By using this site, you agree to the Privacy Policy.
Accept
Newz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
    • Stock market
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
    • Health
    • Kitchen Corner
    • Travel
  • Religion
  • Sports
  • Career / Job
Reading: Ahmedabad Cyber Fraud: ચાંદખેડાના વેપારી સાથે 68 લાખની સાયબર છેતરપિંડી! OTP કે મેસેજ વિના જ હેકરે બેન્ક એકાઉન્ટ ખાલી કર્યું
Font ResizerAa
Newz CafeNewz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
  • Religion
  • Sports
Search
Follow US
© 2024 Newzcafe. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Newz Cafe > Gujarat > Ahmedabad Cyber Fraud: ચાંદખેડાના વેપારી સાથે 68 લાખની સાયબર છેતરપિંડી! OTP કે મેસેજ વિના જ હેકરે બેન્ક એકાઉન્ટ ખાલી કર્યું
Gujarat

Ahmedabad Cyber Fraud: ચાંદખેડાના વેપારી સાથે 68 લાખની સાયબર છેતરપિંડી! OTP કે મેસેજ વિના જ હેકરે બેન્ક એકાઉન્ટ ખાલી કર્યું

Arati Parmar
Last updated: November 6, 2026 10:53 am
By Arati Parmar
2 Min Read
Share
Ahmedabad Cyber Fraud
Ahmedabad Cyber Fraud
SHARE

Ahmedabad Cyber Fraud: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક વેપારી સાથે ઓનલાઈન બેન્કિંગ છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હેકરે વેપારીના કરન્ટ એકાઉન્ટના નેટ બેન્કિંગમાં ગેરકાયદે પ્રવેશ મેળવી કોઈપણ OTP કે નવા બેનિફિશિયરી ઉમેર્યાનો મેસેજ મોકલ્યા વિના જ ખાતામાંથી 68.31 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. આ ઘટના સામે આવ્યા બાદ વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Contents
  • ધોલેરાથી પરત ફરતી વખતે છેતરપિંડીનો ખુલાસો
  • OTP વિના કેવી રીતે થયું 68 લાખનું ટ્રાન્ઝેક્શન?

ધોલેરાથી પરત ફરતી વખતે છેતરપિંડીનો ખુલાસો

મળતી માહિતી મુજબ, ચાંદખેડામાં રહેતા 36 વર્ષીય વેપારી પોતાની કંપની ચલાવે છે. ગત 4 નવેમ્બરના રોજ તેઓ ધોલેરાથી ઓફિસ તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન બપોરે આશરે 1:30 વાગ્યે તેમના મોબાઈલ પર બેન્ક ખાતામાંથી 10 લાખ રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો.

- Advertisement -

અચાનક આટલી મોટી રકમ ઉપડી જતાં વેપારી ચોંકી ગયા હતા. તેમણે તરત જ બેન્કનો સંપર્ક કરીને ખાતું હોલ્ડ કરવા અને વ્યવહારો બંધ કરવાની વિનંતી કરી હતી. જોકે, બેન્કનો સંપર્ક કર્યા દરમિયાન પણ ખાતામાંથી અન્ય રકમ ટ્રાન્સફર થવાના મેસેજ આવવા લાગ્યા હતા.

OTP વિના કેવી રીતે થયું 68 લાખનું ટ્રાન્ઝેક્શન?

આ ઘટનામાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે છેતરપિંડી દરમિયાન વેપારીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર કોઈ OTP આવ્યો નહોતો. એટલું જ નહીં, નવા બેનિફિશિયરી ઉમેરવામાં આવ્યા હોવાનો મેસેજ પણ મળ્યો નહોતો.

- Advertisement -

ફરિયાદ મુજબ, અજાણ્યા હેકરે નેટ બેન્કિંગ સાથે જોડાયેલા ડેટાની મદદથી સિસ્ટમમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ અલગ-અલગ બેન્ક ખાતાઓમાં કુલ 68,31,539 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.

