અમદાવાદ: રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 10 જૂનથી વરસાદની તીવ્રતા વધશે.

Reena Brahmbhatt
2 Min Read

રાજ્યમાં ચોમાસા પહેલા જ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.

રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રિમોન્સૂન એક્ટિવિટી અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે વરસાદ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ 10 જૂનથી વરસાદનું જોર વધશે. રાજ્યની જનતા હવે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહી છે. કાળઝાળ ગરમી સામે ઝઝૂમી રહેલા લોકોને ગરમીમાંથી ક્યારે રાહત મળશે તેવો પ્રશ્ન છે. તો તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે શુક્રવારથી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

- Advertisement -

Weather Report 1

હવામાન વિભાગે શુક્રવારથી સાત દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. એટલે કે ચોમાસા પહેલા જ રાજ્યમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પ્રિ-મોન્સુન એક્ટિવિટીને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સાત દિવસ સુધી વરસાદની સંભાવના છે, જેના કારણે લોકોને આકરી ગરમીમાંથી રાહત મળશે.

- Advertisement -

કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 9 જૂન સુધી વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 10 જૂન અને 11 જૂનના રોજ વરસાદની સંભાવના છે. જ્યારે 12મી જૂને રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે ગુજરાતમાં 15 જૂને ચોમાસુ આવવાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે પ્રિ-મોન્સુન એક્ટિવિટીના કારણે રાજ્યમાં વહેલો વરસાદ જોવા મળી રહ્યો છે.

10 જૂને દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. એટલે કે 10 જૂન સુધી જ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

- Advertisement -
Share This Article