બાકી જિંદગી તો જિંદગી મોત પણ બગડી શકે છે, સ્ત્રીઓ વિચારે
બાકી જિંદગી તો જિંદગી મોત પણ બગડી શકે છે, સ્ત્રીઓ વિચારે
by : Reena બ્રહ્મભટ્ટ
સપ્તપદીના ચાર ફેરા તેનું મહત્વ ગુમાવતા જાય છે.આજના યુવાવર્ગને બીન્દાસ્તગી આચરવી મનમાફીક લાગે છે.ઐયાશીઓનો જામ અને બેજવાબદારીભરી જિંદગી તે લિવ-ઈન ની પૂર્વશરત છે.મૌજ-મઝ્ઝા તે જીવનમંત્ર છે.અને વળી તેની તરફદારી કરી પોતાને આધુનિક બતાવવાની પણ સામે છેડે હોડ જામી છે.ત્યારે સવાલ તે જ છે કે, જિંદગી ખરેખર ક્યાંય બેજવાબદાર હોય છે ખરી ? બંધન અને બેડી ફેંકાઈ ગયેલ અને કવખોડાયેલા શબ્દો છે.પરંતુ બેલગામ જાનવર જેમ હિંસક બની શકે છે તેમ જ બેલગામ મનુષ્ય પણ હિંસા આચરી શકે છે.બંધન દરેક વખતે ખરાબ જ ન હોય.પ્રેમનું પણ બંધન હોય છે.કોઈ સાથેના લગાવનું વળગણ પણ એક બેડી સમાન છે.અને જાતે સ્વીકારેલ આ બેડીની મજા અસીમ આનંદ આપી જાય છે.તે જ પ્રકારે લગ્ન કે સપ્તપદી પણ એક સંસ્કાર છે.તે યાદ રાખો.
હાલ અહીં આ ચર્ચા કરવાનો આશય તે જ છે કે, હમણાં મુંબઈ માં 53 વર્ષીય મહિલાની દિલ દહેલાવી નાખે તેવી ઘાતકી હત્યા થઇ છે. 32 વર્ષીય સરસ્વતી વૈદ્યની ખોફનાક હત્યા તેના 56 વર્ષીય પ્રેમીએ કરી હતી.પરંતુ આ હત્યા જે પેટર્નથી કરવામાં આવી છે તે બને કે ઐતિહાસિક હોય.આ સ્ત્રીના કટરથી 100 ટુકડા કરી તા ટુકડાને કૂકરમાં બાફવામાં આવ્યા અને કૂતરાને ખવડાવવામાં આવ્યા.વિચારો કે આટલી ઘાતકી હત્યા.મોતનો પણ આખરે એક મલાજો હોય છે.મૃતદેહને પણ સન્માન કાનૂની દરજ્જાથી હાંસલ છે.અને ધર્મો અનુસાર સારું મોત અને તે પછીની ઉત્તરક્રિયા ની પણ દરેક ધર્મમાં એક પદ્ધતિ છે.અન્યથા તેવા શબ્દો વાપરવામાં આવે છે કે, કુતરાના મોતે મર્યા .એટલે કે, સારું મોત પણ એક નસીબની વાત હોય છે.
વેલ, આ સાથે જ બેંગલુરુમાં પણ લિવ-ઈન માં રહેનારી આકાંક્ષાની હત્યા તેના પ્રેમીએ કરી છે.ત્યારે અહીં સમય ચીખી ચીખીને કહી રહ્યો છે કે, આ રસ્તો ખોફનાક છે.દિલ્હીમાં આફતાબે શ્રદ્ધા વોલ્કરની કરેલ આ જ પેટર્નની લવ જેહાદની ઘટના બાદ આ જ ડિઝાઇન માનસિક વિકૃત ગુનેગારો દ્વારા આચરવામાં આવી રહી છે. અને તમે માનશો કે જે લોકો વિકૃત હોય છે તેઓ તુરંત નેગેટિવ બનાવની નોંધ લઇ લે છે.મતલબ કે, નકારાત્મક લોકો નેગેટીવી આસાનીથી સ્વીકારે છે.તેથી જ કાયદામાં ગમે તેટલા કડક પ્રાવધાન કરવામાં આવે તો પણ નિર્ભયાના મોત બાદ આવી ઘટનાઓ અટકવાને બદલે ક્યાંકને ક્યાંક આકાર લે છે.
ત્યારે સવાલ સ્ત્રીઓને પણ કે, આધુનિકતાના કે સ્વંતંત્રતાના નામે તમે જયારે કોઈપણ પુરુષ કે યુવાન સાથે નજદીકી વધારો છો ત્યારે તમને તેની વિકૃતિઓનો કેમ ખ્યાલ નથી આવતો ? કહેવાય છે કે, સ્ત્રીઓને ભગવાને છઠ્ઠી ઇન્દ્રિય આપી છે કે, જે સામેવાળાની આંખો જોઈને સમજી જતી હોય છે.ત્યારે શ્રદ્ધા વોકર કે જેને આફતાબે હત્યા પહેલા પણ ખુબ મારી હતી અને મારી નાખવાની ચીમકી આપી હતી.તેમછતાં આ યુવતી ન સમજી ન તેના પરિવારને જાણ કરી, ત્યારે આવા આંધળા પ્રેમ માટે કોણ જવાબદાર ? લવજેહાદ હોય કે પછી આવા વિકૃત પુરુષો કે યુવાનો પણ તેના કોન્ટેક્ટમાં આવતા પહેલા તેનો પૂરો પરિચય જરૂરી છે. સતર્ક થઈને રહેવું તે દરેકની વ્યક્તિગત જવાબદારી છે.અન્યથા કોઈ બચાવવા ન આવી શકે.અને આવા નરાધમો નાની સરખી બાબતમાં ઠંડે કલેજે કતલ કરી લાશને તહશ -નહશ કરવા કોઈપણ હદે જઈ શકે છે.
અને આખરે સ્ત્રીઓ અને યુવતીઓ માટે આવા કિસ્સા લાલ બતી સમાન છે.સમજો, વિચારો અને જાગો ..લિવ-ઈન કે જે એક બેજવાબદારીભર્યો વાસનાનો તેવો ખેલ છે કે, તમારો પાર્ટનર ઈચ્છે ત્યારે તમને કોઈપણ બંધન વગર તમને એક ઝાટકે છોડી શકે છે.તેને આ અધિકાર પણ તમે જ સામે ચાલીને આપ્યો છે. તેથી થોભો અને વિચારો કોઈપણ સાથે આમ રહેવા માટે ન ચાલી જાઓ..બાકી જિંદગી તો જિંદગી મોત પણ બગડી શકે છે…