ઘટનાની જાણ થતાં વેપારીએ પોતાના ભાગીદારને બેન્કમાં મોકલ્યા હતા અને સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. હવે આ મામલે પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
Income Tax: સંપત્તિ ખરીદતી વખતે 2 લાખ રૂપિયા થી વધુના રોકડ વ્યવહાર અંગે આઇટી વિભાગને માહિતી આપવાની ફરજ, નહીં આપવા પર કાર્યવાહી
સુરતઃ સ્માર્ટ મીટરના કારણે વધુ બીલ આવવાની વાત ખોટી છેઃ એમ.ડી
મહિલા સહિત પાંચ લોકોએ લાકડીઓ વડે માર માર્યો, એક યુવક ગંભીર રીતે ઘાયલ
Bhupendra Patel Cancer Care Digital Census: CM ભૂપેન્દ્ર પટેલે 48 કલાકમાં 2 મોટી ભેટ આપી – કેન્સર સારવાર + ડિજિટલ સેન્સસ
Monsoon in Gujarat: ગુજરાતમાં 22 મેથી પ્રિ-મોન્સૂન વરસાદ, 8 જૂન સુધી ચોમાસું પ્રવેશી શકે
TAGGED:Ahmedabad NewsBank Account HackingChandkheda NewsCyber CrimeCyber FraudGujarat crimeOnline Banking Fraud
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link Print

You Might Also Like

Cruise India Mission
Gujarat

Cruise India Mission : ગુજરાત ‘ક્રુઝ ઇન્ડિયા મિશન’નું નેતૃત્વ કરનાર પ્રથમ રાજ્ય બન્યું

5 Min Read

11 વર્ષથી પોતાની ઓળખ છુપાવીને ધાર્મિક મહંત બનેલા આરોપીની રાજસ્થાનના જયપુરથી જિલ્લા પેરોલ ફર્લો સ્કવો

1 Min Read
Surat Crime News
Gujarat

Surat Crime News: વડોદરામાં શિક્ષકની ઘૃણાસ્પદ હરકત, 11 વર્ષની બાળકી સાથે ખોટી હરકત કરતો ઝડપાયો

1 Min Read
Rivaba Jadeja
Gujarat

Rivaba Jadeja: શિક્ષણ પ્રધાન રિવાબા જાડેજાનો અનોખો અંદાજ, આદિવાસી વિસ્તારમાં સંકલ્પ વિદ્યોદયનું લોકાર્પણ

3 Min Read
arrested
Crime / JobGujaratNational

પોલીસકર્મીને પોતાની કારથી કચડી નાખવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી

1 Min Read
Gujarati film bike stunt controversy Ahmedabad
Gujarat

Gujarati film bike stunt controversy Ahmedabad: ફિલ્મ ‘મિસરી’ના કલાકારો વિવાદમાં: અમદાવાદમાં બાઈક સ્ટંટના વાઈરલ વીડિયો બાદ ટીકુ તલસાણિયા અને પ્રેમ ગઢવી સામે પોલીસ કાર્યવાહી

2 Min Read
drown dubvu ganesh vishrjan
GujaratNational

Gujarat પાટણના ચાણસ્મામાં સર્જાઈ કરૂણાંતિકા; એક જ પરિવારના 5 લોકો તળાવમાં મોતને ભેટ્યાં

1 Min Read

માંગરોળના ઓગણીસા ગામે ખેડૂતને બચાવવા પત્ની આવી ત્યારે એક દીપડો ઘરમાં ઘુસી ગયો હતો.

2 Min Read
Previous Next
Newz Cafe

Newzcafe: Your daily brew of current affairs, served fresh with a dash of insight and a pinch of perspective. Savor the flavor of breaking news, curated just for you, and start your day informed and inspired. Join us at the table where headlines meet conversation.

Categories

  • Gujarat
  • National
  • World
  • Business
  • Lifestyle
  • Sports
  • Technology
  • Entertainment

Quick Links

  • Home
  • Privacy Policy
  • Biography
  • Latest News
©️ 2024 Newzcafe. All Rights Reserved.   Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?