Deesa Desert Theme Zoo: ડીસામા બનશે એશિયાનુ પ્રથમ થીમ ઝૂ, 10.3 હેક્ટરના ઇકો-નાઈટ સફારી પ્રોજેક્ટને CZA મંજૂરી, 2,900થી વધુ પ્રાણી-પક્ષીઓ રહેશે

Arati Parmar
1 Min Read

Deesa Desert Theme Zoo: ડીસામા બનશે એશિયાનુ પ્રથમ થીમ ઝૂ, 10.3 હેક્ટરના ઇકો-નાઈટ સફારી પ્રોજેક્ટને CZA મંજૂરી, 2,900થી વધુ પ્રાણી-પક્ષીઓ રહેશે

પાલનપુર નજીક ડીસા ખાતે 10.3 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવનાર ઇકો-નાઈટ સફારી પ્રોજેક્ટને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA)ની મંજૂરી મળી હોવાની માહિતી સામે આવી છે. પ્રોજેક્ટમાં 2,900થી વધુ પ્રાણી-પક્ષીઓ દુનિયાનભરમા થી લાવીને રાખવાની યોજના છે.

- Advertisement -

નાઈટ સફારીનો મુખ્ય હેતુ રાત્રિના સમયે સક્રિય રહેતા વન્યજીવોને લોકો સમક્ષ લાવવાનો અને વન્યજીવ સંરક્ષણ તથા પર્યાવરણ અંગે જાગૃતિ વધારવાનો હોવાનું માનવામાં આવે છે. જોકે, આટલા મોટા પ્રોજેક્ટમાં વન્યજીવોની સુખાકારી, કુદરતી રહેઠાણ, અવાજ-પ્રકાશનું પ્રદૂષણ અને સમગ્ર પર્યાવરણ પર થતી અસર અંગે પણ ગંભીરતાથી વિચારવું જરૂરી છે.

CZAની મંજૂરી મળ્યા બાદ હવે પ્રોજેક્ટના અમલીકરણનો માર્ગ સરળ બન્યો છે, પરંતુ વન્યજીવો માટે આ સફારી ખરેખર સંરક્ષણનું માધ્યમ બનશે કે માત્ર પ્રવાસન આધારિત પ્રોજેક્ટ પૂરતો સીમિત રહેશે, તે જોવું મહત્વનું રહેશે.

- Advertisement -

ડીસામા ઇકો નાઈટ સફારી, ડીસા સફારી પ્રોજેક્ટ, CZA મંજૂરી, અમદાવાદ નાઈટ સફારી, ગુજરાત સફારી પ્રોજેક્ટ, 2900 પ્રાણી પક્ષીઓ, Wildlife Conservation Gujarat, CZA Approval Gujarat

- Advertisement -
Share This Article