By Dilip patel
શિવાજી ભારતના મહાન લડવૈયા હતાં. ભારતને મુસ્લિમોના આક્રમણથી બચાવવા તેમણે જેટલું યોગદાન આપેલું છે એટલું ભાગ્યે જ કોઈ રાજાએ આપ્યું હતું. મહારાણા પ્રતાપને લડવા માટે એક ગુજરાતી વેપારીએ આર્થિક મદદ પૂરી પાડી હતી.
શિવાજીએ સુરત લુંટ્યું હતું તે ગુજરાતના સત્તાવાર ઇતિહાસ ગુજરાતનો રાજકીય અને સામાજિક ઇતિહાસમાં છે. જે ઇતિહાસ પ્રસિધ્ધ કરવામાં નરેન્દ્ર મોદીની સરકારે 75 ટકા નાણાં આઈ કે જાડેજા સાંસ્કૃતિક પ્રધાન હતાં ત્યારે આપેલાં હતાં. જેમાં શિવાજીએ સુરત બે વખત લૂંટીને સુરતને બદસૂરત કર્યું હોવાનો સ્પષ્ટ લખેલું છે.
જો શિવાજીએ સુરત ન લુંટ્યું હોય તો સરકારે આ ઇતિહાસ બદલવો જોઈએ.
બીબીસી, મીડડે, ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ અને ઘણાં ઇતિહાસના પુસ્તકો આવું કહે છે. સુરતના હિંદુ અને હિંદુ વેપારી વિરજી વોરાની લૂંટ કરી આખા કુટુંબની હત્યા કરી હોવાનું કહે છે. વીરજી વોરા તે સમયે ભારતમાં કપાસના સૌથી મોટા વેપારી હતાં. જેનો કપાસ ઈંગ્લેન્ડની કપડા મીલો સુધી જતો હતો. કરોડપતિ ગુજરાતી વેપારી હતાં. એ સમયે સુરતના રક્ષણની જવાબદારી તેના પર હતી.
સરકાર આટલું કરે
સરકારે તુરંત આ ઇતિહાસ બદલીને શિવાજીએ સુરત લૂંટ્યુ ન હતું એવો સુધારો કરવા સુરત જિલ્લાના ગેઝેટીયરમાં અને તમામ ઇતિહાસમાં ફેરફાર કરવા જોઈએ.
કેટલાંક લોકોને..
શિવાજીએ સુરત લૂંટ્યું હોવાની વાત સામે વાંધો છે. તેથી સરકારે ગંભીરતાથી આ મુદ્દો હાથ પર લેવો જોઈએ.
ઉપરના તમામ પુરાવા અહીં સામેલ છે.
વ્યક્તિગત ફોનના બદલે આ અંગેના સૂચનો અહીં કોમેન્ટ કરીને મૂકવા. વિડિયો મોકલવામાં આવે તો રજૂઆત કરી શકાય.
—————-
પુસ્તકનો ભાગ
ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃત્તિક ઇતિહાસ
મુઘલતકાલ
ગ્રંથ નંબર 6
પ્રસ્તાવના
ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની ગ્રંથમાલાનો આ ગ્રંથ રહો મુઘલ કાલને લગતો છે . ગુજરાતના ઇતિહાસમાં આ કાલ ઈ . સ . ૧૫૭૩થી ૧૭૫૮ સુધીનાં ૧૮૫ વર્ષોના કાલને આવરી લે છે . સલ્તનતની સરખામણીએ મુઘલાઈની હકૂમત દરમિયાન ભારતમાં એકંદરે શાંતિ અને સમૃદ્ધિ વધી હતી . ગુજરાતમાં પણ એની સ્પષ્ટ અસર વરતાય છે , પરંતુ ગુજરાતની સલ્તનત સ્થપાતાં પહેલાં જેમ ગુજરાત પર દિલ્હીની સલ્તનતના નાઝિમોનો વહીવટ રહેલો તેમ ગુજરાતની સલ્તનત પછીના આ કાલ દરમિયાન અહીં મુઘલ બાદશાહોના સૂબેદારોનો વહીવટ રહ્યો હતો . એમાં કેટલાક શાહજાદાઓ તથા ખંડિયા રાજાઓનો સમાવેશ થતો . ઔરંગઝેબના અવસાન પછી દિલ્હીમાં પાયતપ્ત માટે આંતરિક ઝઘડા થવા લાગ્યા ને ગુજરાતમાં મરાઠાઓનાં આક્રમણ થયા કર્યા .
ઔરંગઝેબના અમલ દરમિયાન શિવાજીએ સુરત પર કરેલી ચડાઈઓથી થઈ હતી . મરાઠા સરદારો અને પેશવાઓનાં સૈન્ય ધીમે ધીમે દક્ષિણ ગુજરાતથી માંડીને છેક સૌરાષ્ટ્ર સુધી પગપેસારો કરવા લાગ્યાં ને આખરે વડોદરામાં ગાયકવાડની સત્તા સ્થપાઈ . ૧૭૩૭થી ૧૭૫૩ સુધી મુઘલોને ગુજરાતના વડા મથક અમદાવાદમાં મરાઠાઓનો સંયુક્ત વહીવટ સ્વીકારવાની ફરજ પડી . પછીનાં ત્રણેક વર્ષ તો ત્યાં મરાઠાઓની પૂરી સત્તા પ્રવર્તી . છેવટમાં ખંભાતના મોમીનખાન ર જાએ મુઘલ બાદશાહ વતી સત્તા હાંસલ કરી , પરંતુ એ પછી સવાદોઢ વર્ષમાં અહીં મુઘલ હકૂમતનો કાયમ માટે અંત આવ્યો ને ગુજરાતમાં મરાઠાઓની સળંગ સત્તા પ્રવર્તી . | આ કાલ દરમિયાન ગુજરાતમાં પોર્ટુગીઝ વસાહતો ચાલુ રહી , પણ એમની સત્તાનાં વળતાં પાણી થયાં , પરંતુ વલંદાઓ અંગ્રેજો ફ્રેન્યો અને ઑસ્ટ્રિયનોની પણ વસાહતો સ્થપાઈ . એ સહમાં છેવટે અંગ્રેજો ફાવ્યા .
———-
પાના નંબર ૬૬
તરીકે નિમણૂક કરવામાં આવી અને એને ૭૦૦નું અશ્વદળ અપવામાં આવ્યું ૧૬૬૪ના જાન્યુઆરીમાં શિવાજીએ સુરત પર પ્રથમ વાર ચડાઈ કરીને સુરતનું સમૃદ્ધ બંદર લૂંટ્યું . શિવાજીના ગયા બાદ મહાબતખાન પોતાના તાબા નીચેની સરકારોના ફોજદાર અને એમની સેનાઓ સાથે સુરત આવી પહોંચ્યો . પણ એ શિવાજીનો પીછો કરી શકે એમ ન હતું . ત્રણ મહિના સુરતમાં રોકાઈ , એ બાજુના હિંદુ જમીનદારો પાસેથી ત્રણ લાખ રૂપિયાની પેશકશ ઉઘરાવી મહાબતખાન અમદાવાદ પાછો ફર્યો .
———-
પાન નંબર
137
સોમદેવના ઈ . સ . ૧૬૩૫માં થયેલા અવસાને રામદેવ સત્તા ઉપર આવ્યો , જેણે રામનગરમાંથી ગાદી બદલી આસરમતામાં સ્થાપી , પણ પછી ઈ . સ . ૧૬૫૪માં ફતેપુરમાં ખસેડી લીધી હતી . ઈ . સ . ૧૬૬૪માં અને ૧૬૭૯માં શિવાજીએ સુરત લૂટ્યું , ત્યારે આ રામદેવે શિવાજીને સારી સહાય કરી હતી .
