સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં રવિવારે બપોરે આયોજિત પ્રાર્થના સભા, મુખ્યમંત્રી રહેશે હાજર
સુરત. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું આજે નિધન થયું છે, તેઓ લાંબા સમયથી બીમાર હતા. ફેફસાં અને કિડની સહિતની અનેક બીમારીઓથી પીડિત હોવાથી તેઓ લાંબા સમયથી સારવાર હેઠળ હતા.
ઘણા દિવસોથી તેમની તબિયત લથડતા તેમને સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું આજે (17 ઓગસ્ટ) સારવાર દરમિયાન મોત થયું હતું. હર્ષ સંઘવીના પિતાના નિધન બાદ તેમના સંબંધીઓ અને મિત્રો હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમની અંતિમ યાત્રા આજે સાંજે 4 વાગ્યે તેમના નિવાસસ્થાન ધરમ પેલેસ પાર્લે પોઈન્ટથી નીકળી હતી. ઉમરા રામનાથ ઘેલા સ્મશાનભૂમિ પહોંચ્યા અને ત્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતાની તબિયતના કારણોસર લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી તેમની તબિયત લથડતાં તેમને સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હર્ષ સંઘવી પણ ગઈકાલે સુરતમાં હતા અને પિતાની સારવાર દરમિયાન હોસ્પિટલમાં હાજર હતા.
સંઘવી પરિવાર દ્વારા સુરતના એઈથ લાઈન્સ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે રવિવારે બપોરે 3 થી 5 દરમિયાન પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે 3.30 કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

