138 લીઝધારક સામે પર્યાવરણના નિયમોનો ભંગ કરવા બદલ લાલઆંખ

Reena Brahmbhatt
7 Min Read

ભુજ, તા. 19 : કચ્છના પેટાળમાં ધરબાયેલી વિવિધ?પ્રકારની ખનિજ સંપદાની માંગ દેશ-વિદેશમાં વધી ગઇ હોવાથી ઉત્ખનનની હોડ?વધી ગઇ છે ત્યારે પર્યાવરણના ભોગે થતાં ખાણકામ સામે સરકારે હવે લાલઆંખ કરી છે ને ક્યાંય બાંધછોડ કરવામાં નહીં આવે એવી સૂચના મળતાં સતર્ક બનેલા કચ્છના ખાણ-ખનિજ વિભાગ દ્વારા કરાયેલી `સરપ્રાઇઝ વિઝિટ’માં 138 લીઝધારક પર્યાવરણના ભોગે ખનન કરતા હોવાનું માલૂમ પડતાં તમામને નોટિસો પાઠવી રોયલ્ટી પાસ વગેરે આપવાનું બંધ કરવાની કાર્યવાહી કરાઇ હોવાનું બહાર આવ્યું છે. એકબાજુ કચ્છમાં પર્યાવરણની જે લીઝધારકો પાસે પરવાનગી નથી તેઓને રોયલ્ટી પાસ નહીં આપવાનો નિર્ણય લેવાતાં 255 ખાણના લીઝધારકોના પગ નીચે રેલો આવ્યો છે ને ખનનકાર્ય પણ અટકાવી દેવાતાં ફફડાટ ફેલાયો હતો. કચ્છ એટલે ખનિજના રોયલ્ટી ક્ષેત્રે રાજ્યમાં મોખરાનો જિલ્લો આવતો હોવાથી વર્ષે 340 કરોડથી પણ વધુની રોયલ્ટીની આવક રળી આપે છે.

mine 1

- Advertisement -

ખનિજ વ્યવસાયમાં મોટી કમાણી અને ખોટું કરવાના અનેક કારણો હોવાથી લીઝ મંજૂર કરાવવા માટેની સંખ્યામાં દર વર્ષે વધારો થતો જાય છે. એકબાજુ મંજૂરી વગરની લીઝ હાલ તો રદ સમાન ગણાય છે તેની વચ્ચે કરાયેલી ચેકિંગમાં મોટો અન્ય ધડાકો થયો છે જેને ખાણ-ખનિજ વિભાગના ભૂસ્તરશાત્રીએ સમર્થન આપ્યું હતું. ભૂસ્તરશાત્રી ડી. એસ. બારિયાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, કચ્છની વન્ય સંપદા અને જીવસૃષ્ટિને નુકસાન થતું હશે ત્યાં ખાણકામ ઉપર રોક લગાડવાની સરકારની સ્પષ્ટ સૂચના છે. જેઓએ લીઝ મંજૂરી વખતે પર્યાવરણની મંજૂરી લીધી છે તેઓને પર્યાવરણ હદ એટલે કે વિસ્તાર પણ મુકરર કરવામાં આવ્યો છે છતાં વિસ્તાર બહાર ખનન થતું હોવાનું જાણમાં આવતાં સામૂહિક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આવા 56 લીઝધારકો નિયમોનું ઉલ્લંઘન કરી પર્યાવરણ બહારના વિસ્તારમાં ખનિજ સંપત્તિ લૂંટી રહ્યા હતા. વર્ષ દરમ્યાન જથ્થો કેટલો ઉપાડવામાં આવશે તેના આધારે રોયલ્ટી પાસ આપવાના હોય છે, પરંતુ તપાસ દરમ્યાન તેના કરતાં વધારે જથ્થાનું ખનન કરી પરબારે વેચાણ થતું હોવાનું માલૂમ પડતાં ખાણકામ અટકાવી દેવામાં આવ્યું છે એમ શ્રી બારિયાએ જણાવ્યું હતું. દર્શાવાયેલા વાર્ષિક માઇનિંગ પ્લાન કરતાં વધુ ખનન કામ કરવા સબબ આ 56 લીઝધારકોને નોટિસ આપી તેઓની સુનાવણી રાખવામાં આવી હતી એવી સંખ્યા 82 લીઝધારકોની છે.