————-
પાના નંબર
160
પોર્ટુગીઝો સાથે સમાધાનકારી વલણ અખત્યાર કરવાની જરૂર હતી , તેથી મેથ્વોલ્ડ કાઉન્સિલ સાથે ગોવા ગયો ને સંધિ કરી . બીજી દિશામાંથી પણ કંપનીને માઠાં પરિણામ ભોગવવાં પડ્યાં . ઈંગ્લેન્ડના રાજાએ કોર્ટન નામે કંપનીને પરવાનો આપ્યો . એણે શરૂ કરેલી ચાંચિયાગીરીને લીધે સુરતની કંપનીની આબરૂને ધક્કો પહોંચ્યો . ૧૬૭૦થી શિવાજીની સુરત – લૂંટને પરિણામે અને ત્યાર બાદ એના ભયને કારણે સુરત – કોઠીના વેપારને નુકસાન થતું રહ્યું . એનું દેવું વધતું ગયું . માલના ભરાવાને કારણે એના રક્ષણનો પ્રશ્નો ઊભો થતો . સુરતના રક્ષણ અર્થે મુઘલ સૈન્ય પર્યાપ્ત નહોતું . પરિણામે અંગ્રેજો અને ફેંચોને સ્વરક્ષણ કરવાનું રહેતું . મુઘલ સૂબેદારો અને અમલદારો કંપની પાસેથી નજરાણાં અને ભેટોની આશા રાખતા . આમ , સુરક્ષા અને મુક્ત વેપારની દ્રષ્ટિએ સુરત અયોગ્ય બનતું હતું . મુઘલોનાં નિયંત્રણોથી મુક્ત રીતે વેપાર થઈ શકે એવા સ્થળ તરીકે મુંબઈની પસંદગી કંપનીના ડાયરેક્ટર જોશિયા ચાઇલ્ડ કરી . ૧૭૬૭માં ઈંગ્લેન્ડના રાજાએ મુંબઈ બેટ વહીવટ માટે કંપનીને સોંપ્યો . અંગ્રેજોએ એ સ્થળની કિલ્લેબંદી કરી મુંબઈને સ્વતંત્ર વેપાર , વસાહત તરીકે વિકસાવી .
———–
પાના નંબર
162
ગુજરાતમાં મરાઠાઓના આગમનની શરૂઆત શિવાજીએ સુરત શહેર પર કરેલી ચડાઈ ( જાન્યુઆરી ૬ , ૧૬૬૪ ) થી ગણાવી શકાય . પૂના પર મુઘલોની સેના વારંવાર હલ્લા કરતી હોવાથી એનો બદલો લેવાના હેતુથી તથા લૂંટ મેળવવાના પ્રલોભનથી શિવાજીએ આ ચડાઈ કરી હતી . એ સમયની અને ત્યાર પછી મરાઠા ચડાઈઓ પાછળનો મૂળભૂત હેતુ ગુજરાતમાં મરાઠી સત્તા સ્થાપી રાજય ઊભું કરવાનો ન હતો એ સ્પષ્ટ જણાય છે . શિવાજીએ સુરત પર કરેલી પ્રથમ ચડાઈનું આયોજન ખૂબ વિચારપૂર્વક અને ગુપ્તપણે કરવામાં આવ્યું હતું . એનો અમલ પણ કુનેહપૂર્વક કરવામાં આવ્યો હતો . ચડાઈ સમયે સુરત રક્ષણ વગરનું હતું , એને રક્ષણ – દીવાલ પણ હતી . સુરતને બદસુરત બનાવીને શિવાજી ગયો એ પછી ગુજરાતનો સૂબેદાર મહાબતખાન પોતાની સેના સાથે આવી પહોંચ્યો . એણે સરતની રક્ષણ – વ્યવસ્થા મજબત બનાવવાને બદલે ત્રણ લાખ જેટલી પેશકશ ( બક્ષિસ ) ઉધરાવીને એ જતો રહ્યો . શિવાજીની આવી પ્રવૃત્તિથી ઔરંગઝેબની ધાર્મિક અને રાજકીય ભાવના ઉશ્કેરાઈ અને એને શિક્ષા કરવા દખ્ખણમાં વિશાળ સેના મોકલવાનું શરૂ થયું . આમ કરવામાં એનો મૂળભૂત હેતુ મરાઠાઓને ગુજરાતમાં આવતા અટકાવવાનો હતો . આમ છતાં શિવાજીએ બીજી વાર સુરત પર ચડાઈ કરી .
