સુરત: SOG દ્વારા મોડી રાત્રે પોશ વિસ્તારોમાં કાફે અને પાનના સ્ટોલ પર દરોડા, ડ્રગ્સથી દૂર રહેવા સૂચના

Reena Brahmbhatt
2 Min Read

પોલીસે સમજાવ્યું કે મોડી રાત્રે આવી જગ્યાઓ પર નશાનો ખતરો છે, કહ્યું- ‘સર્ચ ઓપરેશન સતત ચાલુ રહેશે’

સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મોડી રાત્રે શહેરના અનેક પોશ વિસ્તારોમાં ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા. પીપલોદ, વેસુ, અલથાણ, પાલ સહિત 38 સ્થળોએ કાફે અને પાનના સ્ટોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોડી રાત સુધી ખુલ્લી રહેતી દુકાનો અને કાફેના સંચાલકોને તેમની દુકાનો 11 વાગ્યા પછી બંધ કરવા સમજાવવામાં આવ્યા હતા. તેમજ ત્યાં હાજર લોકોને ડ્રગ્સથી દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી.

- Advertisement -

sog special operation group

SOGને માહિતી મળી હતી કે કેટલાક કાફે અને પાનના સ્ટોલમાં લોકો ડ્રગ્સનું સેવન કરે છે. ઘણી જગ્યાએ ખાસ સ્મોકિંગ એરિયા બનાવવામાં આવ્યા છે, જેમાં લોકો ડ્રગ્સનું સેવન કરે છે. આ માહિતીના આધારે એસઓજીએ અચાનક આ સ્થળો પર દરોડા પાડ્યા હતા. 11 વાગ્યા પછી પણ ખુલ્લી દુકાનો અને કાફેમાં હાજર લોકોની તલાશી લેવામાં આવી હતી.

- Advertisement -

SOG DCP રાજદીપ સિંહ નકુમે જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં ચાની દુકાનો અને કાફેમાં મોડી રાત સુધી સ્મોકિંગ ઝોન બનાવવામાં આવ્યા છે, જ્યાં લોકો નશો કરે છે. આ લોકોને ચેતવણી આપવામાં આવી છે કે 11 વાગ્યા પછી કોઈએ બહાર ન જવું જોઈએ. તેમણે કહ્યું કે આવી તમામ જગ્યાઓના માલિકોને પણ ચેતવણી આપવામાં આવી છે અને ત્યાં હાજર લોકોને સમજાવવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે આ ઓપરેશનમાં 80 પોલીસકર્મીઓએ 38 જગ્યાએ દરોડા પાડ્યા હતા. તેઓને બાતમી મળી હતી કે અહીં રાત્રીના સમયે પણ ડ્રગ્સનું સેવન કરવામાં આવે છે, પરંતુ ચેકિંગ દરમિયાન કંઈ મળ્યું ન હતું. તેમણે કહ્યું કે અમારું સર્ચ ઓપરેશન સતત ચાલુ રહેશે.

- Advertisement -
Share This Article