ચોમાસા પહેલા ગુજરાતમાં સારા વરસાદની શક્યતા

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 1 Min Read

અમદાવાદ, તા. 2 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં હાલ થોડા અંશે લોકોને ગરમીથી રાહત મળતી જોવા મળી રહી છે. આ વચ્ચે ચોમાસા પહેલા ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે તેવી નવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા આવનારા સાત દિવસ પૈકી બે દિવસ માટે ગુજરાતનાં અમુક જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરાઈ છે તે મુજબ ગુજરાતનાં ચાર જિલ્લાઓ બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ અને કચ્છમાં ધૂળની હળવી આંધી આવશે. 4 જુન સુધીમાં 40 કિમી પ્રતિ કલાકથી ઓછી પવનની મહત્તમ ગતિ સાથે હળવા ધૂળનું તોફાન આવી શકે છે.

Weather Report 1

- Advertisement -

સાત દિવસ સુધી પવનની ગતિ 5થી 30 કિમી પ્રતિ કલાકની રહશે. ચેતવણીવાળા વિસ્તારોમાં પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક સુધીની રહેશે. હવામાન વિભાગની આગાહીના પગલે ડુમસનો દરિયો બંધ કરાવાયો છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર, કેરળમાં બેસેલું ચોમાસું આગામી 3 દિવસોમાં આગળ વધવાની શક્યતા છે. 6 જૂન સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 7 જૂન સુધી દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પ્રિ-મોન્સુન એકટીવિટી શરૂઆત થશે અને 10 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થશે. 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે.

Share This Article