કોઈના મોત થાય ત્યાં સુધીના સોદા ક્યાં સુધી સાચવતા રહેશો ? તમારી નિર્લજતા માણસાઈને તાર-તાર કરી રહી છે

Reena Brahmbhatt
2 Min Read

ઓહ પ્રભુ હૃદય દ્રવી ઉઠે છે, નથી જોવાતા આ દ્રશ્યો માસૂમની દર્દનાક ચીસો અને ન ઓળખાય તેવા ક્ષત-વિક્ષત દેહો,કે જે ગઈકાલે રાજકોટના ગેમઝોનમાં બનેલ હૃદયદ્રાવક ઘટનાની પેદાશ હતા.આ તાકડે સ્વામી વિવેકાનંદ યાદ આવે જેઓ કહેતા કે, અન્યનું દુઃખ જોવું તે પણ એક પાપ જ છે.અને આ સ્થિતિ પણ આવી જ છે.પાપ અને દર્દ તે ચોતરફ વેરાયેલું પડ્યું છે.સત્વરે આવી ઘટનાઓ તત્રની મેલી મુરાદનું પરિણામ છે. ગુજરાતના રાજકોટ શહેરમાં શનિવારે (25 મે) સાંજે એક ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 27 લોકોના જીવ ગયા હતા. આ અકસ્માતમાં માર્યા ગયેલાઓમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. હાલ ઘટનાની તપાસ SITને સોંપવામાં આવી છે. જો કે, એવું નથી કે ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ અકસ્માત થયો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં દેશમાં સૌથી ખતરનાક અકસ્માતો થયા છે, જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે.બેશરમ અને કોઈના લોહી ચૂસીને પણ પોતાના સ્વાર્થ સાધતા નગરપાલિકાઓના અધિકારીઓની નફરમાનીનું આ ઉત્તમ ઉદાહરણ છે.ક્યાં સુધી રૂપિયાની લાલચમાં લોકોના લોહી ચૂસતાં રહેશો ? શરમ નથી આવતી આ હદે નીચા ઉતારતા.મલાઈ ખાવા માટે પણ એક શિરસ્તો હોય.કોઈ નૈતિકતા હોય? કોઈના મોત થાય ત્યાં સુધીના સોદા ક્યાં સુધી સાચવતા રહેશો ? તમારી નિર્લજતા માણસાઈને તાર-તાર કરી રહી છે.તમે ફાયર એનઓસી વિના આવા ગેમ ઝોન ચાલવા દીધા એટલે આ હત્યાકાંડ રચાયો ને ? આને હત્યાકાંડ જ કહેવાય.કેમ કે, અહીં જવાબદારીથી પણ મોં સંતાડયું છે.તમે ચેક કર્યું હતું કે, દુર્ઘટનાનની સ્થિતિમાં આપાતકાલીન માર્ગની શું સ્થિતિ છે?

India Fire 48081

- Advertisement -

લોહીના વેપારથી પણ બદતર તમારી આ નોકરીઓ છે.આવી ઘટનાઓ શું તમને રાત્રે સુવા દે છે ? મરી રહેલ બાળકોની દર્દનાક ચીસો તમારા કાં નથી ફાડી નાખતી ?
by : Reena brahmbhatt

Share This Article