તોડશે તેવી આગાહી કરી રહ્યા છે. આજ પહેલા સની પાજીને આટલા ખતરનાક અવતારમાં જોવા મળ્યો નથી તેવી પ્રશંસાઓ પણ થઇ રહી છે.સનીની જાટ ફિલ્મને દર્શકો પૈસા વસૂલ એન્ટરટેનર ફિલ્મ કરી રહ્યા છે. સાઉથના ફ્લેવરમાં ઢળેલી આ હિંદી ફિલ્મને ભરપુર એન્ટરટેઇમેન્ટથી ભરેલી કહેવાઇ રહી છે. આ ફિલમનું શૂટિંગ હૈદરાબાદ, બારટલા અને વિશાખાપટ્ટનમમાં કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સની દેઓલ અને રણદીપ હૂડા ઉપરાંત સૈયામી ખેર, રામ્યા કૃષ્ણન અને જગપતિ બાબુ જેવા દમદાર કલાકારોએ જાન ફૂંકી છે.