ગુજરાતમાં મતગણતરીનો તખતો તૈયાર

Reena Brahmbhatt
4 Min Read

અમદાવાદ, તા. 3 : લોકસભા ચૂંટણીના આવતીકાલે જાહેર થનારાં પરિણામ સાથે ગુજરાતમાં ભાજપ સતત ત્રીજીવાર છવ્વીસે છવ્વીસ બેઠક પર સપાટો બોલાવશે કે કોંગ્રેસ સત્તાધારી પાર્ટીનું રોડરોલર અટકાવશે એ સ્પષ્ટ થશે. સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધા પછી 25 લોકસભા બેઠક અને પાંચ વિધાનસભા બેઠક માટે આવતીકાલે મતગણતરી થશે. કુલ 266 ઉમેદવારનાં ભાવિનો ફેંસલો થશે. આવતીકાલે 4 જૂનના મંગળવારે કુલ 26 મતગણતરી કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાશે.

એક્ઝિટ પોલમાં તો, રાજ્યની 25-26 બેઠક ભાજપના ફાળે જાય તેવા અનુમાનો દર્શાવાયા છે, પરંતુ કોંગ્રેસ તરફથી સતત 7 બેઠક જીતવાનો દાવો કરાઈ રહ્યો છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં સરેરાશ 60.13 ટકા મતદાન નોંધાયું હતું. ચોથીએ સવારે 8 વાગ્યે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થયા બાદ ઊટખની રાઉન્ડવાઈઝ ગણતરી હાથ ધરાશે અને તેની સાથે જ ટ્રેન્ડ મળવા શરૂ થઈ જશે. સંભવત: બપોરના 12 વાગ્યા બાદથી પરિણામો મળવાની શરૂઆત થાય તેવી સંભાવના છે. આ સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 ચૂંટણી નિરીક્ષક, 30 ચૂંટણી અધિકારી અને 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત 615 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તમામ ઘબતયદિયતિ પોતાની ફરજના સ્થળ પર હાજર થઈ ગયા છે.

- Advertisement -

voting count

મત ગણતરી સ્ટાફનું શિતાિં અને જયભજ્ઞક્ષમ છફક્ષમજ્ઞળશુફાશિંજ્ઞક્ષ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે ઝવશમિ છફક્ષમજ્ઞળશુફાશિંજ્ઞક્ષ ચોથીના મંગળવારે વહેલી સવારે 5 વાગ્યે ઘબતયદિયતિની હાજરીમાં કરવામાં આવશે. ચોથીની સવારે 8 વાગ્યે તમામ મતગણતરી કેન્દ્રો ઉપર ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારી, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ભારતના ચૂંટણીપંચ દ્વારા નિમણૂક પામેલા ઓબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવશે ત્યાર બાદ ઊટખ રાઉન્ડ-વાઈઝ બહાર કાઢીને, કાઉન્ટિંગ હોલમાં લાવવામાં આવશે. પોસ્ટલ બેલેટની ગણતરીના 30 મિનિટ બાદ રાઉન્ડ પ્રમાણે ઇવીએમના મતોની ગણતરીનો પ્રારંભ કરાશે, જેમાં કંટ્રોલ યુનિટ (સીયુ)માં જરૂરી સીલને દૂર કરીને પરિણામ વિભાગના એડ્રેસ ટેગને પણ દૂર કરાશે અને `પરિણામ’નું બટન દબાવતાં જ નોટા સહિત દરેક ઉમેદવાર માટે નોંધાયેલા મતોની કુલ સંખ્યા મતદાન મથક સીયુની ડિસ્પ્લે પેનલમાં આપમેળે પ્રદર્શિત થશે, જેની કાઉન્ટિંગ સ્ટાફ દ્વારા ખૂબ જ ધ્યાનપૂર્વક નોંધણી કરવામાં આવે છે. આ અગાઉ વહેલી સવારથી જ ચૂંટણી સ્ટાફ મતગણતરી કેમ્પસમાં પ્રવેશ મેળવી લેશે. જેને ત્રિસ્તરીય ચકાસણીમાંથી પસાર થવું પડશે, તે પહેલાં મત ગણતરી પરિસરની 100 મીટરની અંદર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવાશે.

- Advertisement -

તમામ સીયુ (સીયુ-કંટ્રોલ યુનિટ)ના મતોની ગણતરી પૂર્ણ થયા બાદ જ વીવીપેટની સ્લીપ્સની ગણતરી શરૂ કરવામાં આવે છે. મત ગણતરી પૂર્ણ થયા બાદ અંતિમ પત્રક તૈયાર કરવામાં આવશે, જેમાં દરેક ઉમેદવાર દ્વારા મળેલા કુલ મતોની ઘોષણા કરવામાં આવશે અને રાઉન્ડ પ્રમાણેના ડેટા પ્રદર્શિત કરવામાં આવશે. વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરમાં ઊગઈઘછઊ દ્વારા કાઉન્ટિંગ ડેટા ટ્રાન્સમીટ કરવાની સાથે, ચૂંટણીપંચને જરૂરી દસ્તાવેજો ઓનલાઇન મોકલી આપવામાં આવશે અને ચૂંટણીપંચ દ્વારા આ દસ્તાવેજોની ચકાસણી બાદ ઉમેદવાર જાહેર કરવાની પરવાનગી આપશે. આ તમામ પ્રક્રિયામાં પણ ઉમેદવાર અથવા તેમના એજન્ટો સાલિંગ પ્રક્રિયામાં હાજર રહેશે. તમામ પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરી, જિલ્લા ચૂંટણી અધિકારીના કબજામાં તમામ સામગ્રી સીલ બંધ કરી, સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવશે. પરિણામ જાહેર થતાં ઉમેદવારને ચૂંટણીના વળતરનું પ્રમાણપત્ર સોંપી હારેલા ઉમેદવારોની ડિપોઝિટ નિયમોનુસાર જપ્ત કરવામાં આવે છે. આમ, દરેક જિલ્લા ચૂંટણી તંત્રના ડેટા રાજ્ય ચૂંટણી તંત્ર એકત્રિત કરશે અને તમામ રાજ્યના ડેટા ભારત ચૂંટણી તંત્ર દ્વારા એકઠા કરી અંતે પરિણામની જાહેરાત કરતાં આચારસંહિતા પૂર્ણ થશે. મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણીપંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરીક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત ભારતના ચૂંટણીપંચ દ્વારા જેમને અધિકારપત્રો આપવામાં આવ્યા છે, માત્ર તેવા જ મીડિયાકર્મીઓ પ્રવેશ કરી શકશે.

Share This Article