બેન્ટોનાઇટ, ચાઇનાક્લે, લાઇમસ્ટોન, બ્લેકટ્રેપ, રેતી વગેરે માટે આપવામાં આવેલી લીઝ વખતે જ આખા વરસનું આયોજન કરીને જથ્થો મુકરર કરવાનો હોવા છતાં પણ નિયમોનું પાલન કર્યા વગર પ્લાનથી વધુ જથ્થો બહાર આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું એવા આ 82 લીઝધારકો સામે અલગથી કાર્યવાહી કરી સાંભળવામાં આવ્યા હતા. કુલ 138 લીઝધારકો સામે હવે સુનાવણી થઇ ચૂકી છે ત્યારે કાર્યવાહી કરવાની કામગીરી ચાલે છે, દંડ ઉપરાંત એકાઉન્ટ બંધ કરી રોયલ્ટી પાસ આપવામાં નહીં આવે એવા નિર્ણયની ફાઇલો ચાલી રહી છે એમ તેમણે જણાવ્યું હતું. અચાનક પર્યાવરણ મુદ્દે કાર્યવાહી કરવાના કારણો પૂછવામાં આવતાં શ્રી બારિયાએ જણાવ્યું હતું કે, સરકાર હવે પર્યાવરણની બાબતમાં કોઇ?બાંધછોડ કરવા તૈયાર નથી. ઘણા એવા આમાંથી લીઝધારકો છે જેનો અલગ-અલગ ખનિજનો જથ્થો કચ્છના ઉદ્યોગ એકમોને પૂરો પાડવામાં આવે છે અને એકસામટા 255 અને 138 મળીને કુલ 393 લીઝધારકોની ખનન પ્રવૃત્તિ બંધ જેવી જ થઇ ગઇ હોવાથી કચ્છની કુલ 1040 લીઝમાંથી 393 લીઝની અસર થતાં થોડી મુશ્કેલી થશે પણ નિયમોનું પાલન જરૂરી હોવાથી જરૂરી કાર્યવાહી કડક રીતે કરવામાં આવે છે. – પર્યાવરણના નિયમોનો ભંગ કરી ચૂકેલા લીઝધારકોની યાદી : ભુજ, તા. 18 : કચ્છમાં પર્યાવરણના નિયમોનો ભંગ કરી વિસ્તાર બહાર અને આયોજન વગર ખનન પ્રવૃત્તિ કરી ખનિજ સંપત્તિનું વેચાણ થાય છે તેની સામે ખાણ-ખનિજ વિભાગે કાર્યવાહી કરતાં ક્યા લીઝધારકો સામે કડક હાથે કામ લેવામાં આવ્યું છે તેની વિભાગ દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવેલી યાદી આ મુજબ છે. – ખલીફા આરીફ જુસબ, અશોકકુમાર અરજણભાઇ પટેલ,હાજી ફકીરમામદ બાવા પડિયાર , મે. મેગ્નસ માઇન્સ એન્ડ મિનરલ્સ કે/ઓ. રામજી મીઠુ સંગાર , કલ્યાણ રામજી સંગાર , વીરેન્દ્રભાઇ લખુભાઇ કાનાણી , સિધિક ઇસ્માઇલ સંગાર , ડેક્કન માઇન , હિતેન્દ્રસિંહ હરૂભા જાડેજા , રવિ કન્સ્ટ્રક્શન , હરભોલે ક્રશ મેટલ ઇન્ડસ્ટ્રીઝ , ઇશાક આમદ જુણેજા , રૂપસંગજી સામતજી પાયર , હરીશ નાનજી ભંડેરી , મેસર્સ માંજોઠી ગુલામહુસેન ઇસ્માઇલ , અબ્દુલગની હાજી ઇસ્માઇલ મેમણ , ઓમ મિનરલ્સ , વલ્લભ દેવજી મહેશ્વરી , દેવુભા વંકાજી સોઢા પાયર , મેસર્સ સામજી માયા એન્ડ કું. , ધનજી રામજી ચાડ એન્ડ દામજી રાણા કેરાશિયા , ભચુભાઇ સવાભાઇ ડાંગર , મૂરજી શિવજી મેપાણી , જાડેજા પૃથ્વીરાજ મેઘરાજસિંહ , જાડેજા ભૂપેન્દ્ર મેઘરાજજી , ગીતાબેન હરીશ હાલાઇ , પબુ દેવરાજ ગઢવી , મલય સુરેશભાઇ લાલન, રણજિતસિંહ અગરસંગ જાડેજા, નરેન્દ્રસિંહ નિક્રમસિંહ જાડેજા , જિજ્ઞેશસિંહ બહાદુરસિંહ જાડેજા , મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજા , કરશન કાનજી કેસરાણી , રવજી ગોવિંદ કેરાઇ , ધનાભાઇ કરશનભાઇ માતા , પાર્વતીબેન જયંતીલાલ ગોગરી , જીતુભા વનાજી જાડેજા , પથુભા વેલુભા જાડેજા , મેસર્સ એલએન્ડએસ કંપની (મૂલેશ સામજી નંદુ) , સિદ્ધરાજસિંહ હનુભા ચૂડાસમા , જાડેજા જયાબા હિંમતસિંહ , નીતિનભાઇ વલ્લભભાઇ શાહ , રતિલાલ કેસરા પટેલ , વાલા સવા ડાંગર , મેસર્સ એમ.કે. કન્સ્ટ્રક્શન્સ , ધનજીભાઇ નરશીભાઇ?મહેશ્વરી , મહેન્દ્રભાઇ પૂંજાજી જાડેજા , જાડેજા દાદુભા ખીમજી , રવિલાલ અબનજભાઇ પટેલ , રાજેન્દ્રસિંહ એસ. ભાટી , રાજેન્દ્રસિંહ શહાયસિંહ ભાટી , દાઉદ લધા રાયમા , હિંમતસિંહ મેઘરાજજી જાડેજા , દેવસિંહ લઘુસિંહ સોલંકી , કાનજી દેવજી મેપાણી , દિનેશ વેલજી મહેશ્વરી , લખમણ વિશ્રામ રાઘવાણી , અબ્દુલમજીદ પીરમામદ હિંગોરા , કચ્છ ઓરીસ ક્લે , શિવમ મિનરલ્સ એન્ડ એલાઇડ ઇન્ડિયા પ્રા. લિ. , હારૂન હુસેન મેમણ , પરાગ પી. લિયા , શાંતાબેન પ્રવીણ હીરાણી , ઇએસએસજી ક્લે , વિનોદદાન નથુદાન ગઢવી , જ્યોતિ સ્ટોન ક્રશર , ગણેશભાઇ લખમશીભાઇ લોડાણી , અંબાલાલ રતનશી પારસિયા ,અર્જુનસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા ,રણછોડ રવભાઇ ડાંગર ,મેસર્સ હીર માઇન્સ એન્ડ મિરનલ્સ ,રવિલાલ અબજીભાઇ પટેલ ,ભચુભાઇ સવાભાઇ?ડાંગર ,મેસર્સ દેવ માઇન્સ એન્ડ મિનરલ્સ ,વિશનજી જેવત મોતા ,સ્ટાર બેન્ટોનાઇટ એક્સપોર્ટ ,જાડેજા ભૂપેન્દ્ર મેઘરાજજી ,કલ્પના ભૂષણ જોષી ,દેઢિયા હિમાંશુ તારાચંદ ,ધનજી ગોવિંદ પાંચાણી ,દિપેશ અરવિંદભાઇ પારસિયા ,લાવીઓસા ટ્રાઇમેક્સ ઇન્ડ. પ્રા. લિ. ,દેવેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા ,વિશનજી વેલજી પાંચાણી ,મહાવીર ધનજી આહીર ,પલ્લવીબેન ,પુષ્પેન્દ્રસિંહ આર. ભાટી ,ધીરૂભાઇ સુદાભાઇ રબારી ,આશાપુરા માઇનકેમ લિ.

- Advertisement -
Share This Article