વડોદરાઃ ગરમીના કારણે વધુ બે લોકોના મોત, 4 મહિલા સહિત 16 લોકો સારવાર હેઠળ છે.

Reena Brahmbhatt
1 Min Read

વિકાસની દોડમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે અને વૃક્ષોનો નાશ કરીને માનવી પોતાના અસ્તિત્વને જોખમમાં મુકી રહ્યો છે.

છેલ્લા 15 દિવસથી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. છેલ્લા 24 કલાકમાં આજોદ ગામના એક આધેડ અને દુમાડ ગામના એક યુવાનનું ગરમીના કારણે મોત નીપજ્યું હતું. હાલ સયાજી હોસ્પિટલમાં કુલ 16 દર્દીઓ સારવાર હેઠળ છે.

- Advertisement -

heatwave 192859853 3x4 1

પ્રાપ્ત માહિતી અનુસાર વિકાસની દોડમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે અને વૃક્ષોનો નાશ કરીને માનવી પોતાનું અસ્તિત્વ જોખમમાં મુકી રહ્યો છે. જેના કારણે લોકો ભયંકર ગરમીનો સામનો કરી રહ્યા છે. વડોદરા તાલુકાના અજોડે ગામની ઈન્દિરા નગરીમાં રહેતા 29 વર્ષીય નિકુંજ પ્રમોદકુમાર ઠક્કરને ગરમીના કારણે ચાર દિવસથી તાવ આવતો હતો. તેમજ ઉલ્ટી અને ઝાડા-ઉલ્ટી થતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મંજુસર પોલીસના જણાવ્યા અનુસાર નિકુંજ જન્મથી જ માનસિક રીતે અસ્વસ્થ હતો.

- Advertisement -

અન્ય એક બનાવ મુજબ વડોદરા તાલુકાના દુમાડ ગામના રામદેવ ફળિયામાં રહેતા 41 વર્ષીય વિકાસકુમાર ઇશ્વર પરમાર ગરમીના કારણે ચક્કર આવતાં ભાંગી પડ્યો હતો. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. છેલ્લા 24 કલાકમાં સયાજી હોસ્પિટલના હીટ આઇસોલેશન વોર્ડમાં 16 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં 4 મહિલા અને 12 પુરૂષોનો સમાવેશ થાય છે.

Share This Article