( ઓક્ટોબર ૩ , ૧૭૭૦ ) અને શહેરને ત્રણ દિવસ સુધી લૂંટ્યું . સુરતની દક્ષિણે આવેલા પારનેરા અને બાગલાણ જેવા નાના કિલ્લા પણ ૧૭૭૨માં કબજે કર્યા , એ પછીના સમયમાં ગુજરાતમાં મરાઠાઓનો પ્રવેશ ખૂબ સરળ બન્યો એમને અટકાવવા માટે
પાના નંબર
૧૬૩
ગુજરાતનો સૂબેદાર કે સુરતનો ફોજદાર સમર્થ ન હતો , ૧૬૭૫માં મરાઠાઓએ પ્રથમ વાર જ નર્મદા ઓળંગી . ટૂંક સમયમાં તેઓએ ગુજરાત અને દખ્ખણ સરહદે અને અન્ય મહત્ત્વના માર્ગો પર એવો અંકુશ સ્થાપી દીધો કે તેઓ ત્યાંથી પોતાની સેનાને સહીસલામત રીતે ગુજરાતના જુદા – જુદા પ્રદેશો પર હલ્લા કરવા મોકલી શકતા , તેઓએ આ રીતે ઘણા હલ્લા કરાવ્યા . આમ છતાં ૧૬૯૯ સુધી એમના ગુજરાત સાથેનો સંબંધ વ્યવસ્થિત ધોરણે સ્થપાયો ન હતો , | ૧૬૯૯માં સતારાના છત્રપતિ મહારાજા રાજારામે ( ૧૬ ૮૯ – ૧૭CO ) પોતાના વિશ્વાસુ અધિકારીઓમાંના એક ખંડેરાવ દાભાડેને બાગલાણમાં ચોથ અને સરદેશમુખી ઉઘરાવવા માટે નીમ્યો . દાભાડેએ બાગલાણ ઉપરાંત સુરત જિલ્લામાંથી પણ આ કર વસૂલ કર્યો . ૧૭૦૩માં મરાઠાઓએ સુરત પર ચડાઈ કરી ભારે લુંટ મેળવી , એની માહિતી સુરતની અંગ્રેજ કોઠીના અધ્યક્ષના હેવાલમાં જોવા મળે છે . ૧૭૦૫માં ખંડેરાવ દાભાડેએ મોટી ફોજ સાથે નર્મદા પાર કરી અને બે મુઘલ સૈન્યોને હરાવ્યાં . એ પછી એણે બુરહાનપુરમાં પોતાની ટુકડી કાયમ રાખી અને સૌરાષ્ટ્રમાં સોરઠ સુધી ચડાઈ કરી . એને દામાજીરાવ ગાયકવાડની મુખ્ય મદદ મળી હતી . ” ૧૭૭૬માં ધનાજી જાદવની આગેવાની નીચે મરાઠાઓનું મોટું લશ્કર દક્ષિણ ગુજરાત પર ચડી આવ્યું .
