ગુજરાતઃ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ઈમ્પેક્ટ ફી છ મહિના માટે લંબાવી

Reena Brahmbhatt
1 Min Read

ગુજરાત સરકારે સતત ચોથી વખત ઈમ્પેક્ટ ફી ભરવાની સમયમર્યાદા લંબાવી છે.

ગુજરાત સરકારે ઈમ્પેક્ટ ફીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત લંબાવવામાં આવી છે. ગુજરાત સરકારે સતત ચોથી વખત ઈમ્પેક્ટ ફી ભરવાની સમયમર્યાદા છ મહિના લંબાવી છે.

- Advertisement -

gujarat vidhan sabha

રાજ્યમાં અનધિકૃત ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે ઈમ્પેક્ટ ફી ભરવાની છેલ્લી તારીખ 6 મહિના લંબાવવામાં આવી છે. ઇમ્પેક્ટ ફી ભરવાની અંતિમ તારીખ સતત ચોથી વખત લંબાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ત્રીજી વખત વધારવામાં આવેલ 6 મહિનાનો સમયગાળો 16 જૂને પૂરો થઈ રહ્યો છે. હવે આ સમયગાળો નવી તારીખ રવિવાર 17મી જૂનથી આગામી છ મહિના માટે લંબાવવામાં આવ્યો છે.

- Advertisement -

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામોને ઈમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય છે. અગાઉ સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફીમાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર અને નોન-BU સ્ટ્રકચરને નિયત ફી વસુલ કરીને તોડી પાડવાને બદલે ઈમ્પેક્ટ ફી ચૂકવીને કાયદેસર કરવા ઈમ્પેક્ટ ફી એક્ટ ઘડવામાં આવ્યો હતો. પરંતુ ઓછા પ્રતિસાદને કારણે આ કાયદાને સતત ચોથી વખત લંબાવવામાં આવ્યો છે.

- Advertisement -
Share This Article