Ahmedabad London Plance Crash: ‘ફ્લાઇટ ચૂકી ગઈ અને જીવ બચી ગયો!’ – અમદાવાદના ટ્રાફિકે ભૂમિ ચૌહાણને આપ્યું નવું જીવન

Arati Parmar
2 Min Read

Ahmedabad London Plance Crash: અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો. ટ્રાફિકને કારણે તેઓ એર ઇન્ડિયાની લંડન જતી ફ્‌લાઇટ 10 મિનિટ માટે ચૂકી ગયા અને જેમાં તેમનો બચાવ થયો હતો. ભૂમિ ચૌહાણ ભારતમાં વેકેશન મનાવ્યા બાદ એર ઇન્ડિયાની ફ્‌લાઇટ એઆઇ-171માં લંડન પરત ફરવાનાં હતાં. પરંતુ અંકલેશ્વરથી અમદાવાદ આવતી વખતે ભારે ટ્રાફિકના કારણે તેઓ માત્ર 10 મિનિટ માટે ફ્‌લાઇટ ચૂકી ગયા અને તેમનો પ્લેન ક્રેશમાં આબાદ બચાવ થયો હતો.

ગુજરાતના ભરૂચના રહેવાસી ભૂમિ ચૌહાણ લંડનમાં રહેતા પોતાના પતિ પાસે જઇ રહી હતી. ભૂમિએ જણાવ્યું હતું કે, ‘ગુરૂવારે સવારે હું અમદાવાદ એરપોર્ટ જવા નીકળી હતી. ત્યારે અમદાવાદ શહેરમાં ભારે ટ્રાફિકના કારણે અટવાઇ જતાં અમે ચેક-ઇન ગેટ પર 10 મિનિટ મોડા પહોંચ્યા હતા જેથી મને અંદર જવા ન દીધી, અને હું નિરાશા સાથે પાછી ફરી.’

- Advertisement -

આ વિશે વાત કરતા ભૂમિ ચૌહાણ કહે છે કે, ‘હું ગુરૂવારે સવારે અમદાવાદ એરપોર્ટ જવા નીકળી હતી. ત્યારે અમદાવાદ શહેરમાં ભારે ટ્રાફિકના કારણે અટવાઇ જતાં અમે ચેક-ઇન ગેટ પર 10 મિનિટ મોડા પહોંચ્યા હતા, જેથી મને અંદર જવા ન દીધી, અને હું નિરાશા સાથે પાછી ફરી. પછી મને ખબર પડી કે, પ્લેન ક્રેશ થયું છે, ત્યારે હું સુન્ન થઈ ગઈ હતી. મારું શરીર ધ્રુજી રહ્યું હતું. ત્યારે મને કોઇ શબ્દો મળી રહ્યા ન હતા. હું મારી મા દુર્ગાનો આભાર માનું છું કે હું સુરક્ષિત છું, પણ આ ઘટના ખરેખર ભયાવહ છે. પોતાનો જીવ બચવાથી રાહત અનુભવી હતી.’

માતાજીના આશીર્વાદથી મારી દીકરી બચી: ભૂમિ ચૌહાણની માતા

- Advertisement -

ભૂમિ ચૌહાણના માતા પણ આ દુર્ઘટના પછી નિઃશબ્દ હતા. તેઓ કહે છે કે, ‘અમે માતાજીનો આભાર માનીએ છીએ કે, તેમણે મારી દીકરીનું રક્ષણ કર્યું. તે તેનું બાળક મારી પાસે મૂકીને ગઈ હતી. આ બધું માતાજીના આશીર્વાદને કારણે જ છે.’

એરપોર્ટ બહાર નીકળતા જ દુર્ઘટનાના સમાચાર મળ્યા: ભૂમિ ચૌહાણના પિતા

- Advertisement -

ભૂમિ ચૌહાણના પિતા કહે છે કે, ‘અમે ટ્રાફિકને કારણે એરપોર્ટ પર મોડા પહોંચ્યા. અમે વિનંતી કરી પણ અમને અંદર જવા ન દેવાયા. પછી અમે જેવા એરપોર્ટ બહાર નીકળ્યા, ને તરત જ પ્લેન ક્રેશના સમાચાર મળ્યા.’

Share This Article