મરાઠાઓનો સામનો કરવાના હમીદખાનના પ્રયાસો નિષ્ફળ ગયા , એટલું જ નહિ , પણ એ પોતે તથા સફદરખાન બાબી , નઝરઅલીખાન વગેરે પણ મરાઠાઓના કેદી બન્યા . એમને છોડાવવા માટે મોટી રકમ મરાઠાઓને આપવામાં આવી હતી . ” ઔરંગઝેબના અવસાન ( ૧૭૦૭ ) પછી થોડા સમયમાં જ મરાઠાઓએ ઉત્તર ગુજરાત પર આક્રમણ કર્યું . ધનાજી જાદવ એક વર્ષ સુધી અન્યત્ર ગુજરાત બહાર રોકાયેલો હતો તે દરમિયાન બાલાજી વિશ્વનાથે માળવામાં થઈને પૂર્વ ગુજરાતમાં પ્રવેશ કર્યો , એણે ગોધરા અને મહુધા લૂંટ્યાં , મરાઠા છેક નડિયાદ અને મહેમદાવાદ સુધી આવી પહોંચ્યા હતા . મરાઠાઓ ી આગેકૂચના સમાચારથી અમદાવાદની આજુબાજુના પરાં – વિસ્તારના લોકો ભયભીત બની રક્ષણ માટે અમદાવાદમાં કેવો ધસારો કર્યો હતો એનું વર્ણન ‘ મિરાતે અહમદી ‘ ના લેખર અલી મુહમ્મદખાન , જે પોતે એ વખતે ત્યાં હતો , તેણે આપેલું છે . મરાઠાઓનો સામનો કરવા માટે અમદાવાદમાં ઘણી મોટી તૈયારી કરવામાં આવી હતી , પણ ફેલાયેલી હતાશાથી છેવટે મુઘલ સૂબેદાર ઇબ્રાહીમખાને મરાઠા સેનાપતિ વિશ્વનાથની માગણી મુજબ બે લાખ અને દ હજાર રૂપિયા આપ્યા ત્યારે મરાઠા વિદાય થયા .

પાના નંબર
૧ ૬૪
મુઘલકાલ ૧૭૧૧માં ખંડેરાવ દાભાડેએ ભરૂચ સુધી કુચ કરી પરંતુ ગુજરાતના સૂબેદાર શાહમતખાતે મરાઠાઓને અંકલેશ્વર આગળ ;ાજજડ હાર આપી અને ખાનદેશની સરહદો પર પાછા જતા રહેવાની ફરજ પાડી , પણ થોડા વખતમાં ( ૧૭૧૬ સુધીમાં ) દાભાડેએ બુરહાનપુરથી સુરત સુધીના વેપારી માર્ગો પર પોતાનો અકુંશ સ્થાપી દીધો અને ઘણી જગ્યાએ જકાતનાકાં સ્થાપી વણઝારાઓ પાસેથી ૨કમો ઉઘરાવી , ખંડેરાવની આ પ્રકારની સેવાઓની કદર કરી હારાજા શાહુએ એને ૧૭૧૭માં માનસિંહ મોરેની જગ્યાએ મરાઠી સેનાનો સેનાપતિ નીમ્યો . દાભાર્ડની આ નિમણુક પછી એને દખ્ખણમાં ભારે કામગીરી રહેતી હોવાથી એણે ગુજરાતમાં પોતાના વિશ્વાસ અધિકારીઓ કંથાજી કદમ બાંડે અને દામાજીરાવ ( પહેલા ) ગાયકવાડ અને દામાજીરાવના ભત્રીજા અને દત્તક પુત્ર પિલાજીરાવને પ્રતિવર્ષ મોકલીને ચોથ જેવી રકમ ઉઘરાવવાની કામગીરી સોંપી . ૧૭૨૧માં દામાજીરાવનું અવસાન થતાં પિલાજીરાવ એનો ઉત્તરાધિકારી બન્યો . . પિલાજીરાવે , ૧૭૩૨માં પોતાનું અવસાન થતાં સુધીના સમયમાં ગુજરાતમાં આક્રમણકારી પ્રવૃત્તિઓ કરી અને પોતાના કુલની સર્વોપરી સત્તા સ્થાપવાનો આરંભ કર્યો . સેનાપતિ દાભાએ એને શરૂઆતમાં ખાનદેશમાં