ગુજરાતઃ દ્વારકામાં 125 વર્ષ જૂનું મકાન ધરાશાયી, 3ના મોત

Reena Brahmbhatt
1 Min Read

એક જ પરિવારના 10 લોકો કાટમાળ નીચે દટાયા, 7ને બચાવી લેવાયા

દ્વારકા, 24 જુલાઇ. દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં રાજડા રોડ (ગગવાણી ફળડી) પર 125 વર્ષ જૂનું મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં અન્ય 7 લોકો ઘાયલ થયા છે. આ ઘટના મંગળવારે સાંજે 6 વાગ્યે બની હોવાનું કહેવાય છે.

- Advertisement -

ZdvqNJBX building collaps

જામ ખંભાળિયાના રાજડા રોડ પર ગગવાણી ફળીમાં રહેતા અશોક કણજારીયાનું ત્રણ માળનું મકાન અચાનક વરસાદના કારણે ધરાશાયી થયું હતું. જેના કારણે ઘરમાં હાજર એક જ પરિવારના 10 લોકો કાટમાળ નીચે દટાયા હતા. ફાયર વિભાગે સ્થાનિક લોકો સાથે મળીને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને બાળકો સહિત ઘરના 7 સભ્યોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. આ સાત લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે. આ ઘટનામાં અશોક ભાઈની 65 વર્ષીય માતા કેશરબેન કણજારીયા અને તેમની બે પુત્રીઓ પાયલ (18) અને પ્રીતિ કણજારીયા (13) કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જેના કારણે પ્રશાસને ADRFની મદદ લીધી હતી.

- Advertisement -

એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી જેમાં મોડી રાત્રે ત્રણેય ગંભીર રીતે ઘાયલ લોકોને એક પછી એક બહાર કાઢવામાં સફળતા મળી હતી. ત્રણેયને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા. એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી જામ ખંભાળિયા વિસ્તારમાં શોકનો માહોલ છે.

Share This Article