નવાપુર ખાતે ઘોડેસવાર ટુકડી સાથે નીમ્યો , પરંતુ કંથાજી કદમ બાંડેએ એ સ્થળ પોતાના અધિકાર હેઠળ આવે છે , એવી રજુઆત છત્રપતિ શાહ પાસે કરતાં પિલાજીરાવને ત્યાંથી જતા રહેવાની ફરજ પડી , એ પછી પિલાજીરાવે ખાનદેશ અને સુરત વચ્ચે સીધો વ્યવહાર રાખી શકાય એ હેતુથી સોનગઢની બાજુમાં ડુંગરાળ પ્રદેશમાં પોતાનું મથક સ્થાપ્યું અને ત્યાં સેનાપતિ દાભાડેના પ્રતિનિધિ રીકે એ રહ્યો . ત્યાં રહીને એણે રાજપીપળાના રાજાની મિત્રતા કરી નાંદોદ અને સાગબારા ( જિ . ભરૂચ ) વચ્ચે નાના – નાના કિલ્લા સ્થાપવાની પરવાનગી મેળવી લીધી . આ ઉપરાંત એણે પડોશમાં રહેતા ભીલ અને કોળી લોકોનો પક્ષ લઈ એમના માટે કાર્ય કર્યું , અને સાથે – સાથે સુરત પર હલ્લા કરવાનું પણ ચાલુ રાખ્યું . ૧૭૧૯માં ભીલો પાસેથી સોનગઢનો કિલ્લો મેળવી લઈ ત્યાં પિલાજીરાવે પોતાનું વડું મથક સ્થાપ્યું . ૧૭૬૬ સુધી એ એમનું મુખ્ય મથક રહ્યું . ૧૭૧૯ થી ૧૭૨૩ સુધી ગાળામાં પિલાજીરાવે સુરત અઠ્ઠાવીસીમાંથી ખંડણી ઉધરાવવાનું કાર્ય કર્યું અને વડોદરા જિલ્લાનાં પાદરા , છાણી અને ભાયલી ગામોના હિંદુ દેસાઈઓ સાથે મિત્રતા બાંધી . ૧૭૨૪માં સુરતના મુત્સદી મોમીનખાને મોકલેલી લશ્કરી ટુકડીને પિલાજીરાવે હરાવી . એ સમયે કંથાજી કદમ બાંડેએ ગોધરા અને દાહોદનાં ગામડાં તારાજ કરી ખંડણી વસુલ લીધી હતી . . ૧૭૨૫માં સરબુલંદખાન સૂબેદાર તરીકે નિમાયો ત્યારે એણે પોતાના નાયબ તરીકે સુજાતખાનને મૂક્યો અને એને ગુજરાત મોકલવામાં આવ્યો . ગુજરાતમાંથી
ગુજરાતમાં મરાઠા સત્તાનો પ્રારંભ . . . .
પાના નંબર
૧૬૫
બદલી પામેલા સૂબેદાર નિઝામુલુ – મુલ ‘ નો નાયબ હમીદખાન પોતાની સત્તા છોડવા તૈયાર ન હતો , તેથી આ બંને પક્ષો વચ્ચે એક વર્ષ સુધી આંતર – વિગ્રહ ચાલ્યો . હમીદખાને મરાઠાઓની મદદ મેળવી સુજાતખાન અને એના ભાઈઓને ક્રમશઃ હરાવ્યા અને એમની હત્યા કરી . આ સમય દરમિયાન કંથાજી કદમ બાંડેએ વીરમગામ પર ચડાઈ કરી , કારણ કે મહી નદીની ઉત્તરે આવેલા તમામ પરગણાંઓની ચોથ એને આપવાનું વચન મુઘલ સૂબેદારે આપ્યું હતું , પરંતુ એનું પાલન કરવામાં આવ્યું ન હતું , વીરમગામના નિવાસી ઉદયકરણ દેસાઈએ દીર્ઘદ્રષ્ટિ વાપરી સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી ખાનદાની ઉધરાવીને બાંડેને આપી અને જે ૨કમ વધી તેમાંથી એણે ફરતી રક્ષણ – દીવાલ પછીના સમયમાં બંધાવી લીધી.
—————

